આ કેરી ૧૯૩૪માં “કેસર” તરીકે જાણીતી બની જ્યારે જુનાગઢના નવાબ મોહમ્મદ મહોબતખાન બાબીએ કેરીના કેસરી રંગને જોઇને કહ્યું હતું “આ કેસર છે”

આ કેરી સૌપ્રથમ વાર ૧૯૩૧માં જુનાગઢના વજીર સાલેભાઇ દ્વારા વંથલીમાં ઉગાડવામાં આવી હતી. ગિરનારની તળેટીમાં જુનાગઢના લાલડોરી ખેતરમાં લગભગ ૭૫ વૃક્ષો વાવવામાં આવ્યા હતા.

ગીર કેસર કેરી અથવા ગીર કેસર, એ ભારતના ગીર વિસ્તારમાં પેદા થતી કેરીનો એક પ્રકાર છે. આ કેરી તેના ચમકતા નારંગી રંગને કારણે જાણીતી છે અને તેને ૨૦૧૧માં ભૌગોલિક ઓળખ (જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન) સ્થિતિ આપવામાં આવી હતી.

કેસર કેરી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના જુનાગઢ અને અમરેલી જિલ્લાના આશરે ૨૦,૦૦૦ હેક્ટર વિસ્તારમાં ઉગાડાય છે. તેમાંથી વર્ષે ૨ લાખ ટનનું ઉત્પાદન થાય છે. જોકે, માત્ર ગીર અભયારણ્યમાં થતી કેરીને જ “ગીર કેસર કેરી” કહે છે.

કેરી દેશમાંથી એક્ક્ષપોર્ટ થતા ફળોમાં સૌથી વધુ વિદેશી હુંડિયામળ લાવી આપે છે, સાથે જ હવે કચ્છની પણ કેસર કેરીનું ઉત્પાદન વધ્યું છે.

જોકે ગયા વર્ષે “તાઉતે” વાવાઝોડાના કારણે કેસર કેરીનાં આંબા પડી જવાથી મોટા પાયે નુકશાન થયું હતું

આ કેરી સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં આવે છે, જ્યારે તે ચોમાસા પછી ઓક્ટોબર મહિનામાં ઉગવાની શરૂ થાય છે. કેસર કેરી એ કેરીઓમાં સૌથી મોંઘી કેરીની જાત ગણાય છે.

કેસર કેરી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના જુનાગઢ અને અમરેલી જિલ્લાના આશરે ૨૦,૦૦૦ હેક્ટર વિસ્તારમાં ઉગાડાય છે. તેમાંથી વર્ષે ૨ લાખ ટનનું ઉત્પાદન થાય છે. જોકે, માત્ર ગીર અભયારણ્યમાં થતી કેરીને જ “ગીર કેસર કેરી” કહે છે.

કેરી દેશમાંથી એક્ક્ષપોર્ટ થતા ફળોમાં સૌથી વધુ વિદેશી હુંડિયામળ લાવી આપે છે, સાથે જ હવે કચ્છની પણ કેસર કેરીનું પ્રમાણ વધ્યું છે

જોકે ગયા વર્ષે “તાઉતે” વાવાઝોડાના કારણે કેસર કેરીનાં આંબા પડી જવાથી મોટા પાયે નુકશાન થયું હતું

આ કેરી સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં આવે છે, જ્યારે તે ચોમાસા પછી ઓક્ટોબર મહિનામાં ઉગવાની શરૂ થાય છે. કેસર કેરી એ કેરીઓમાં સૌથી મોંઘી કેરીની જાત ગણાય છે.

ગુજરાત એગ્રો ઇન્ડ્સટ્રિઝ કોર્પોરેશન લિમિટેડ (GAIC) દ્વારા ગીર કેસર કેરીને ભૌગોલિક ઓળખ (GI) આપવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા ૨૦૧૦માં આ માટેની અરજી મૂકવામાં આવી હતી અને ૨૦૧૧માં ચેન્નાઇ ખાતે આવેલ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન રજીસ્ટ્રી દ્વારા આ અરજી મંજૂર કરવામાં આવી હતી અને તેથી હવે આ વિસ્તારમાં થતી કેરીને જ “ગીર કેસર કેરી” તરીકે ઓળખાશે. ગુજરાતમાંથી આ ઓળખ પામનારું આ પ્રથમ ફળ અને દેશમાંથી બીજી કેરીની જાત હતી (ઉત્તર પ્રદેશની દશેરી કેરીએ પ્રથમ આ ઓળખ મેળવી હતી)

કેસર કેરીના ફાયદાઓ

એક કેરી તમારા દૈનિક વિટામિન સીના 50%, તમારા દૈનિક વિટામિન Aના 8% અને તમારી દૈનિક વિટામિન B6 જરૂરિયાતના 8% પ્રદાન કરે છે. કેરીમાં રહેલા આ પોષક તત્વો તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિને ટેકો આપવામાં મદદ કરે છે.

કેસર કેરીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે અમુક બિમારીઓને ઓછી કરવામાં મદદ કરે છે.

ભારતીયમાં ઉગાડવામાં આવતી કેરી અમુક પ્રકારના કેન્સરના કોષો સામે લડવામાં પણ મદદ કરે છે. દુર્ભાગ્યે, કેરી માત્ર ઉનાળાની ઋતુમાં ભારતમાં જોવા મળે છે કારણ કે કેરી ઉષ્ણકટિબંધીય ફળો છે. તેથી, તે ગરમ હવામાનમાં ઉગે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.