રાજકોટ સમાચાર
ભારતીય સંસ્કૃતિમાં લગ્નનું અનેરૂ મહત્વ છે.સંસ્કૃતિની પરંપરાગત ધરોહરને ઉજાગર લગ્નમાં કરવમાં આવતી હોય છે એવા જ લગ્ન રાજકોટના રાજમાર્ગો ઉપર જોવા મળ્યા હતા. આહીર સમાજના નિલેશભાઈ જલુના સુપુત્ર ચિરાગભાઈ જલુના લગ્નનું ફૂલેકું નીકળ્યું હતું.શાહી ઠાઠ સાથે ફૂલેકું નીકળ્યું હતું.જાજરમાન શાહી ફુલેકામાં હાથી,બગી, ઊંટ ગાડી,બળદ ગાડુ રાજકોટના રાજમાર્ગો પર નીકળ્યા હતા. આહીર સમાજની પરંપરા અને ધરોહરને જાળવી રાખી ફૂલેકું કાઢવામાં આવ્યું હતું.રાજમાર્ગો પર ફુલેકુ નીકળતા લોકો ઉત્સાહભેર નિહાળી રહ્યા હતા.