કોરોનાના નવા વાયરાની ઝડપ અગાઉ કરતાં ઘણી તીવ્ર છે અમેરિકા અને યુરોપના દેશોમાં તો હવે લોક ડાઉનની નોબત આવી ચૂકી છે ક્લાસના રાષ્ટ્રપતિએ તાત્કાલિક ધોરણે લોક ડાઉનની જાહેરાત કરી દીધી છે તેવા સંજોગોમાં ભારત સહિતના એશિયન દેશોમાં પણ નવા વાયરા ને લઈને દર્દીઓની સંખ્યામાં રોકેટ ગતિએ ઉછાળો આવ્યો છે જોકે ગુજરાત સહિતના રાજ્યોમાં સામૂહિક રસીકરણનું અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે સરકાર દ્વારા દરેક વ્યક્તિ સુધી કોરોના રસીકરણ અભિયાન પહોંચે તે માટે તબક્કાવાર આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે રસીકરણ માટેની અપીલ અને આ અંગેની જાગૃતિનો અભાવ ઘણું જ પીડાદાયક ગણાય 21મી સદીના વિશ્વમાં માનવી જ્યારે ચંદ્ર અને હવે મંગળ સુધી પહોંચવાની વાતો કરતો થયો છે તેવા સંજોગોમાં કોરોના મહામારી ની રસી લેવી કે કેમ? તેની દ્વિધા અનુભવાતી હોય અને તેના માટે સામાજિક જાગૃતિ ના અભિયાન અને મુખ્યમંત્રી અને વડાપ્રધાન ને અપીલ કરવી પડે તે ખરેખર દુ:ખદાયી ગણાય કોરોના રસી નું નિર્માણ અને તેની અસરકારકતા આ અંગે તમામ પ્રયોગો અને કસોટીઓમાંથી પાર ઉતારી ને વિશ્વ આરોગ્ય સંસ્થાએ માન્યતા આપ્યા બાદ રસી આપવાનું શરૂ થયું છે તેવા સંજોગોમાં રસીકરણ માટે હવે પ્રજાએ સ્વયંભૂ જાગૃતિ તકેદારી અને સમજદારી કેળવવી પડશે અગાઉના રાઉન્ડમાં રસી લેનારા લોકોને કોઈપણ જાતની આડઅસર થતી નથી અને સુરક્ષા કવચ મળી ચૂક્યું છે તેવા સંજોગોમાં હવે સરકારી રાહે રસીકરણની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે પ્રત્યેક પરિવારને પ્રત્યેક નાગરિકે ચોકસાઈ પૂર્વક રીતે રસીકરણ અભિયાન નો લાભ લઈને પોતાને અને પોતાના પરિવારને સુરક્ષિત કરી લેવાની સમજદારી કેળવવી પડશે, કોરો નો વિરોધી રસી અને ચકાસણી અને પરયોગો માંથી સાંગોપાંગ પાર કર્યા બાદ તેના અમલની શરૂઆત કરવામાં આવી છે ભારતની ત્રણેય નદીઓ ને વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ સર્વશ્રેષ્ઠ હોવાની માન્યતા આપી છે અને એશિયા થી લઈને આફ્રિકાના અનેક દેશોમાં ભારત ની રસી ક્ષ અકસીર સિદ્ધ થઇ છે ત્યારે આપણે પોતાની જાતને એવા તે નસીબદાર ગણવા જોઈએ કે આપણી રસી સમગ્ર ધૂમ મચાવી રહી છે કરોડો ડોલરનો ખર્ચ કરીને ભારત ની રસી પોતાના નાગરિકોને અપાવનારા વિશ્વના દેશો જે રસીને રામબાણ અને કોરોના સામે સુરક્ષાકવચ ગણીને તેનો ઉપયોગ હોંશે હુસે કરતા હોય ત્યારે આપણે દરેક નાગરિકે શરૂ થયેલા રસીકરણ અભિયાન નો ચીવટપૂર્વક લાાભ લેવાની સમજદાારી દાખવવી જોઈએ
Trending
- Bajaj Chetak 3503 દમદાર ફીચર્સ દાથે ભારતમાં લોન્ચ, જાણો તેના અદ્ભુત ફીચર્સ..
- KTM એ ઑસ્ટ્રિયામાં તેનું ઉત્પાદન ફરી કર્યું સ્થગિત…
- શ્રમ અને રોજગાર મંત્રીના હસ્તે ડ્રોન તાલીમ કેન્દ્રો તથા ITIના નવીન મકાનોનું વર્ચ્યુલી કરાયું લોકાર્પણ
- સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકાર, OTT પ્લેટફોર્મ્સ અને સોશિયલ મીડિયા કંપનીઓને નોટિસ..!
- રશ્મિકા મંદાના ક્લાસી ફોર્મલ લુકમાં લાગી “Hot”
- વડોદરામાં પ્રેમ સંબંધને લઇને યુવકની હ*ત્યા મામલે બે આરોપીની ધરપકડ!!!
- ગરમીમાં પણ ગ્લોઇંગ સ્કીન !! આ ઘરગથ્થુ સ્ક્રબ સ્કીન ટેનિંગને કરશે દૂર
- Instagram/YouTube પર વીડિયો અપલોડ કરતા પહેલા આ જાણી લો, નહીં તો…