કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણી ગુજરાતી તખ્તાને સંગની હાલ એકેડેમીક સેશન ચાલી  રહ્યું છે. જેમાં નામાંકિત કલાકારો લાઈવ આવીને યુવા કલાકારોને ઘણુ માર્ગદર્શન આપી રહ્યા છે. રાજસ્થાન, ઉત્તર ગુજરાતમાં જન્મેલા સાતેક વર્ષની ઉમરે વડોદરા આવેલા  હરીશભાઇ “વોઇસ અને સ્પીચ” એ  વિષયની શરૂઆત કરે એ પહેલાં પોતાની ઓળખ આપતા જણાવ્યું કે વાણી માટે કલાકાર જેટલું ફરે જાણે એ જરૂરી છે, શરૂઆતમાં માંડવી માં સંસ્કૃત મહાવિદ્યાલયમાં ભણતર કર્યું, જ્યાં ઉચ્ચાર શુદ્ધિ અને ખુલ્લો અવાજ બાળપણમાં મળ્યો.

શાળામાં વક્તા તરીકે શરૂઆત કરી, શાળામાં આવતા મહેમાનોની આભાર વિધિ કરવાનો અવસર મળ્યો. કવિ  રાજેન્દ્ર શુક્લ સાથે ચાના સ્ટોલ પર બેસીને તેમના મોઢે સાંભળેલી કવિતા અને એક વાક્ય આજે જીવનમાં ઘર કરી ગયું છે. એમણે કહ્યું હતું “હરીશ, હું ભાષાને ચાહું છું અને જેને ચાહિયે એને અન્યાય કેવી રીતે થાય ” થિયેટરમાં જે છેલ્લી ’રો’મા માણસો બેઠા હોય એને પણ નાટક સમજાય, જેની આંખો ન હોય એને કાનથી સંભળાય અને જેને કાનમાં બહેરાશ ઓ એ એ માત્ર નાટક જોઈને પણ સમજી શકે અવાજની એ શક્તિ હોવી જોઈએ.

કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગ મંચ’ શ્રેણી

‘અબતક’ના સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ પર રોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ માણો

રંગભૂમિ પરની અવાજની દુનિયા વિશે, અવાજના પ્રોફેસરે કોલે  સવિસ્તર વાતો કરી હતી. વિશ્વમાં બાળક રડે તો સરખું રડે હસે તો સરખું હસે. એવી રીતે ચાપલૂસી ના ટોન પણ એકસરખા હોય. જેનો પ્રયોગ વાણી અને સ્વરમાં કરીને એમને બતાડયો. શબ્દ અને ઉચ્ચાર ચોખ્ખા હોય તો સામેની વ્યક્તિ સુધી ભાષા તો પહોંચે જ પણ એની સાથે-સાથે એની પાછળનો ભાવ પણ પહોંચવો જોઇએ. “પરીત્રાંણ” નાટક વિશેની વાત કરતા તેમણે નાટકના સંવાદો અક્ષર સહ: પૂર્ણ ભાવ સાથે ઘેઘુર અવાજમાં વાંચી સંભળાવ્યા. અને ખરેખર સમજાયુંકે રંગમચ પર અવાજનું મહત્વ કેટલું છે. રવીન્દ્રનાથ ટાગોર કહે છે કે ’પ્રેક્ષક પોતાની છત્રી અને જોડા ભૂલી જાય તો ચાલે પણ

એ પોતાની ચેતના લઈને આવો જોઈએ.

ભાષા વિશે વાત કરતાં હરીશભાઇ ખૂબ સરસ વાત કરી કે આજની જનરેશન, આજની ચેનલો પર આવતી ભાષા સાંભળીને દુ:ખ થાય છે કોન્વેન્ટમાં ભણેલા બાળકો આજે જે ભાષા બોલે છે એ સાંભળીને ખરેખર થોડુંક દુ:ખ થાય છે, જનની, જન્મભૂમિ અને ભાષા આના પ્રત્યે માન તો હોવું જ જોઈએ. કેટલા ઉચ્ચારની શુદ્ધિની સાથે સાથે શબ્દોમાં ભાવ પણ હોવા જોઈએ એ વિશેની ખૂબ જીણવટ ભરી વાત હરીશ ભાઈએ કરી, નાટકોમાં અવાજનું મહત્વ અવાજની માવજત, એના આરોહ અવરોહ વિશેની ઘણી સારી સમજદારીપૂર્વકની વાતો આજના લાઈવ સેશનમાં કરી હતી.

ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને તથા રંગભૂમિ સાથે સંકળાયેલા મહાનુભાવોને જોવા અને સાંભળવા કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6:00 વાગ્યે લાઈવ જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં જયેન્દ્ર મહેતા, ઉત્કર્ષ મઝુમદાર જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો. કોકોનટ થિયેટરનાં ફેસબુક પેજ ને લાઈક એન્ડ ફોલો કરીને તમો લાઈવ કાર્યક્રમમાં જોડાય શકશો.

આજે પારસી થિયેટરનું ગૌરવ-કલાકાર યઝદી કરંજીયા લાઈવ આવશે

IMG 20210611 WA0494

કોકોનટ થિયેટણ પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણીમાં  એકેડેમીક સેશનમાં પારસી થિયેટરનાં ગૌરવ સમા અને ‘પદ્મશ્રી’ એવોર્ડ વિજેતા જાણીતા કલાકાર યઝદી કરંજીયા લાઈવ આવશે. તેઓ આજે પારસી થિયેટરની ‘કાલ-આજ-કાલ’ વિષયક પોતાના વિચારો અનુભવો શેર કરશે. તેઓ સારા અભિનેતા ઉપરાંત ઉમદા નિર્દેશક -લેખક અને નિર્માતા પણ છે. તેમના ઘણા નાટકો આજે વર્ષો પછી પણ લોકો યાદ કરે છે. રંગભૂમિનાસિનિયર મોસ્ટ કલાકારના અનુભવોથી  યુવા કલાકારોને સારૂ જ્ઞાન ભાથુ મળશે. આજનો કાર્યક્રમ કલારસીકો અને ઉગતા કલાકારોએ અચૂક નિહાળવો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.