વિકાસ નહીં પરંતુ કોંગી નેતા વિલાસ રાવ ‘ગાંડા’ થયા!
કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી વિલાસ રાવ મુત્તેમ્વરના વિવાદિત નિવેદનને લઈ કોંગ્રેસ ફરી ભીંસમાં
રાજસ્થાનમાં ચાલી રહેલી ચૂંટણીમાં કોંગી નેતાઓએ વિકાસ નહીં પરંતુ વિલાસ રાવને ગાંડો કર્યો હોય તેમ સમજયા-જાણ્યા વિના ટીપ્પણી કરતા કોંગ્રેસના નેતાઓ ફસાયા છે. તાજેતરમાં જ સી.પી.જોશી દ્વારા દેવાયેલા સ્ટેટમેન્ટ પર વિવાદ થયો હતો અને હવે પૂર્વ કેન્દ્રીય મંત્રી વિલાસરાવ મુત્તેમ્વરે વડાપ્રધાન મોદીને લઈને કરેલી ટીપ્પણીથી વિવાદ સર્જાયો છે. વડાપ્રધાન મોદી અંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી વિલાસ રાવે કહ્યું કે, જે વડાપ્રધાન મોદીના પિતાના નામને કોઈ ઓળખતુ પણ નથી તે પાંચ પેઢીથી રાજકારણમાં પ્રસિધ્ધ ગાંધી પરિવારના રાહુલ બાબા પાસેથી હિસાબ માંગે છે કે જેની પેઢી વિશે સૌ કોઈ જાણે છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી કોંગ્રેસના બગડેલા કામને અને રાજકારણમાં પોતાની છાપને સુધારવા માટે આવ્યા હતા પરંતુ બાડમેરમાં વિવાદીત બ્યાન દેતા પૂર્વ કેન્દ્રીય મંત્રીએ વિકાસ નહીં પરંતુ વિલાસને ગાંડો કર્યો હતો. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ વિવાદીત બ્યાનમાં કહ્યું હતું કે, રાહુલ ગાંધી સામે હરીફાઈ કરી રહેલા પીએમ મોદીને વડાપ્રધાન બન્યા પહેલા કોઈ ઓળખતું પણ ન હતું.
આ પૂર્વે કોંગ્રેસના નેતા સી.પી.જોષીએ દીધેલા નિવેદનથી કોંગ્રેસ વિવાદોમાં સપડાયું હતું. સમાજ, લોકતંત્ર અને દેશના હોદ્દેદારોની ગરીમા જાણ્યા વીના જ કાંઈ પણ નિવેદન આપી દે છે.