કોઈ કોરોનાગ્રસ્ત દર્દી સાજા થઈ ગયા બાદ પણ હોસ્પિટલમાં જ રહેવાની જીદ કરે તો આ ઘટના જરૂર નવાઈ પમાડે. પણ આવી ઘટના સુરતમાં સામે આવી છે. સુરતના સીગંણપોરના આઇસોલેશન સેન્ટર ખાતે વડોદરાના 90 વષઁના જગીબેન નામના એક વૃધ્ધા દાખલ હતા. જે હાલ કોરોનાને મ્હાત આપી સાજા થઈ ચૂક્યા છે. અને ડોકટરો-નર્સ સહિત સમગ્ર કોવિડ સેન્ટરના સ્ટાફથી એટલા પ્રભાવિત થઈ ચૂક્યા કે તેમણે અહી હૉસ્પિટલમાં જ રહેવાની જીદ પકડી. પોતાનો પુત્ર લેવા આવે છે તો તેની સાથે જવાની સ્પષ્ટપણે ના કહી દે છે.
આ બનાવની વિગતો મુજબ, મુળ જામનગરના વતની અને હાલમાં વડોદરા રહેતા 90 વષઁના જગીબેનના ધરના 11 સભ્યો કોરોના સંકમ્રીત થતા આ માજીને સુરત ખાતે પાલનપુર જકાતનાકા પર રહેતી તેમની દિકરીના ધરે મોકલાયા હતા. પણ તેમની દિકરીના ધરના સભ્યો પણ કોરોના સક્રમીત થતા તેમના અન્ય સંબઘી આજ થી ૫ દિવસ પહેલા કોવિડ આઇસોલેશ સેન્ટર, સીગંણપોર ખાતે દાખલ કર્યા. જ્યારે આ માજીને આઇસોલેશન સેન્ટર પર ખસેડવામાં આવ્યા ત્યારે તેમની હાલત ખૂબ કફોડી હતી. જગીબેન બેશુધ્ધ અવસ્થામાં હતા પણ કોવિડ સેન્ટરમાં સેવા આપતા ડોક્ટરો,નગરસેવકો અને સ્વયસેવકોએ 90 વર્ષીય માજીને પોતાના પરીવારના સભ્ય સમજીસારી એવી સેવા ચાકરી કરી. ધર જેવુ વાતાવરણ પુરુ પાડ્યુ અને માજીને કોરોનમાથી મુક્ત કર્યા. જ્યારે આજે સાંજે ડોક્ટરની સુચનાથી તેમને ડિસ્ચાજઁ કરવાના થયા ત્યારે માજીના દિકરા(ભાણેજ) તેમને તેડવા આવેલ પણ માજીને ધરે જવાની વાતની ખબર પડતા માજીએ તેમના ધરના સભ્યોને સ્પષ્ઠ્પણે કહ્યું કે મને અહિયા જમવાનુ બહુ ભાવે છે, બધા બહુ સેવા કરે છે. હવે હુ અહિયા જ રહીશ તમે જાવ. પરંતુ આખરે બે કલાકની સમજાવટ બાદ રીપોટઁ કરાવવા જવુ છે એટલે ગાડીમાં લઇ જવાના છે એવુ કહી પરીવારના સભ્યો માજીને ઘરે લઈ ગયા.