વિદ્યાર્થીઓ અને વાલીઓનો જબરો પ્રતિસાદ
એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કુલમાં અમદાવાદ સ્થાનિક, તેમજ ગુજરાત કચ્છ અને રાજસ્થાન વગેરે આંતરરાજ્યોના ૧૨૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરી રહ્યા છે. ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં કોરોના મહામારી રોગના કારણે છેલ્લા ૨૦ દિવસ થયા શાળામા લોકડાઉન છે ત્યારે શા.માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને શાળાના એક્ઝિક્યુટિવ ડાઇરેક્ટર જયદેવભાઇ સોનાગરાના માર્ગદર્શન સાથે શાળાના પ્રિન્સીપાલ પદ્માબેન કુમાર અને શિક્ષકોના સાથ અને સહકારથી લોકડાઉનના બીજે જ દિવસથી ધો.૯, ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે તમામ વિષયોના ઓનલાઇન ક્લાસ શરુ કરી દીધેલ છે. એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કુલ રાજ્યમાં સૌથી પ્રથમ ઓનલાઇન ક્લાસીસ શરુ કરનાર સ્કુલ બની છે.
૨૦ શિક્ષકો દ્વારા દરરોજ પાંચ કલાક ઓન લાઇન તમામ વિષયો ભણાવવામાં આવી રહ્યા છે. કોઇ વિદ્યાર્થી કલાસમા ન જોડાય તો શિક્ષકો તેના વાલીઓને ફોન દ્વારા પ્રેરણા આપે છે. શાળાના પ્રિન્સીપાલ પદ્માબેન કુમાર પણ વિદ્યાર્થીઓ સાથે ઓન લાઇન વાતો કરી માર્ગદર્શન પુરુ પાડી રહ્યા છે. વિદ્યાર્થીઓ પણ વર્ગ શરુ થવાની આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. શાળા દ્નારા શરુ થયેલ નવી શૈલીથી ભણવાનું વિદ્યાર્થીઓને ખૂબજ ગમે છે.