આપણા રોજીંદા વ્યંજનમાં દરરોજ આપણે નિત-નવા ઉમેરણ સાથે આપણે જીભનો રસાસ્વાદ માણીએ છીએ. અન્યો રાજય સાઉથ ઈન્ડિયન, પંજાબી, બંગાળીના વ્યંજનો સાથે ટેસ્ટી ટેસ્ટી ભોજન આપણે સૌ લઈ રહ્યા છીએ.
આજે લગભગ દરેક ફૂડકે ફાસ્ટફૂડમાં ભેળસેળ સાથે શરીરને નુકશાન કરનારા તત્વો જોવા મળી રહ્યા છે ત્યારે આપણો કાઠિયાવાડી-દેશી-સાત્વીક ખોરાક હંમેશા પોષ્ટિક આહાર રહ્યો છે. શરીરનાં શ્રેષ્ઠ આરોગ્ય માટે હંમેશા સાદો ઘરનો ખોરાક લેવો જરૂરી છે.
ભારતીય વ્યંજન ‘ખીજડી’ જે દાળ અને ચોખાને એક સાથે ઉકાળીને બનાવવામાં આવે છે. વિશેષ રૂપમાં દર્દીઓ માટે ફાયદાકારક છે. આનો ઉદભવ ભારતમાં થયો છે. ઉત્તર ભારતમાં મકર સંક્રાંતિના તહેવારને પણ ‘ખીચડી’ના નામથી ઓળખાય છે. ખીચડી સામાન્ય રૂપે ચાર પ્રકારે બને છે. બે મિશ્રણ ખીચડી છે પણ તેના પ્રકાર ચાર પડે છે.
ભારતમાં ૨૦૧૭માં ખીચડીને સુપરફૂડ જાહેર કરવામાં આવેલ તેને ભારત તરફથી અધિકારિક રૂપે સુપર ફૂડની ઓળખની ઘોષણા ૪ નવેમ્બરના રોજ કરાયા તેના ઈતિહાસવિશેની રોચક જાણકારી સાથે તેની રાષ્ટ્રીય ઓળખ આપવા પાછળનું કારણમાં દેશનાં મોટા ભાગનાં લોકો ખાય છે તે બનાવવી સહેલી છે.ભારતના આ વ્યંજન ચીનને છોડીને ભારતની સાથે જોડાયેલ દરેક દેશમાં ફેમસ છે.
ખીચડીના શોખીન ભારતીય પ્રાંત્રોમાં બંગાળ, યુ.પી., હરિયાણા, ગુજરાત, મધ્યપ્રદેશ, ઝારખંડ, ઓડીશામાં વધુ ખાવામાં આવે છે. આપ્રાંતો સિવાય દેશના દરેક ખુણામાં બને છે. તેસાઉથ એશિયાનીએવી ડીશ છે જેમાં ચોખા દાળ મિકસ કરીને બનાવાય છે. તેના ચાર પ્રકારોમાં
* સામાન્ય ખીચડી-ચોખાને કાળા અડદની દળેલી ફોતરાવાળી દાળ મીઠું
* ભેદડી-ચોખા મગની દાળ મીઠું અને હળદર
* પુલાવ-ચોખા-દાળ-શાકભાજી- સોયાબીન- મીઠું,- હળદર અને સલાડ
* મીકસ ખીચડી- દાળ-ચોખા- બટેટા- સોયાબીન-મીઠું-હળદર ધણી જગ્યાએ બાજરો અને મગની દાળ સાથે પણ બનાવાય છે. આ વ્યંજન નાના બાળકોને હળવો ખોરાક સાથે ગુણકારી અને પાચનમાં સહેલી પડે છે. આથી તેને ‘પહેલું સોલીડ બેબીફૂડ’ કહેવાય છે. વ્રત વખતે આપણે સાબુદાણાની ખીચડી પણ બાવીયે છીએ.
ખીચડી બટેટા-લીલા વટાણા-કોબી, ફલાવર સાથે બનાવીને દહી, પાપડ, ઘી કે અથાણા સાથે ખાવાથી ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. મોટા ભાગે સાંજે ગુજરાતીઓનાં ઘરે ખીચડી, ભાખરી, શાકનું મેનું અચુક હોય છે. આપણે છાસ,ખીચડી, ખીચડી-દુધ કે ઘી-તેલ સાથે ખીચડી ખાય છીએ.
આપણી માતા -દાદા-દાદીએ તેના ફાયદા આપણને સમજાવ્યા હશે જ પરંતુ તેમાં ફોસ્ફરસ, પોટેશીયમ, મેગ્નેશિયમ, ફાઈબર, મેગ્નેશિયમ, ફાઈબર, કેલ્શિયમ, વિટામીન તેમજ કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં હોવાથી ગુણકારી છે. બીજા ઘણા લીલા શાકભાજી ઉમેરીને તેમાં પોષણ ગુણોમાં વધારો પણ કરી શકાય છે. તમારી પાચન શકિત નબળી હોય તોપણ ખીચડી ફાયદાકારક છે. ડોકટર પણ બિમાર દર્દીને ખીચડી ખાવાની સલાહ આપે છે.
ખીચડી આપણને બિમારીથી દૂર રાખે છે. ખીચડી નિયમિત ખાવાથી વાત -પિત અને કફનાદોષ દૂર થાય છે. તે શરીરને ઉર્જા આપે છે. સાથે રોગપ્રતિકારક તંત્રને મજબુત બનાવે છે.
આપણાં ખોરાની અસર આપણા આચાર-વિચારો પડે છે. શાકાહારી ખોરાકમાં ‘ખીચડી’ પોષ્ટિક આહાર છે. આપણા દેશના સુપરફૂડ ને પીએમ મોદી પણ ખૂબ પસંદ કરે છે.
છેલ્લે સુપરફૂડ ‘ખીચડી’ની સુપર રેસિપી….
અડધો કપ દાળ ચોખા જીરૂ, ડુંગળીના કટકા ઝીણા આદુ, લીંબુ, મરચા, એક ટમેટાના નાના પીસ, હળદર, ચપટી હિંગ સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીને કુકરમાં બનાવો જલ્વો પડી જશે.
પ્રથમ ચોખા-દાળને ધોઈલો પછી થોડા તેલમાં જીરૂ,ડુંગળીને તળીલો બાદમાં આદુ , મરચા, ટમેટા નાખીને પછી હિંગ-હળદર નાખીને મીકસ કરો બધાને સારી રીતે તળીને પછી ચોખા-દાળ, મીઠું પાણીને મીકસ કરીને કુકર પર ચડાવીને છ સાત સીટી વગાડો બની ગઈ ‘સુપર ખીચડી’
અને છેલ્લે છેલ્લે…
જયાં સુધી માણસ ‘ખીચડી’ પચાવી શકે છે ત્યાં સુધી તે મૃત્યુ પામતો નથી !!
સંસ્કૃત શબ્દ “ખીચ્ચા પરથી ખીચડી શબ્દ આવ્યો છે
એંગ્લો ઈન્ડિયન ડિશ કેટેગરી અને મિસ્ત્ર દેશની ડિશ કુશારીથી પ્રેરિત છે. એક મોરોકકન યાત્રીએ ૧૩૫૦માં ખીચડીનું ઉચ્ચારણ ‘કિશરી’ના નામથી કર્યું હતુ જેમાં યાત્રીએ મગની દાળ-ચોખાની વાત કરી હતી. મોગલ કાળમાં પણ ખીચડી પ્રખ્યાત હતી ૧૬મી સદીમાં મુગલ બાદશાહ અકબરનાં વજીરે લખેલ દસ્તાવેજમાં ખીચડીની રેસીપી લખી હતી. તે પણ અલગ અલગ સાત પ્રકારની ખીચડી બનાવાની રીત.