વિશ્વ હ્રદય દિવસ એટલે આપણા શરીરનાં સૌથી મહત્વનાં અંગ હ્રદયનો દિવસ, તેની વાતો જાણો, કાર્ય જાણો અને તેની સંભાળ કેમ લેવી તે અંગેની જાગૃતિ સૌને પરિવારને જણાવવી, આજે દુનિયાભરમાં તેના રોગીઓની સંખ્યા અને મૃત્યુ દિન પ્રતિદિન વધી રહયા છે. અગાઉ મોટી ઉમરનાને હ્રદયના રોગોની સમસ્યા હતી પણ આજે આપણે એવો વિકાસ કર્યો, જીવન શૈલી બદલી જેને કારણે નાની ઉમરના યુવાનો પણ હાર્ટ એટેકના શિકાર બની રહ્યા છે. હ્રદયને પ્રેમના પ્રતિકરુપે ‘હાર્ટ’ દર્શાવવામાં આવે છે. જેનો પ્રારંભ ઇ.સ. 1250 માં થયો હતો. જો કે આ કેમ શરુ થયું તેના કોઇ આધારો કે માહિતી જાણવા મળતી નથી.
હાર્ટ સર્જરી અને તેની વિવિધ ટ્રીટમેન્ટમાં આજના યુગમાં ઘણી પ્રગતિ મેડીકલ સાયન્સે કરી છે. અદ્યતન મશીનરીનો ઉપયોગથી મોતના મુખમાં ગયેલ માનવીને તબીબો ઊંપરત લાવ્યા છે. આ બાબતની શરુઆતનો ઇતિહાસ જોઇએ તો 1893 માં પ્રથમ હાર્ટ સર્જરી કરવામાં આવી હતી. 1950 માં કૃત્રિમ વાલ્વ બેસાડવાનું સફળ ઓપરેશન થયેલ હતું. વિશ્વમાં પ્રથમવાર 1967 માં હાર્ટ ટ્રાન્સ પ્લાન્ટ કરવામા આવેલ હતું. માનવીમાં કૃત્રિમ હ્રદય બેસાડવાની સર્જરી 1982માં કરવામાં આવી હતી. એક વિચિત્ર વાત એવી છે કે કોફીન ડ્રગના સેવનની ટેવવાળા માણસનું હ્રદય શરીરમાંથી બહાર કાઢયા બાદ રપ મિનિટ ધબકતું રહે છે.
વિશ્વમાં સૌથી વધુ હૃદય રોગીઓની સંખ્યા આપણા દેશમાં છે : હૃદયને જાણો , હૃદય રોગ ટાળો : આ વર્ષની ઉજવણી થીમમા લોકોને હૃદયના વિવિધ રોગો વિશે જાગૃતિ પ્રસરવાની વાત કરી છે : આજના સોશિયલ મીડિયામાં હાર્ટ ઈમોજીસ સૌથી લોકપ્રિય છે : વૈશ્ર્વિક મૃત્યુદરના આશરે 31 ટકા જેટલો હિસ્સો કાર્ડિયોવેસ્ક્યુલર રોગનો છે
વિશ્વના મૃત્યુ પૈકી 31 ટકા કાર્ડિયોવેસ્કયુલર ડિસીઝ જવાબદાર છે. આપણી આજની બદલાયેલી જીવનશૈલી જ આપણાં હદયને નુકશાન પહોચાડી રહી છે. ધુમ્રપાન, ખાવાની ખરાબ ટેવ, શારીરિક પ્રવૃતિમાં ઘટાડો અને મદ્યપાન જેવી વિવિધ આ રોગોને ખુલ્લુ આમંત્રણ આપે છે. પ્રાણીઓમાં કુતરાનું હ્રદય મોટું હોય છે અને દરિયાઇ જીવ ઓકટોપસને ત્રણ હ્રદય હોય છે. આજની તારીખે વિશ્વમાં દર વર્ષે 20.5 મિલીયન લોકોના મોત હ્રદય રોગથી થાય છે. દિલ આપણું મંદિર છે, તેનું જતન, સંભાળ, તકેદારી રાખીને તંદુરસ્તી જીવન કેમ જીવી શકીએ તે બાબતની આ દિવસે જન જાગૃતિ લાવવાની છે. દર વર્ષે અપાતી ઉજવણી થીમમાં આ વર્ષે દરેક હ્રદયને જાણો…હ્રદય નો ઉપયોગ કરો , થીમ આપવામાં આવી છે.
1893 માં પ્રથમ હાર્ટ સર્જરી, 1950માં કૃત્રિમ વાલ્વનું સફળ ઓપરેશન અને 1967 માં પ્રથમવાર હાર્ટ ટ્રાન્સ પ્લાન્ટ કરવામાં આવેલ હતું: માનવીમાં કૃત્રિમ હ્રદય બેસાડવાની સર્જરી 1982માં કરવામાં આવી હતીવિશ્વના તમામ લોકો કરતાં ભારતીયો હ્રદય રોગનો શિકાર જલદી બને છે. ઝડપી શહેરીકરણ, તણાવ યુકત જીવન શૈલી, તમાકુનો વ્યાપક ઉપયોગ, આહારમાં ચરબીવાળા, પદાર્થોનું ઊંચુ સેવન, બ્લડ પ્રેશર, ડાયાબીટીસ અને આરામદાયક જીવન શૈલી જેવા વિવિધ કારણોથી આપણા દેશમાં હ્રદય રોગનું પ્રમાણ ભયંકર રીતે વધી રહ્યું છે. હાલમાં 15 કરોડથી વધુ લોકો હ્રદયની ધમનીના રોગથી પીડાય છે, આજે વિશ્વભરના કુલ હ્રદય રોગીની સંખ્યામાં 60 ટકાથી વધુ આપણા દેશના છે.
જીવન જીવવાની શૈલીની આડ અસરો જ તમારા હ્રદયને નુકશાન પહોંચાડી શકે છે :ધુમ્રપાન, ખાવાની નબળી ટેવ, શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો અને મદ્ય પાન આ બધી બિમારીઓને આમંત્રણ આપે છે: પ્રેમના હાર્ટ સિમ્બોલનો ઉપયોગ ઇ.સ. 1250 થી થઇ રહ્યો છે : ગરીબ અને વિકાસશીલ દેશોમાં હાર્ટ કેર જાગૃતિ અને સુવિધાઓના અભાવને કારણે આ દેશોમાં 78 ટકા હૃદયરોગીઓ મૃત્યુ પામે છે
હ્રદય પાસે પોતાનું ઇલેકિટ્રલ જનરેટર છે, જે હ્રદયને નિયમિત સમયાંતરે દર મિનીટે 60 થી 80 વખત ધબકાવે છે. તેના ધબકારાને દિલ ની ધડકન પણ કહે છે. ફિલ્મોમાં ‘દિલ ધક ધક કરને લગા’ જેવા ગીતો પણ આવ્યા હતા. મુઠીના કદનું આ અવયવ જીવનભર આપણાં આખા શરીરમાં લોહી પહોચાડવાનું કામ કરે છે. આ લોહી દ્વારા જ શરીરમાં બધે ઓકિસજન (પ્રાણવાયુ) અને પોષક તત્વો પહોંચે છે. તથા લોહી દ્વારા જ શરીરના કચરાને કાર્બન ડાયોકસઇાડ (અંગારવાયુ) નો નિકાલ થાય છે. આપણે સૌ આપણા હ્રદય શ્રેષ્ઠ કામગીરીની હમેંશા ઉપેક્ષા જ કરતાં આવ્યા છીએ, બિમાર પડીએ ત્યારે ડોકટર પાસે દોડી જઇએ ત્યારે ઘણું મોડું પણ થઇ ગયું હોય છે.
હ્રદયના ચાર ખંડો પૈકી બે કર્ણ હોય છે અને બે ક્ષેપક હોય છે, કર્ણકો શરીર તેમજ ફેફસામાંથી લોહી સ્વીકારે છે અને આ લોહીને ક્ષેપકોમાં ધકેલે છે. આ ક્ષેપકોએ લોહીને પાછુ આખા શરીરમાં તેમ જ ફેફસામાં મોકલે છે. એ રીતે કર્ણકો અને ક્ષેપકો પંપનું કામ કરે છે ને લોહી ફરતું રાખે છે. જો આ ક્ષેપક ઉપર વધુ પડતો બોજ પડે તો હ્રદય ધીમે ધીમે નબળુ પડી જાય છે. વિશાળ મહાધમની (એઆર્ટો) અને ફેફસાની ધમની (પલ્મોનરી) આર્ટરી માં લોહીને ધકેલવા માટે ક્ષેપકો સંકોચાય છે. વાલ્વની ખોલ બંધને કારણે લોહીનો પ્રવાહ સાચી દિશામાં જળવાઇ રહે છે.
કોફીન ડ્રગના સેવનની ટેવવાળા માણસનું હ્રદય શરીરમાંથી બહાર કાઢયા બાદ પણ રપ મિનિટ ધબકતું રહે છે: દરિયા ઇજીવ ઓકટોપસને ત્રણ હ્રદય હોય છેજમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ટ્રાયકસ્પીડ વાલ્વ હોય છે અને ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે માઇટ્રલ વાલ્વ હોય છે. એક વાત સમજવાની જરુર એ છે કે લોહી હમેશા કર્ણકમાંથી ક્ષેપકોમાં જાય છે. ધારો કે એ ઊંધી દિશામાં જાય તો એ બિમારીનું લક્ષણ કહેવાય છે.
હ્રદયમાં કુલ ચાર વાલ્વ હોય છે. જો એકની કાર્યક્ષમતા ઘટી જાય તો એ બીમારી નોતરે છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને વર્લ્ડ હાર્ટ ફેડરેશન દ્વારા 2025 સુધીમાં હ્રદય રોગને કારણે થતાં મૃત્યુમાં રપ ટકા ઘટાડવાનું લક્ષ્ય આપ્યું છે. હ્રદય રોગ વિશ્વનો નંબર વન કિલર છે. વિશ્વમાં 1999 થી આ હ્રદય દિવસ ઉજવાય છે. 2011 સુધી સપ્ટેમ્બરનાં છેલ્લા રવિવારે ઉજવાતો આ દિવસ 2012 થી ર9 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસની પ્રથમ ઉજવણી ર4 મી સપ્ટેમ્બર 2000 માં કરાય હતી. આ રોગ માટે બેઠાડુ જીવન શૈલી સામાન્ય છે. આ રોગના 80 ટકાથી વધુ મૃત્યુ ઓછી અને મઘ્યમ આવક વાળા વિકાસશીલ દેશોમં થાય છે. આ દિવસે સેમીનારો, કોન્સર્ટ, ફંડ રેઇજીંગ ઇવેન્ટ, દોડ, વોક, સ્પોર્ટસ ઇવેન્ટ, મફત નિદાન કેમ્પો જેવી વિવિધ પ્રવૃતિ અને જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાય છે.
જાણો હ્રદયના રોચક તથ્યો
મા ના પેટમાં ચાર અઠવાડીયાની સગર્ભા અવસ્થા પછી બાળકનું દિલ ધબકવા લાગે છે. આપણું હ્રદય છેડા ઉપર નથી પણ છાતીની વચ્ચે છે. હ્રદયની એક ધડકન 70 મિલી અને એક મિનીટમાં 4.7 લીટર અને આખા દિવસમાં 1750 લિટર સાથે આપણા જીવનમાં લગભગ 16 કરોડ લીટર લોહી પંપ કરે છે, જેની તુલના એક નળ 45 વર્ષ સુધી ખુલ્લા રહેવા બરોબર છે. તમારૂ હ્રદય શરીરમાંથી અલગ થયા પછી પણ ત્યાં સુધી ધબકતું રહે છે. જયાં સુધી જરુરી પ્રમાણમાં ઓકિસજન મળતું રહે છે. અત્યાર સુધીમાં દુનિયામાં સૌથી ઓછા ધબકારા ર6 પ્રતિ મીનીટ અને સૌથી વધુ 480 ધબકારા પ્રતિ મિનીટ નોંધવામાં આવ્યા છે. જેવું ગીત સાંભળો તે મુજબ તમારા હ્રદયના ધબકારા પણ બદલાય છે. રોજ તમારું હ્રદય એટલી શકિત ઉત્પન્ન કરી શકે છે કે જે શકિતથી એક ટ્રકને 3ર કી.મી. ચલાવી શકાય છે.
હ્રદયનું કેન્સર બહુ રેર કેસમાં જોવા મળે !!
હ્રદયનું નબળું પડયું ફૂલાવું, મોટું થવું જેવી વિવિધ સમસ્યા વચ્ચે તેના કેન્સરના બહુ રેર કેસ જોવા મળે છે, એનું કારણ હાર્ટ બહાર લોહીનું દબાણ કરે તો લોહી 30 ફૂડ ઉપર ઊંચુ જઇ શકે છે .ઇસીજી મશીનની શોધ 1903 થઇ હતી.
આખા જીવનમાં હ્રદય 2.5 અબજ વખત ધબકે !!
આપણાં હ્રદયનું વજન 250 થી 350 ગ્રામ હોય છે, અને તે 12 સે.મી. લાંબુ, 8 સે.મી. પહોળુ અને 6 સે.મી. ઉંચુ હોય છે. જેનો આકાર તમારા બન્ને હાથની મુઠી જેવો હોય છે. હ્રદય એક મિનીટમાં 72 વખત અને આખા દિવસમાં લગભગ 1 લાખ વખત અને, આખા જીવનમાં 2.5 અબજ વખત ધબકે છે. પુરૂષ અને સ્ત્રીના હાર્ટ એટેકના લક્ષણો જુદા જુદા હોય છે. આપણું દિલ શરીરના 75 ટ્રીલીયન સેલ્સને લોહી મોકલે છે. ધબકારાનો થુમ્પ- થુમ્પ અવાજ હ્રદયના ચાર વાલ ખોલ બંધ થવાથી થાય છે. ત્રણ હજાર વર્ષ પહેલા સંગ્રહિત મમીમાં પણ હાર્ટની બિમારી જોવા મળી હતી.