રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા વાચન પરબમાં ‘પારિવારિક જીવન વિશેની શીખ’ની ભાવયાત્રા કરાવી
સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રથમ મલ્ટીસ્ટેટ શેડ્યુલ્ડ બેંક, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા વાચન પરબ ચાલી રહ્યું છે. તેના 56માં મણકામાં રોબિન શર્મા લિખિત ‘ફેમીલી વિશડમ’નો ગુજરાતી અનુવાદ ‘પારિવારિક જીવન વિશેની શીખ’નું આકાશવાણીના ઉદ્ઘોષક-લેખક-વક્તા-વાંચન રસિક-શિક્ષણ સલાહકાર-કારકિર્દી માર્ગદર્શક સલીમ સોમાણીએ બેંકની રાજકોટ ખાતેની હેડ ઓફિસ ‘અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય’માં રસપાન કરાવેલ હતુ.સલીમ સોમાણીએ રજુ કરેલ વક્તવ્યની સંક્ષિપ્ત ઝલક, ‘આ પુસ્તકનો ઘણી બધી ભાષામાં અનુવાદ થયો છે.
રોબિન શર્માએ વાર્તા સ્વરૂપે ખૂબ જ સરસ વાત રજુ કરી છે. દરેક કુટુંબ બરાબર હોય તો આખો દેશ સમૃદ્ધ બને છે. આપણામાં રહેલ બાળકને હંમેશા જીવંત રાખો. પ્રસન્નતાનો પર્યાય બનીએ. નાની ક્ષણોનો સરવાળો ખુશીઓને લાવે છે. જો તમારે સુખી થવું હોય તો અન્યોને સુખી કરવા જોઇએ. બાળકોને ખીજાવાને બદલે તેની એવી રીતે તૈયાર કરો કે તેની અંદરનું નેતૃત્વ ખીલી ઉઠે. બાળકનું આત્મસન્માન ક્યારેય ન ઘવાવું જોઇએ. પ્રશંસા જાહેરમાં કરો અને ખીજાવાનું અંગતમાં રાખો. જ્યારે ખૂબ ગુસ્સો આવેને ત્યારે મૌન રહેવું જોઇએ.
આ વાંચન પરબમાં જીમ્મીભાઇ દક્ષીણી (વાઇસ ચેરમેન), ડિરેકટરગણમાંથી જીવણભાઇ પટેલ (પૂર્વ વાઇસ ચેરમેન), ટપુભાઇ લીંબાસીયા (પૂર્વ વાઇસ ચેરમેન), ડાયાભાઇ ડેલાવાળા (પૂર્વ વાઇસ ચેરમેન), અર્જુનભાઇ શિંગાળા ઉપરાંત વિવિધ શાખા વિકાસ સમિતિનાં ક્ધવીનર, સહ-ક્ધવીનર, સદસ્યો, ડેલીગેટ, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ડિરેકટર ટપુભાઇ લીંબાસીયા અને અર્જુનભાઇ શિંગાળાએ સલીમ સોમાણીને પુસ્તક-ખાદીનો રૂમાલ ભેટ આપી સન્માન ર્ક્યું હતું. કાર્યક્રમનું સરળ-સફળ અને રસપ્રદ સંચાલન ધનંજય દત્તાણીએ ર્ક્યું હતું.