જૂનમાં નિવૃત્ત થતા પી.કે. પૂજારીને સ્થાને મહારાષ્ટ્ર કેડરના ઓફિસરની પસંદગી
ભારત સરકારના ઊર્જા સચિવ પદેી ગુજરાત કેડરના ૧૯૮૧ બેચના આઈએએસ ઓફિસર પી.કે.પૂજારી જૂન-૨૦૧૭માં વય-નિવૃત્ત શે. તેમના સને નિયુક્તિ માટે ભારત સરકારે મહારાષ્ટ્ર કેડરના એક ઓફિસરની પસંદગી પણ કરી લીધી છે. જ્યારે બીજીબાજુ ભારત સરકારમાં ગુજરાત કેડરના ઘટતાં કવોટાને સરભર કરવા માટે ગુજરાત કેડરના ૧૯૮૫ બેચના ચાર આઈએએસ ઓફિસરોને એકીસો એમ્પેન્લ્ડ કરી દેવામાં આવ્યા છે. જોકે, તેમાંી ૧૯૮૫ બેચના અતાનુ ચક્રવર્તી અને જી.સી.મુર્મુ તો હાલ ભારત સરકારમાં જ સેવા આપી રહ્યાં છે. રાજ્યમાં હાલ ૧૯૮૫ બેચના આઠ આઈએએસ ઓફિસરો છે. તેમાંી ચાર ઓફિસરોને હવે ભારત સરકારમાં જ સેવા આપવી પડશે.
દેશમાં આઈએએસ ઓફિસરોની કુલ મંજૂર યેલી સંખ્યા ૬૩૯૬ જેટલી જરૂર છે પરંતુ તેમાંી માત્ર ૪૯૨૬ ઓફિસરો જ સેવામાં છે. જ્યારે આઈએએસ ઓફિસરોની ૧૪૯૦ જેટલી જગ્યાઓ ખાલી છે. એવી જ રીતે ગુજરાત જેવા ૬.૫ કરોડની વસતિ ધરાવતા મધ્યમ કદના રાજ્યના વહીવટ માટે આઈએએસ ઓફિસરોની કુલ ૨૯૭ જેટલી જગ્યાઓ મંજૂર યેલી છે પણ-તેમાંી ૨૨૭ જગ્યાઓ ભરાયેલી છે અને આશરે ૭૦ જેટલી જગ્યાઓ ખાલી છે. તેનું પરિણામ એ આવ્યું છે કે, રાજ્યના વહીવટી તંત્રમાં મહત્વના સંખ્યાબંધ પદો ઉપર સિનિયર આઈએએસ ઓફિસરો ઈનચાર્જ તરીકે કામ કરી રહ્યાં છે. સ્વાભાવિક રીતે જ તેની વિપરિત અસર રાજ્યના વહીવટ ઉપર પણ પડી રહી છે.
હાલના તબક્કે ભારત સરકારમાં ગુજરાત કેડરના ૧૬ જેટલા આઈએએસ ઓફિસરો સેવા આપી રહ્યાં છે. એમાંી ૧૯૮૧ બેચના પી.કે.પૂજારી ૧૨મી, જૂન-૨૦૧૭ અગાઉ વય-નિવૃત્ત વાના છે. પી.કે.પૂજારીની નિવૃત્તિ બાદ સપ્ટેમ્બર-૨૦૧૭માં જ ગુજરાત કેડરના ૧૯૮૨ બેચના આઈએએસ ઓફિસર તપન રે પણ વય-નિવૃત્ત વાના છે. તેઓ પણ હાલ ભારત સરકારના કોર્પોરેટ અફેર જેવા અત્યંત મહત્વના મંત્રાલયમાં સચિવના પદે કાર્યરત છે.એવી જ રીતે નવેમ્બર-૨૦૧૭માં ગુજરાત કેડરના ૧૯૮૨ બેચના જ અન્ય આઈએએસ ઓફિસર ડો. અમરજીતસિંઘ પણ વય-નિવૃત્ત વાના છે. આ ચાલુ વર્ષમાં ભારત સરકારમાં સેવા આપી રહેલા ત્રણ-ત્રણ આઈએએસ ઓફિસરો વય-નિવૃત્ત વાના છે ત્યારે ભારત સરકારમાં ગુજરાત કેડરના આઈએએસ ઓફિસરોના ક્વોટાને સાચવવા માટે આગામી દિવસોમાં ગુજરાતમાંી અન્ય આઈએએસ ઓફિસરોને પણ એમ્પેન્લ્ડ કરાશે તે નક્કી છે.
અનિલ મુકીમ, અતાનુ ચક્રવર્તી, આનંદ મોહન તિવારી અને જી.સી. મુર્મુને ભારત સરકારે તેની સેવામાં કાર્યરત વા એમ્પેન્લ્ડ કર્યા છે. આ અગાઉ ભારત સરકારે રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘને પણ એમ્પેન્લ્ડ કરેલા છે. જ્યારે પી.કે. પૂજારી, રીટા તિવેટિયા, ડો.હસમુખ અઢિયા, તપન રે, ડો.અમરજીત સિંઘ, અતાનુ ચક્રવર્તી, જી.સી. મુર્મુ, ગુરુપ્રસાદ મોહપાત્ર, રાજકુમાર, આર.પી. ગુપ્તા, એ.કે. શર્મા, અનિતા કરવલ,વી. ીરુપુગાસ, રાજીવ ટોપનો, ડો.રાજેન્દ્ર કુમરા, હાર્દિક શાહ ગુજરાત કેડરના આઇએએસ ભારત સરકારમાં છે.