• બરડા ડુંગરમાં એક અલૌકિક માતાજી (દીગંબર) રહે છે કોઈને કે દૂરથી દેખાય છે પરંતુ નજીક જતા અદ્રશ્ય થઈ જાય છે!

સને 1990-91ની સાલ માં પોરબંદરની કાયદો અને વ્યવસ્થાની વિચિત્ર અને હાલક ડોલક પરીસ્થિતી વખતે હું રેલ્વે પોલીસમાંં ફરજમાંં હતો ત્યારે મારા મિત્ર ફોજદાર જે. કે ઝાલા (અડવાળ) નો મારી ઉપર ટેલીફોન આવ્યો કે પોરબંદર જીલ્લાના  પોલીસ વડાને કાર્યદક્ષ ફોજદારોની જરૂરત છે. અન્ય ફોજદાર મિત્રો કે.આર.ભૂવા, કે.ડી. પરમાર, પી.વી. ગોહિલ અને આર.એફ. ગોહિલએ પોરબંદર આવવાની સહમતી આપી છે. તમારે આવવું છે? મિત્રો સાથે જવાની ઈચ્છા કોને ન થાય ? મેં તુરંત જ હા’ પાડી દીધી અને ટુંક સમયમાં જ  મારો પોરબંદર જિલ્લામાં  નીમણુંક હુકમ થયો. સહજ રીતે કોઈ પણ પોલીસ વડા જો આવનાર ફોજદાર રાજકીય છેડા લગાડીને આવ્યો ન હોય તો   એકાદ મહિનો કંટ્રોલરૂમમાં નીમણૂંક આપી તેની કાર્યદક્ષતા, કક્ષા અને ડેરિંગ વિગેરે જોઈ તપાસી નીમણુંક આપતા હેાય છે. મિત્ર ઝાલા તો એકાદ મહિના પહેલા આવી ગયા હતા અને તેઓ લોક્લ ક્રાઈમ બ્રાંચ પોરબંદર જીલ્લા તરીકે  ફરજ બજાવતા હતા. સહજ રીતે મારો ઉતારો પણ તેમની જોડે ભોજેશ્ર્વર ગેસ્ટ – હાઉસ રૂમનં-1 કે જેમાં અગાઉ  વિશ્ર્વ વિખ્યાત સંત સ્વામી વિવેકાનંદ અગીયાર મહિના સુધી રાજના મહેમાન તરીકે આ ભોજેશ્ર્વર ગેસ્ટ હાઉસ રૂમ નં. 1માં રોકાયેલા હતા. અમે રોકાયેલા ત્યારે જિલ્લા પંચાયતનું  પથિકાશ્રમ હતુ અને હાલ આ ગેસ્ટ હાઉસ રામક્રિશ્ર્ન મીશનને સોપાયેલું છે અને સ્વામી વિવેકાનંદનું સ્મારક  સંસ્થાન બન્યું છે.

આ રૂમનં-1 રાજાશાહી વખતનો રજવાડી પધ્ધતીનો વિશાળ રૂમ હતો વિશાળ દરવાજા- બારીઓ અને બે વિશાળ પલંગ હતા. એક બાજુ દરિયા તરફ મોટી બારીઓ મોટો દરવાજો અને  સામેની દીવાલ ઉપર સ્વામી વિવેકાનંદજીનો ઓઈલ પેન્ટનો જીવંત સાઈઝનો ફોટો લગાવેલો હતો. ઉનાળામાં દરિયા  તરફથી એવી ઠંડી હવા આવે કે પંખાની  પણ જરૂર નહીં.  પોસ્ટીંગ સુધી મારે શરૂઆતના દિવસોમાં ફોજદાર ઝાલા સાથે જ કામ કરવાનું હતુ, આ રીતે એકાદ મહિનો પોરબંદર જિલ્લાની ભૌગોલિક, સામાજીક અને ગુન્હાકિય ખાસ તો પોરબંદરની વિવિધ ગેંગોનું યુધ્ધ તથા દરીયાઈ માર્ગે થતી દાણચોરી અંગે વાકેફ  થવાનું હતુ. સહજ રીતે શરૂઆત ના દિવસો માં રઝળપાટ અને દોડાદાડી વધારે રહે જ તેથી મોડી રાત્રી સુધી અલગ અલગ ઓપરેશનોમાંં જ્વાનું થતું.

આ રીતે એક વખત આખી રાત્રી સુધી રઈડો કરી આથી દિવસે બપોરે જમીને આ ભોજેશ્ર્વર ગેસ્ટ- હાઉસ રૂમનં-1 માં બન્ને જણા પોતપોતાના પલંગ ઉપર  દરિયા તરફની બારીઓ તરફ ઓશિકા રાખી વાતો કરતા કરતા સુઈ ગયા.

સ્વપ્ન તો  થાક્યા  હોય તો દિવસે  પણ આવે  તેમ  મને ઉંઘમાં જ સ્વામી વિવેકાનંદજીનું સ્વપ્ન આવ્યુ  અને આંખ  ખુલી જતા હું એકદમ પથારીમાં  બેઠો થઈ ગયો. સામેના પલંગ ઉપર ઝાલા પણ મારી સાથે જ પલંગમાં બેઠા થઈ ગયા ! બન્ને જણા સામે દીવાલ ઉપરના સ્વામી વિવેકાનંદના ફોટા સામે જોતા હતા. ઝાલાને પુછયુ કે કેમ જલ્દી ઉંઘ ઉડી ગઈ? ને તેમણે દીવાલના ફોટો તરફ આંગળી ચિંધીને કહ્યુ કે આનું સ્વપ્ન આવતું હતુ ! મેં પણ મારા સ્વપ્નની વાત કરી. આશ્ર્ચર્યની વાત એ હતી કે  બંનેને  સ્વામી વિવેકાનંદના એક જ સરખા સ્વપ્ન  આવ્યા હતા !  બંને જણા આશ્ર્ચર્ય  ચકિત થઈ ગયા ગમે તેમ પણ જગ્યા અને તપનો પ્રભાવ તો હોય જ છે. તેમ કુતુહલતાથી વાતો કરતા હતા કે સ્વામી વિવેકાનંદ  32 વર્ષના ટુંકા જીવનમાં એક   વર્ષ જેવું આ એક જ જગ્યામાં  રહ્યા હોય તો જગ્યામાં કાંઈક વિશેષ પ્રભાવ તો હોય જ ! પોરબંદર મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ તો ખરી જ પણ તે પહેલા ભગવાન  શ્રી ક્રિશ્ર્નના ખાસ સખા-મિત્ર સુદામાની નગરી પણ  ખરી જ ને ? આમ ધાર્મિક વાતો કરતા કરતા ઝાલાએ વાત કરી કે અહિં આવેલ  બરડો ડુંગર જે હાલમાં અડધો જામનગર જિલ્લામા છે તે જામબરડો કહેવાય છે. અને  પોરબંદરની હદનો ડુંગર રાણાબરડો કહેવાય છે. તેમાં એક અલૌકિક માતાજી રહે છે. દૂરથી  દેખાય છે. પરંતુ નજીકથી કોઈને મળતા નથી! ડુંગર ઉપર જંગલમાં  તળાવોમાં માલધારીઓને દૂરથી દેખાય છે. પરંતુ જંગલમાં નજીક જતા અદ્રશ્ય થઈ જાય છે. ઘણી વખત તળાવના પાણીમાં પણ ઉભા હોય છે. કયારેક કીનારે તો કયારેક  જંગલમાં ફરતા રહે છે. ઘણા વર્ષોથી ફરે છે. પણ કોઈને મળતા નથી !

ઝાલાએ  આગળ વાત કરીકે સને  1984-85માં પોતે  જામનગર જિલ્લા ટાસ્કફોર્સ (તે સમયની દારૂબંધી શાખા)માં હતા ત્યારે જામનગરના મહારાજા જામસાહેબે ખુદ મને કહેલું કે તમે દારૂની રેઈડોમાં  બરડા ડુંગરમાં જતા હશો જેથી તમને માતાજી કયાંક મળી જવા કે દર્શન થવા નો સંભવ છે. તો માતાજી અંગે કાંઈક તમે  પ્રયત્ન કરો  તો સારૂ ! કેમકે  માલધારીઓથી તપાસ કરતા દૂરથી જ દેખાય છે. નજીકથી મળતા નથી. કયાંક ગુફામાં ત્રાંબાના વાસણો વિગેરે મળ્યા છે પણ માતાજી મળતા નથી !

આ બરડો ડુંગર  ભાણવડ તરફનો જામબરડો છે અને દરિયા તરફનો રાણા બરડો છે. આ પોરબંદરના મહારાણાએ પણ જે તે વખતે ખૂબ પ્રયત્ન   કરેલા પરંતુ માતાજી દૂરથી જ દેખાતા હતા. બરડા ડુંગર ઉપર બે દર્શનીય મંદિરો સ્થળો છે.

એક આશાપુરા  માતાજીનું મંદિર જે ઘણા પગથીયા ચડીને   જવું પડે અને બીજુ કીલ્લેશ્ર્વર મહાદેવનું  પૌરાણિક  મંદિર જેમાં ભગવાન શ્રી કિષ્નએ મહાદેવનો સવાલાખ બીલીપત્ર થી અભીષેક કર્યાનો ઉલ્લેખ પૂરાણોમાં છે. તે સિવાય રાણાવાવ  સાઈડમાં આવેલો ફોદાળા ડેમ વિગેરે પણ દર્શનીય સ્થળો છે. તથા રામાયણ અને મહાભારત સમયની જાંબુવાન ગુફા પણ છે.

ઝાલાએ કહ્યું કે  તે સમયે પોતે બરડામાં રેઈડો માટે જતા  ત્યારે પોતે માતાજીના દર્શન કરવા ખૂબ પ્રયત્નો કરેલા પરંતુ માલધારીઓથી ફકત દિશાના વાવડ મળતા પણ દૂરથી પણ દર્શન થયેલા નહીં.

થોડા  દિવસોમાં મારો  નીમણુંક  હુકમ બગવદર (પોરબંદર તાલુકા) પોલીસ સ્ટેશનમાં થયો જે વિસ્તારને  સ્થાનિક લોકો ‘બરડો’ તરીકે જ ઓળખે છે.  આથી ફોજદાર ઝાલાએ કહ્યું હવે  તમે જયારે બરડાના પોલીસ સ્ટેશનમાં  જાવ છો તો પેલા માતાજી વાળી વાત યાદ  કરીને કહ્યું કે ડુંગરમાં જાવ તોડુંગર વાળા માતાજીના દર્શન થાયતેવો પ્રયત્ન કરજો કેમકે મને લાગે છે કે  કદાચ તમને દર્શનનોલાભ મળી જાય !

મારી  બગવદર પોલીસ થાણામાં   નીમણુંક  થતા ફરજ ઉપર  હાજર થઈ ગયો અને દોેઢેક વર્ષ સુધી અનેકપ્રકાર પ્રશ્ર્નો ગેંગવોર-જી.પંચાયત પ્રમુખનું ખુન, દાણચોરીઓ અને અનેક પ્રકારના  રાજકિય  આટાપાટાને  અંતે મારી બદલી અમરેલી જિલ્લામાં  થઈ ગઈ. આ  સમય દરમ્યાન કયારેય માતાજીના દર્શનકે તપાસ કરવાનો સમય પણ મળ્યો નહી. બાળકોને સ્કુલની પરીક્ષાઓબાકી હોય કુટુંબતો બગવદર જ રાખવું પડે તેમ હોયહું  પાળ-પીપળીયા ગામેથી મારા ફઈબા રહેતા હોય  તેમને વિનંતી કરતા તેઓ રાજીથઈ  ને મારી સાથે પોરબંદર-બગવદર આવ્યા. હું પોરબંદરથી છૂટો થઈ અમરેલી જિલ્લાના બાબરા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો.

  • ‘પ્રત્યેક  આત્મા  અપ્રગટ રૂપે પરમાત્મા છે’ પરંતુ ધ્યેય છે. બાહ્ય તેમજ આંતર પ્રકૃતિ ઉપર કાબુ મેળવીને અંદર રહેલા આ પરમાત્માભાવને પ્રગટ કરવો.
  • એ તમે કર્મ દ્વારા  કે ઉપાસના દ્વારા કે યોગ દ્વારા કે   તત્વજ્ઞાન દ્વારા કરો.  એક દ્વારા કે  એકથી વધારે દ્વારા કે આ  બધા દ્વારા કરો  અને મૂકત થાઓ.
  • ધર્મનું  સમગ્ર તત્વ આ છે. સિધ્ધાંતો  કે સાંપ્રદાયિક માન્યતાઓ કે કર્મકાંડ, કે  શાસ્ત્ર ગ્રંથો કે મંદિરો, કે મૂર્તિઓ,   એ બધા ગૌણ વિગતો માત્ર છે.
  • (સ્વામી  વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ-3)
  • ‘અશિતય ફૂફસય । મજ્ઞ ક્ષજ્ઞિં તજ્ઞિાં શિંહહ વિંય લજ્ઞફહ શત યિફભવયમ”
  • (ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ  સુધી મંડયા રહો)- સ્વામી વિવેકાનંદ.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.