શિક્ષણમાં હાલ વર્ષમાં ત્રણ વાર બાળકોનું મૂલ્યાંકન થાય છે, એના માટે હાલ નિદાન અને ઉપચારાત્મક શિક્ષણનો વર્ગખંડમાં ધીરે ધીરે ઉપયોગ વધી રહ્યો છે

કોરોનાને કારણે બાળકોના મૂલ્યાંકન માટે ધો. 6 થી 8 ના બાળકોનુ મૂલ્યાંકન કસોટી ચાલુ છે. ધો. 1 થી પ ના છાત્રોને વોટસ એપ માઘ્યમથી કસોટી લેવાઇ રહી છે. આવી જ રીતે ધો.9 થી 11 ની કસોટી પણ લેવાઇ રહી છે. ધો. 10-1ર ના છાત્રોની મેના પ્રથમ વિકમાં કસોટી લેવાશે. શિક્ષણમાં હાલ વર્ષમાં ત્રણ વાર બાળકોની મૂલ્યાંકન કસોટી લેવાય છે. ખાનગી શાળામાં તો વિકલી,  પખવાડી કે માસિક એકમ કસોટી પણ લેવાય છે. આ કસોટી પાછળનો હેતુ બાળકોના શિક્ષણમાં ઉણપો અને નબળાઇઓના સ્વરૂપની પરખ કરવાની પ્રક્રિયા છે. વિદ્યાર્થી શેમાં કાચો છે કે તેને શું નથી આવડતું તે શિક્ષકને મુલ્યાંકન કસોટી દ્વારા જ ખબર પડે છે.

બાળકોનું મૂલ્યાંકન સતત અને સર્વગ્રાહી હોવું જરૂરી છે. આજના યુગમાં હવે વર્ગખંડોમાં નિદાન અને ઉપચારાત્મક શિક્ષણની વિવિધ ટેકનીકનો ઉપયોગ થવા લાગ્યો છે. કોરોનાને કારણે શાળા બંધ હોવાથી કોર્ષમાં ઘટાડો કરીને ઓફશીલ પ્રશ્ર્નો વધારીને પણ મૂલ્યાંકન તો કરવું જ જ પડશે. બાળકનું નિદાન જેટલું સચોટ થાય તેટલો જ તેનો શૈક્ષણિક વિકાસ થાય છે.

બાળકોનું મૂલ્યાંકન સતત અને સર્વગ્રાહી હોવું જરૂરી છે. આજના યુગમાં હવે વર્ગખંડોમાં નિદાન અને ઉપચારાત્મક શિક્ષણની વિવિધ ટેકનીકનો ઉપયોગ થવા લાગ્યો છે. કોરોનાને કારણે શળા બંધ હોવાથી કોર્ષમાં ઘટાડો કરીને ઓફશ્નલ પ્રશ્ર્નો વધારીને પણ મૂલ્યાંકન તો કરવું જ પડશે. બાળકનું નિદાન જેટલું સચોટ થાય તેટલો જ તેનો શૈક્ષણિક વિકાસ થાય છે.

શિક્ષણની ગુણવત્તાનું સ્તર ઊંચુ લાવવું હોય કે અસરકારક વધારવી હોય અને કેળવણીએ જીવંત બનાવવી હોય તો ચીલાચાલુ શિક્ષણ પઘ્ધતિઓને બદલે નવીન શિક્ષણ અભિગમોને વર્ગમાં સ્થાન આપવા સેમીનાર, પેનલ ચર્ચા, વર્કશોપ, માઇકોટીચીંગ જેવી પ્રયુકિતઓનો ઉપયોગ વઘ્યો છે તેની સાથે તેનું મુલ્યાંકન કરવા માટે નિદાન અને ઉપચારાત્મક શિક્ષણનો વર્ગખંડમાં ઉપયોગ ધીરે ધીરે વધી રહ્યો છે.

આપણા વડીલો કહેતાં કે રોગ ન થાય તે માટે ત્રણ પ્રકારની કાળજી રાખવી જોઇએ,

* રોગ જ ન થાય તેવા પ્રયત્નો કરવો.

* જો રોગ થઇ જાય તો તે દૂર રીતે કરી શકાય તેવો પ્રયત્નો અને

*  જો રોગ દૂર પણ ન થાય તો તે ત્યાં જ અટકે અને વધે નહીં તેવા પ્રયત્નો કરવાં.

આજ વિચાર, આજ કાળજીઓની જરુર શિક્ષણમાં ઘણી જણાય છે અને તે માટે જ આરોગ્ય વિજ્ઞાનને શબ્દ ‘નિદાન’ (ઉહફલક્ષજ્ઞતશત)

નો ઉપયોગ આપણે કરતાં થયા છીએ, દર્દીના ઉપચારો કરતાં પહેલાં ડોકટર તેનું નિદાન કરે છે એટલે કે કયો રોગ છે? કેટલા પ્રમાણમાં છે? શેના લીધે થયો કે? વગેરે આ નિદાનને આધારે દર્દીની સારવાર કરવામાં આવે છે. અહીં એક વાત યાદ રાખવી જોઇએ કે જેટલું નિદાન ચોકકસ તેટલી સારવારની દિશા વધુ યોગ્ય

નિદાન એટલે શું ?:-

‘અઘ્યયનની ઉણપો અને નબળાઇઓના સ્વરૂપની પરખ કરવાની પ્રક્રિયા એટલે જ નિદાન કાર્ય’

– એલ.જે. બુકનર

આ નિદાન એટલે નિર્ધારિત એકમના શિક્ષણ બાદ, વિઘાર્થી શેમાં કાચો છે? કઇ બાબત બરાબર નથી સમજાઇ? આવડતું હોવા છતાં કેમ રજુઆત નથી કરી શકતો? આ દરેક પ્રશ્ર્નોના પ્રત્યુતર મેળવવાની પ્રક્રિયા

કૃષ્ણ ગોપાલ રસ્તોગીના મતે ‘બીજો પાઠ ભણાવતાં પહેલા પ્રથમ પાઠની તપાસ, ત્રીજો પાઠ ભણાવતાં પહેલાં પ્રથમ અને બીજા પાઠની તપાસ કરવી જોઇએ જેથી વિઘાર્થીઓ ભૂલ તરફ સાવધાન રહે છે. તેમની ભૂલોનો, શુદ્રતાનો પૂરતો અભ્યાસ થઇ શકે છે. તેમના અભ્યાસમાં દિવસે દિવસે ભૂલો ઓછી થતી જાય છે. આત્મવિશ્ર્વાસમાં વૃઘ્ધિ થાય છે’

નિદાનનો અર્થ શિક્ષક ગોખવા જેવા માહિતીલક્ષી પ્રશ્ર્નો વર્ગમાં પૂછે અને વિઘાર્થીઓને ન આવડે તો ફરી ફરી ગોખાવે યાદ રાખવા કે વારંવાર લખવા જણાવે તેમ નથી. નિદાન તો વિઘાર્થીઓની સમજનું, શિક્ષણ પ્રક્રિયાનું કે અઘ્યયન સોપાનનું કરવાનું છે જેમ કે વિઘાર્થીઓની નોટ તપાસતા જણાયું કે વિઘાર્થીઓને અનુસ્વાર કયાઁ મૂકાય તેની સમજ નથી તો તેની પાછળનું કારણ શોધવું તે નિદાન

નિદાન એટલે વિઘાર્થીઓની શીખવાની પ્રક્રિયામાં અવરોધરૂપ બાબતો તથા તે અંગેની મુશ્કેલીઓ શોધી તેના મુળ કારણોની શોધ કરવી. નિદાન કરીને ઉપચારકાર્ય દ્વારા વિઘાર્થીઓની ભૂલો સુધારવાથી વિઘાર્થીઓમાં અઘ્યયન બાબતે તથા જીવન શૈલીમાં ભૂલ રહિત શીખવાની આદત પડે છે શિક્ષક પણ વિઘાર્થીઓની મુશ્કેલીઓ, શીખવાની પઘ્ધતિઓ તથા શૈક્ષણિક સિઘ્ધિમાં અસર કરતી ભૂલોથી પરિચિત થાય છે. જેથી ભણાવતી વખતે તે સાવધાન રહી શકે છે. અને વિઘાર્થીઓને પણ સાવધાન રાખી શકે છે. કોઇએ કહ્યું છે તેમ કે રોગ માટેની સાવધાની એ તેના ઉપચારથી તો સારી જ હોય છે.

નિદાન શા માટે:-

વિઘાર્થીઓમાં અઘ્યયન દરમિયાન રહેલી કચાશ શોધવા, વિઘાર્થીઓથી ભૂલ કયાં થાય છે તે શોધવા, વિઘાર્થીઓથી થતી ભૂલોના સંભવિત કારણો જાણવા, પૂર્વજ્ઞાન અંગેની કચાશ હોય તો જાણી, પારખી દૂર કરવા, નિદાન થતું હોવાની ઉપચાર અંગે વિચારણા કરવા, વિઘાર્થીઓ સમયાંતરે થતા નિદાનથી ભુલરહિત શીખે તે જાણવા, શિક્ષણમાં પણ નિદાન ઉપચારની નવી પ્રયુકિતઓ વિકસે તે માટે, શિક્ષણ વિઘાર્થી કેન્દ્રી બને તે માટે

નિદાન કઇ કઇ બાબતોનું કરવું ?:-

નિદાન નિમ્નલિખિત બાબતોનું થઇ શકે.

અઘ્યયન સંબંધિત, આયોજન સંબંધિત, અઘ્યાપન સંબંધિત, પૂર્વજ્ઞાન સબઁધિત નબળાઇઓ, પ્રર્વતમાન વિષયવસ્તુ સબંધિત નબળાઇઓ જેવી કે, નિયમો, સિઘ્ધાંતો, સૂત્રોનો ઉપયોગ, પ્રક્રિયાઓ, ખ્યાલો, જોડાણી, ઉચ્ચાર, રજુઆતની શકિત, ભાષાશકિત શબ્દ ભંડોળ, અર્થગ્રહણ ક્ષમતા, વાચન, લેખન, ગણન અને કૌશલ્ય વિષયક બાબતો વગેરે…..

નિદાન કેવી રીતે થઇ શકે?:-

વર્ગમાં ભણાવતી વખતના શિક્ષણના અવલોકનના આધારે, વિઘાર્થીઓને આપેલ ગૃહકાર્યની ચકાસણી દ્વારા, પરીક્ષામાં ઉત્તરવાહીનું મૂલ્યાંકન કરીને, શિક્ષકોની તથા શિક્ષક અને વિઘાર્થીઓની વર્ગવ્યવહાર સમયે વિઘાર્થીની નિષ્કિયતા દ્વારા, નિદાન કસોટી દ્વારા, વિઘાર્થીઓના પ્રગતિપત્રક દ્વારા, વાલીઓ, મિત્રો અને અન્ય શિક્ષકોની ફરીયાદ દ્વારા

નિદાન કરવા માટેના સાધનો:-

વર્ગ શિક્ષણ દરમિયાન જુદા જુદા તબકકે પ્રશ્ર્નતરી, મૌખિક, લેખીત, પ્રાયોગિક કસોટીઓ લેવી, અવલોકન દ્વારા, વર્ગ- વ્યવહારના વિશ્ર્લેષણ દ્વારા, વાર્તાલાપ દ્વારા, વર્ગકાર્ય, ગૃહકાર્ય તપાસીને, પૂર્વે થયેલા સંશોધનના તારણોના વિશ્ર્લેષણ દ્વારા

નિદાન કસોટછીની લાક્ષણિકતાઓ કઇ કઇ છે?

શું આવડે છે ને બદલે શું નથી આવડતું તે જોવું, કોઇ એક સંકલ્પના, એક પ્રક્રિયા કે કોઇ એક જ કૌશલ્યને ઘ્યાનમાં રાખવું, જે તે ક્ષમતાની કચાશ હોય તેવી ક્ષમતાઓનું ઊંડાણપૂર્વકના વિષયયુકત માટેના પ્રશ્ર્નો પસંદ કરીને પછી જ કસોટીની રચના કરવામાં આવે છે., નિદાન કસોટીમાં વિઘાર્થીઓમાં કચાશ કયાં છે? અને કેવા પ્રકારની છે ? તે શોધી શકાય છે., પ્રશ્ર્નોના પ્રકાર મોટા ભાગે અનાત્મલક્ષી અને ટુંક જવાબી હોય, સમગ્ર કાર્યમાં પ્રક્રિયાને વિશેષ મહત્વ આપવામાં આવે, એકમ દીઠ નિદાન કસોટીની રચના કરવી.

કચાશના કારણો કયા કયાં હોઇ શકે?:-

માનસિક ક્ષમતા, શાળાનું વાતાવરણ, મિત્ર વર્તુળ, સ્વપ્રેરણા, પાયાના ખ્યાલો, અભ્યાસ ટેવો, વાલીની જાગૃતિ

શિક્ષક સંબંધિત કારણો:-

વિષયવસ્તુનું અપૂરતું જ્ઞાન, નકારાત્મક વલણો, શૈક્ષણિક સાધન સામગ્રીના ઉપયોગની અણઆવડત, પઘ્ધતિઓના ઉપયોગની અણઆવડત

શૈક્ષણિક સાધન સામગ્રીનો અભાવ, સુદ્દઢીકરણનો અભાવ

અભ્યાસક્રમ પાઠયપુસ્તક સંબંધિત કારણો:-

વધુ અપેક્ષાઓ, મુદ્દાઓમાં ક્રમિકતાનો અભાવ, ચિત્રો, નકશા, આકૃતિઓની ગુણવત્તાનો અભાવ, વિષયવસ્તુમાં અર્થગ્રહણ, રજુઆત ભાષા રજુઆતમાં આરોહ-અવરોહનો અભાવ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.