રામકૃષ્ણ સંધનાં દેશવિદેશનાં ૨૨ કેન્દ્રોમાંથી ગુજરાત રાજયમાં રાજકોટ, લીંબડી, પોરબંદર અને વડોદરા એમ ચાર કેન્દ્રો છે. આના મંગલદિને પાંચમાં કેન્દ્રરૂપે ‘રામકૃષ્ણ મઠ, અમદાવાદ’ અસ્તિત્વમાં આવ્યો છે, જો કે અત્યારે તે કેન્દ્ર શ્રીરામકૃષણ આશ્રમ, રાજકોટના પેટા કેન્દ્ર રૂપે કાર્ય કરશે.
આ જાજરમાન સમારંભમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ,
તથા વિધાન સભ્યો શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નિર્મલાબેન વાધવાણી અને અમદાવાદના મેયર શ્રી ગૌતભાઈ શાહ તેમજ સમગ્ર,
રામકૃષ્ણ મઠ મિશનના મહાસચિવ સ્વામી સુવીરાનંદ મહારાજ તથા મિશનના અન્ય સ્વામીજીઓ અને પ્રતિષ્ઠિત નાગરિકો
ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાસંગિક ઉદ્બોધનમાં રાજકોટ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંજીએ જણાવ્યું હતું કે આજની ઘડી રળીયામણી છે.
સ્વામી વિવેકાનંદ વર્ષ ૧૮૯૧માં ગુજરાતમાં પ્રથમ અમદાવાદમાં આવ્યા ત્યારે તે વખતના ઉપ ન્યાયમૂર્તિ શ્રીલાલશંકર ઉમિયાશંકર વાડીના નિવાસ સ્થાને અને ટાઉન હોલની પાછળ એલીસબ્રિજ ખાતે પણ રહ્યા હતા. આ ઈમારતો આજે પણ મોજૂદ છે.
આ ઇમારતો મિશનને હસ્તગત થાય તો આંતરરાષ્ટ્રિય દરજજાનું વિવેકાનંદ સ્મારક બનાવવામાં આવશે.
મઠ મિશનના મહાસચિવ સ્વામી વીરાનંદ મહારાજે અમદાવાદ કેન્દ્રના દસ્તાવેજો સ્વીકારતા જણાવ્યું હતું કે હવે તે રામકૃષ્ણ મઠ, અમદાવાદ તરીકે ઓળખાશે. શિક્ષણ અને સંસ્કૃતિ માનવીને સજજન બનાવે છે. સરકાર તરફથી
અમદાવાદની આસપાસ ૧૦ કિ.મિ. માં રામકૃષ્ણ મઠને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માટે જમીન ફાળવે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે દરેક સત્ કર્મ ઈશ્વરનું કાર્ય હોય છે. દરિદ્રનારાયણની સેવા એ જ સાચો માનવધર્મ છે, આત્મકલ્યાણ સાથે સમાજના કલ્યાણ અને સમગ્ર રાષ્ટ્રના કલ્યાણ વિશે આપણે સૌ વિચારતાં થઈશું તો ગુજરાત કે અહિંસક શાંતિપ્રિય, વિકાસશિલ, રાજય બનશે. યુવાનોના ઘડતર માટે સ્વામી વિવેકાનંદના આદર્શો આજે પણ પ્રાસંગિક અને ઉપયોગી છે. મૂલ્યલક્ષી, સેવાલક્ષી અને સમાજના સવાંગી કલ્યાણ હેતુ રામકૃષ્ણ મઠ, અમદાવાદને જમીન ફાળવવામાટે સરકાર સક્રિય રીતે અવશ્ય સહાય કરશે તેવી આશાભરી વાણી ઉચ્ચારી હતી.
ગુજરાત રાજયના નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઈ પટેલે કહ્યું હતું કે રાજધર્મ અને ધર્મ જુદા નથી. સરકાર અને પક્ષ સંગઠિત થઈને દેશને તેજસ્વી બનાવવા પ્રયત્નશીલ છે, ત્યારે અમદાવાદમાં રામકૃષ્ણ મઠનું કેન્દ્ર અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરીને મહત્ત્વપૂર્ણપ્રદાન કરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અમદાવાદનું આ કેન્દ્ર પૂર્ણકાલીન અને પૂર્ણકદના સેન્ટર તરીકે ઝડપથી વિકસે તેના માટે આવશ્યક ટેકો પૂરો પાડવા સરકારે તેયાર છે.
વરિષ્ઠ સંન્યાસી સ્વામી આદિવાનંદજીએ જણાવ્યું હતું કે તમારા જીવનમાં કંઈક પ્રાપ્ત કરવું હોય તો સ્વામી વિવેકાનંદના
પુસ્તકોનું વાંચન કરો. આ પ્રસંગે સ્વામી આન્મદિયાનંદ (પોરબંદર), સ્વામી ગુણાશ્રયાનંદ (લીંબડી), સ્વામી ઇષ્ટમયાનંદ (વડોદરા) તેમજ ગુજરાતના અન્ય કેન્દ્રોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.