ક્યારેક મનમાં ઉઠતાં અનેક સવાલ
યાદ અપાવે જિંદગીને ફરી એક વાર
જિંદગી વિષે વિચારતાં યાદ આવે આ સવાલ
વર્તમાનને ભૂલી ક્યાં જવું ?
ભવિષ્યનું વિચારી કેમ જીવું ?
ભૂતકાળને કેવી રીતે યાદ કરવું ?
દરેક પળ જીવનનો,
પૂછે મનુષ્યને એક સવાલ?
જીવી બતાવીશ તું ફરી એક વાર?
અનેક સવાલોથી જવાબનો પરિચય કરાવે
જીવનની મંજિલનો રસ્તો દોરી બતાવે
જીવન છે એક અનોખો રસ્તો
દરેક પળને બતાવે એક નવો રસ્તો
આ જિંદગી અપાવે સાચા-ખોટાનો સાર
કરાવે મનુષ્યતાથી માનવતા સુધીનો સાર.