ગણેશ સ્થાપના પછી દરરોજ લોક ડાયરો શ્રીનાથજીની ઝાંખી દાંડીયારાસ ડાન્સ કોમ્પીટેશન પાણીપુરી લાડુ સ્પર્ધા સહિતના કાર્યક્રમો ની વણજાર
ગણપતિ આયો દાદા રીધી સીધી લાયો….ના નાદ સાથે સમગ્ર રાજ્યમાં ગણેશ મહોત્સવની તૈયારીઓને અંતિમ આપવામાં આવી રહી છે ત્યારે રાજકોટના વિશેષ ગણાતા આયોજનમાં “જે કે ચોક”ના શિવ શક્તિ યુવા ગ્રુપ ના ગણપતિ મહોત્સવ કે જ્યાં દરરોજ રાત્રે ભગવાનની મૂર્તિ પ્રદિક્ષણા કરતા જીવંત સફેદ ઉંદરોના પણ દર્શન કરાવવામાં આવશે, આ મહોત્સવ ની તૈયારીમાં કોઈ જાતની કચાસ નહીં રહેતેમ મુલાકાતે આવેલા મુખ્ય આયોજક કુલદીપ સિંહ જાડેજા,બલરાજસિંહ રાણા અને આગેવાનોએ કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે યુનિવર્સિટી રોડ પર આવેલ જે કે ચોકમાં છેલ્લા 14વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
નવ દિવસના ભાતોગળ આયોજન અને કાર્યક્રમોમાં બુધવારે સવારે 10વાગે વિશાળ સુશોભિત ડોમમાં પંડિતોના શાસ્ત્રોકત સાથે ગણપતિ દેવની વિશાળ મુક્તિની સ્થાપના થશે સૌરાષ્ટ્રના સૌ પ્રથમ વખત જીવંત સફેદ ઉદરો ગણપતિની પ્રતિમા ફરતે મુકવાનો પ્રયોગ શિવ શક્તિ યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવેલ છે, લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં દાવેદારી કરી રહેલ સૌરાષ્ટ્ર ગુજરાતના અનુપમ અને વિશેષ ગણપતિ મહોત્સવ માં રાત્રે 8 વાગે ગણપતિ દાદા ની આરતી ની ઝાંખી કરવી એક લાહાવો બની જશે ગણપતિ મહોત્સવ દરમિયાન 31મી તારીખે સત્યનારાયણની કથા રાત્રે 9 વાગે પેલી તારીખે રાત્રે આઠ વાગ્યે મહા આરતી બીજી તારીખે રાત્રે 9 વાગે રામામંડળ ત્રીજી તારીખે પાણીપુરી સ્પર્ધા અને લાડુ સ્પર્ધા ચોથી તારીખે રાત્રે 9 વાગે મયુર બુદ્ધદેવ ગ્રુપના દાંડીયારાસ પાંચમી તારીખે રાત્રે 9 વાગે આશિક ઝરીયા ગ્રુપના શ્રીનાથજી ની ઝાંખી છઠ્ઠી તારીખે બાળકો માટે ડાન્સ કોમ્પીટેશન સાતમી તારીખે રાત્રે 9વાગે લોક ડાયરો માં અપેક્ષા પંડ્યા અને સાગરભાઇ મેસવાણિયા કલા રસ પીરસ છે.
આઠમી તારીખે બ્લડ ડોનેશન કેમ્પ કરાવો કે નાઈટ અને લકી ઇનામી ડ્રો 9 તારીખે સવારે9વાગે બ્રાહ્મણોને શાસ્ત્ર વિધિ સાથે ગણપતિદાદાનું વિસર્જન કરવામાં આવશે જે કે ચોકના ગણેશ સોસોમાં અનેક બહેનો માનતા રાખે છે અને તેમની માનતા અવશ્ય પૂર્ણ થઈ જાય છે તેવી શ્રદ્ધા પ્રવર્તી રહી છે ભાવિકોના ભૂતપૂર્વ ઘસારાને લઈને ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સૌરાષ્ટ્રના ગણપતિ ઉત્સવમાં પ્રથમ ક્રમે વિજેતા થયેલા આ અનોખા ગણેશોમાં આ વર્ષે શહેરના ભાવિક નગરનો માટે અનેક કાર્યક્રમો આકર્ષણ રૂપ બની જશે સમગ્ર ગણપતિ યુવા ગ્રુપ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.