બધા લોકો જાણતા જ હોય છે કે તુલસી અનેક ઔષધીય ગુણોનો ખજાનો છે. એટલા માટે જ ભારતીય સંસ્કૃતિમાં તુલસીના છોડને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. પરંતુ શું તમે જાણો છે કે સવારે ખાલી પેટે રોજિંદા તુલસીવાળા દૂધનું સેવન કરવાથી શરીરમાં કેવા કેવા ફેરફાર થાય છે. તુલસીવાળું દૂધ તમારા શરીરને કોઇપણ જાતની સાઇડ ઇફેક્ટ વગર ચમત્કારીક રીતે નિરોગી બનાવી દે છે.

ગરમ દૂધમાં તુલસીના પાન નાખીને પીવાથી નર્વસ સિસ્ટમનો તણાવ દૂર થઈ જાય છે. આ તમારા સ્ટ્રેસ હોર્મોનને નિયંત્રિત કરે છે અને ડિપ્રેશનથી બચાવે છે.

જો તમને માથાના દુખાવાની ફરિયાદ રહેતી હોય તો દૂધમાં તુલસી ભેળવીને રોજ સવારે પીવો માથાનો દુખાવામાં ઘણી માત્રામાં રાહત થશે.

તુલસી અને દૂધમાં એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોય છે જેના કારણે શ્વાસ સંબંધી બીમારીઓમાં રાહત મળે છે. ઉપરાંત તુલસીવાળું દૂધ ફ્લૂમાં પણ ખૂબ ફાયદો આપે છે. તુલસીમાં રહેલા રહેલા એન્ટિ-ઇન્ફ્લેમેંટરી તત્વોના કારણે ફ્લૂના લક્ષણો દૂર થઈ જાય છે અને શક્તિ મળે છે.

હ્રદયરોગથી પીડાતા લોકો સવારે ખાલી પેટે દૂધ અને તુલસીનું સેવન કરવું જોઈએ. તેનાથી હાર્ટનું હેલ્થ સારુ થશે. તેમજ જો કિડનીમાં સ્ટોન હોય તો પ્રાથમિક તબક્કામાં તુલસી અને દૂધના સેવનથી સ્ટોન ગળી જશે.

તુલસીમાં કેટલાય એન્ટિબાયોટિક અને એન્ટિઓક્સિડેન્ટ હોય છે તો દૂધમાં પણ પ્રોટિન સહિતના પોષક તત્વો હોવાના કારણે કેંસર જેવી ઘાતક બીમારી અને શારિરીક નબળાઈ સામે રક્ષણ આપે છે.

તાવ હોય અડધા લિટર પાણીમાં તુલસીના પાન અને એલચીનો પાઉડર મિક્સ કરીને ઉકાળો. જ્યારે તે ઉકળીને અડધો અડધ જેટલું રહી જાય ત્યારે તેમાં દૂધ અને ખાંડ ભેળવીને કાઢો બનાવો. તેને દર 2-3 કલાક પીવો તમને ફાયદો થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.