કુમકુમ તિલક સાથે બખરલાની ખાનગી શાળામાં શોભનાને તંત્રએ અપાવ્યો પ્રવેશ: પોરબંદર જિલ્લા બાળ સુરક્ષા કચેરીની સરાહનીય કામગીરી

જન્મીજ જે બાળક માતા-પિતાની છત્ર છાયા ગુમાવે તે બાળકનું ભવિષ્ય ધુંધળુ બની જતુ હોય છે એવી આપણા સમાજમાં કહેવત છે. આમ તો વાત સાચી છે પરંતુ જો પરિવારમાં મજબુત મનોબળ હોય અને રાજ્યમાં સંવેદનશીલ સરકાર હોય તો મા-બાપ વગરના બાળકો પણ ઉજ્જવળ ભવિષ્યનું સપનું સાકાર કરી શકે છે. પોરબંદર જિલ્લામાં જિલ્લા વહિવટી તંત્ર, સમાજ સુરક્ષા તથા બાળ સુરક્ષા તંત્ર અને પ્રામિક શિક્ષણ તંત્રએ છેવાડાના વિસ્તારમાં સર્વે કરીને એક અના બાળકીને આર.ટી.ઈ. કાયદા અંતર્ગતધોરણ  ૧માં ખાનગી શાળામાં પ્રવેશ અપાવી સરકારના વંચીતોના વિકાસની વિભાવના ર્સાક કરી છે. પોરબંદર જિલ્લાના કટવાણા ગામની પાંચ વર્ષની શોભના હવે સરકારના ખર્ચે ભણીને આગળ વધશે. વધુમાં બાળકીના ઉછેર માટે મહિને ત્રણ હજાર સહાય પણ મળશે.

વાત એવી છે કે કાટવાણા ગામના વતની મેરૂભાઈ વારંગીયાના પરિવારમાં તા. ૦૧-૦૪-૨૦૧૩ના રોજ દિકરી શોભનાનો જામનગર ખાતે જન્મ થયો હતો. પ્રસુતિની બિમારીમાં શોભનાની માતાનું ડિલેવરીના પંદર દિવસ બાદ મૃત્યુ થયુ હતું. શોભનાની આંખ ખુલે ત્યાંજ માતા મૃત્યુ પામતા પરિવારમાં આઘાત હતો. આ આઘાતમાં જ શોભનાના માતાના મૃત્યુના બે મહિના બાદ તા. ૨૦-૦૬-૨૦૧૩ના રોજ તેના પિતા મેરૂભાઈ વારંગીયાનું મૃત્યું તથા શોભના અના બની ગઈ. ગામમાં અરેરાટી વ્યાપી ગઈ. કહેવાઈ છે કે જ્યારે પરિવાર પર આઘાત આવે છે ત્યારે ઈશ્વર પરિવારમાં કોઈ એકને શક્તિ આપી ભગવાનના સ્વરૂપ ગણાતા બાળકને ઉગારી લે છે. આ બનાવમાં આવું જ બન્યું. શોભનાના દાદીમાં ૭૦ વર્ષના છે. તેમણે શોભનાને કોઈપણ ભોગે મોટી કરીને પગભર કરવા સુધી સમાજમાં મક્કમ મને જીવન જીવીને આ બાળકીની પ્રગતિ માટે સંકલ્પ કર્યો છે. દાદીમાં માલીમાં શોભનાને સગી દિકરીની જેમ વિશેષ વ્હાલ સાથે ઉછેર કરી રહ્યા છે. જોત જોતામાં પાંચ વર્ષ વિતી ગયા આજે શોભના બોલતીઈ ગઈ છે. કાલી ઘેલી ભાષામાં શાળાએ જવાનું કહેતી થઈ છે.

જિલ્લા કલેકટર મુકેશ પંડયાએઆ સંવેદનશીલ બનાવમાં થયેલી કાર્યવાહી અંગે કહ્યું કે રાજ્ય સરકાર સંવેદનાી કામ કરી રહી છે, તેનો આ બોલતો પુરાવો છે. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી બી.આર.સોલંકીએ કહ્યુ કે શોભનાના જીવનમાં નવો પ્રકાશ આવ્યો છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ત્રિવેદી કહે છે કે જમીની કક્ષાએ એટલે કે છેવાડે વસતા વંચિતો સુધી સરકાર અને તંત્ર પંહોચી શકે છે,તેનું આ સામર્થ્ય છે. બખરલા ગામની સંસ્કાર વિદ્યાલયના શિક્ષકો અને આચાર્ય કહે છે કે શોભનાના ઉજ્જવળ ભવિષ્યના માટે અમે કટ્ટીબધ્ધ છીએ.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.