અગ્રેસર ગુજરાત અભિયાન અંતર્ગત સંકલ્પ પત્ર માટેના પત્રકારો પાસેથી સુચનો મેળવ્યા
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રાષ્ટ્રીય પ્રવકતા ડો. સંબીત પાત્રાજીએ અગ્રેસર ગુજરાત અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદને સંબોધન કર્યુ હતું. ગુજરાત પ્રદેશ દ્વારા સંકલ્પ પત્ર માટે જાહેર કરેલ અગ્રેસર ગુજરાત અભિયાનને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભાજપ સમાજના જુદા-જુદા વર્ગમા પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મીડિયા જગતના પત્રકાર મિત્રો સાથે સંવાદનો પ્રથમ વખત કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને આજે જ યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ તેજસ્વી સુર્યાજીએ સાથે અમદાવાદ ખાતે પ્રથમ વખત મતદાન કરનાર યુવાનો સાથે સંવાદ કર્યો હતો તેમજ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલજીએ વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો અને તેમનો અભિપ્રાય જાણ્યો હતો. ભાજપ તેનો સંકલ્પ પત્ર જાહેર કરે તે પહેલા દરેક વર્ગો પાસેથી તેમના સુચનો મેળવવાનો પ્રયાસ કરી તે મુદ્દાઓને સંકલ્પ પત્રમાં સમાવેશ કરવામાં આવશે.
સંબીત પાત્રાજીએ મીડિયા સાથે સંવાદ કરી સંકલ્પ પત્ર માટે મીડિયાના મિત્રોના સુચનો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સંબીતજીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતના સપુત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ખૂબ વિકાસ થયો છે. અગ્રેસર ગુજરાત સંદર્ભે જણાવ્યું કે, એ ફોર આવાસ અંતર્ગત – પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતમાં 11 લાખ ગરિબ પરિવારનો ઘર મળ્યા છે.
જ થી ગિફ્ટ સિટી- ગીફિટ સીટીના કારણે આંતર રાષ્ટ્રીય સ્તરેથી રોકાણ આવ્યું છે તે ખૂબ મહત્વની વાત છે. આર એટલે રોજગારમાં પણ ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે છે, ઈ એટલે કે ઇલેક્ટ્રીસિટી અંતર્ગત ગુજરાતમાં જ્યોતિ ગ્રામ યોજના હેઠળ આજે સમગ્ર રાજયમાં અવિરત વિજળી મળી રહી છે.એસ એટલે શિક્ષણ અંતર્ગત ગુજરાતમાં કોંગ્રેસના સમયે માત્ર 23 એન્જિનયરિંગ કોલેજો હતી આજે ગુજરાતમાં 133 એન્જિનયરિંગ કોલેજો છે.
ગુજરાતમાં પ્રોફેશલન કોલેજોની સંખ્યા 31 હતી તેની સામે આજે 503 કોલેજ છે. કોંગ્રેસના સમયમાં માત્ર 1200 મેડિકલ બેઠક હતી આજે 5700 બેઠકો છે. આ શિક્ષણની વ્યસ્થાને અગ્રેસર ગુજરાત કહેવામાં આવે છે. એ અથાર્ત આયુષ્યમાન ભારત અંતર્ગત 1.48 કરોડ આયુષ્યમાન કાર્ડ ગુજરાતીઓને આપવામાં આવ્યું છે જેના થકી ગરિબ દર્દીઓએ ફ્રીમાં સારવાર મેળવી છે.
આર અર્થાત રાશન અંતર્ગત કોરોના સમયથી અત્યાર સુઘી 80 કરોડથી વધુ લોકોને ફ્રીમાં અનાજ આપવામાં આવ્યું. ગુજરાતમાં 71 લાખ પરિવારોના આશરે 3.78 કરોડ લોકોને અનાજ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પ્રદેશના મુખ્ય પ્રવકતા યમલભાઇ વ્યાસ, પ્રદેશના સહ પ્રવકતાઓ ભરતભાઇ ડાંગર, ડો.રૂત્વીજ પટેલ, હિતુભાઇ કનોડીયા, હિતેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ મીડિયાના સહ ક્ધવીનર ઝુબિનભાઇ આશરા ઉપસ્થિત રહ્યા હતા.