આપણી સંસ્કૃતિ કોઈની દયા નહીં, એનો હકક માંગે છે: નહીં અપાય તો ભભુકશે ક્રાંતિની જવાળાઓ ! ભસ્મીભુત કરશે વિરોધીઓને !
અત્યારે જમાનો બદલાયો છે. મનુષ્યો પણ બદલાયા છે. – સુંદર મજાની પૃથ્વીનું સર્જન કરીને ઈશ્વરે તેને મનુષ્યજાતને સોંપી હતી તે વખતે તેનું જ સ્વરૂપ હતું તે પણ બદલાયું છે. પ્રાકૃતિક સુંદરતા પણ બદલાઈ છે. બદલાવ અનિવાર્ય છે. કુદરતનો એ ક્યારેય ન બદલાય એવો અફર કાયદો છે. ચેન્જ ઈઝ એન અનચેઈજીંગ લો ઓફ લાઈફ (પરિવર્તન અફર કુદરતી નિયમ છે) એને અટકાવી શકાતો નથી.
મનુષ્યજાત બદલાતી રહી છે કમનશીબે એ પરિવર્તનની ઘટમાળમાં બગડતી રહી છે અને તેની સંમોહકતાનો ઘણે અંશે લોપ થતો રહ્યો છે. – અસલ સોનાની શુધ્ધતા ૨૪ કેરેટની હોવાનું માપ ! માનવસમાજમાં પ્રવર્તે છે. શુધ્ધતા ઓછી થાય તેમ તેમ કેરેટ’ ઘટે છે. અત્યારે એમાં વધઘટ થતી રહે છે. અને ચોવીસને બદલે ચૌદ કેરેટની કક્ષાએ પહોંચે છે. સારા અને ઉચ્ચકક્ષાના કારીગરો એનાં ઘાટને બદલી શકે છે અને રુચિકર ઘાટ આપી શકે છે.. – આપણા વર્તમાન સમાજમાં માનવજાત પણ બેફામરીતે મતિભ્રષ્ટ બની રહી છે. આમ તો આપણો દેશ સર્જન ધર્મપરાયણ દેશ તરીકે પંકાયો છે અને આ ભૂમિમાં ધર્મની ઉપાસનાઆરાધનાઓ થાય છે. પરંતુ એનાં મૂળભૂત તત્ત્વો આ ભૂમિમાં ધર્મની ઓથે થતી પ્રવૃતિઓ વચ્ચે ઘણું મોટું અંતર રહી રહેતું રહ્યું છે. અંધશ્રધ્ધા પણ આપણી ધાર્મિક્તાને ખોખલી તેમજ બિહામણી બનાવે છે. આપણે ધર્મપરાયણ હોવા છતાં કેટલી બધી અધાર્મિક પ્રવૃતિઓ કરીએ છીએ – આપણા દેશમાં રામરાજય સ્થપાય એવું પ્રમાણિકપણે ઈચ્છતા હતા. સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે હિન્દુસ્તાનની પ્રજાને એવું કહેવાયું જ હતું કે, સ્વરાજ સાંપડ્યા બાદ સુરાજ્ય અને રામરાજ્યનાં નિર્માણ થશે. આપણા દેશમાં દુધ-દહીંની નદીઓ વહેશે, ગરીબી નાબુદીની અહાલેક જાગશે. કોઈ એવા ગરીબ નહીં રહે કે જેમને રોટી, કપડા, મકાન અને રોજગારી ન મળી હોય ! સ્વાતંત્રય સંગ્રામમાં માત્ર ધનિકો અને મોટા કહેવાતા લોકો જ ન હોતા, ગરીબો જ બહુધા હતા.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે:
તારે કયારે કૈંક દુલારે દિલનાં શોણિત પાયાં
પુત્ર વિજોગી માતાઓનાં નયન ઝરણ ઠલવાયાં
ઝંડા અજર અમર રહેજે,
વધ વધ આકાશે જીજે !
આજના નેતાઓ દેશની કે આઝાદીની પરવા કર્યા વિના રાજગાદી અને તેની સાથે સંકળાયેલી જાહોજહાલી માટે પ્રજા પાસે મત માગે છે અને ખોટા બનાવટી વચનો આપીને મત માટે પ્રજાને મતદારોને છેતરે છે. મનુસ્મૃતિ, મહાભારત, રામાયણ, શ્રીમદ ભાગવત, ઉપનિષદ, ગીતા એમ બધામાંથી ભરતખંડની આર્યવર્તની, હિન્દુસ્તાનની સંસ્કૃતિ સર્જાઇ છે.
હિન્દુસ્તાનની સંસ્કૃતિમાં વિષ્ણુગુમ, ચાણક્ય, સમ્રાટ અશક, કબીર, સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી એમ બંનેએ દર્શાવ્યું છે. આ સંસ્કૃતિ અને સંસ્કાર સ્વાર્થના અતિરેકમાં નામશેષ થયા. આપણા દેશમાં સ્વરાજનો સૂરજ ઉગ્યો તો પણ સુરાજય ન આવ્યું; અને રામરાજય તો હજુ જોજનના જોજન દૂર… ગરીબાઇને વિલંબ વિના હટાવાવની હતી, વચનો અપાયાં હતાં… દૂધ-ઘીની રેલમછેલ થવાનો કોલ અપાયો હતો.
આઝાદીને લગતી તમામ સંકલ્પનાઓ ભસ્મીભૂત થઈ ચૂકી છે. રાજનેતા અને રાજપુરૂષ કેવા હોવા જોઈએ એવો સવાલ હવે સવા લાખનો અને ગૂઢ બની ચૂક્યો છે. હમણા સુધીનું ચિત્ર એવો ખ્યાલ ઉપસાવે છે કે, આપણા નેતાઓ ચૌદ કરેટેના સોના જેવા બની ચૂક્યાં છે અને અને જે બધું યથાવત રહે તો હજુ વધુ ઓછા કેરેટના બની શકે છે. આ નેતાઓને કાંતો ચોવીસ કેરેટના બનાવી દેવાની રાજકીય શાળતા વાળા લોકો આગળ આવે અથવા ચોવીસકેરેટના હોલમાર્ની ગુણવત્તા ધરાવતા નવા લોકો આગળ આવે, એવું જાહેર કરવું ઘટે છે.અહીં એક એવી શરત પણ કે, લોકસભાની તમામ ચુંટણીઓમાં રાષ્ટ્રને અને રાષ્ટ્રની એક અબજથી કયાંય વધારે છે એટલી પ્રજાને ૧૪ કેરેટની મીટાવીને ૨૨-૨૪ કેરેટની બનાવી દેવાની ત્રેવડવાળા લોકો જ મેદાને પડે અને પ્રજા એમને જ ચુંટે !
સોના-ચાંદી બજારમાં સોનું મોંઘુદાટ થાય, ચાંદીમાં નવી ચમક આવે અને સાર્વત્રિક મોંઘવારી ફાટી નિકળે ત્યારેય આપણો દેશ તો અતિભ્રષ્ટ જ રહે, ભ્રષ્ટાચારમાં સબડતો જ રહે અને ખોટા વચનો તથા કુળકપટી પ્રપંચો વચ્ચે કોઈ ભિખારીની જેમ સસ્તોને સસ્તો જ રસ્તો જ રહે, એવું કયાં સુધી ચલાવવું છે ? રાજ કરવું જ છે અને દેશની તથા પ્રજાની ચૌદ કેરેટની નાલેશીભરી કક્ષાને, ભેદીને એને ૨૨ કે ૨૪ કેરેટની આબદાર કક્ષાએ લઈ જવાનાં પ્રયત્નો કરવા જ નહીં તથા પ્રજાને ભરમાવ્યા જ કરવી એ કયાં સુધી નભે ?
દેશની હાલની બેહાલી તેની સતત વધી રહેલી આંતરિક છિન્ન-વિછિન્નતાને કારણે છે જો એમણે ૧૪ કેરેટમાંથી ૨૪ કેરેટની આબ ભીની કક્ષા પ્રજાને સંગઠિત કરવો જ પડશે. પ્રજાને એક રાખવા માટે સહુને એક્તાની મજબૂત ગોઠ વડે સામર્થ્યબક્ષવાનું છે. પ્રત્યેક દેશવાસીને સમાન માનવ ગૌરવ સાંપડે એવી નીતિરીતિ અપનાવીને સામાજીક ન્યાયનો સિધ્ધાંત પ્રસ્થાપિત કરવો જોઇએ. આપણા દેશના રાજકીય રંગરાગ પ્રતિ દ્રષ્ટિપાત કરતાં એમ લાગ્યા વગર રહેતું નથી કે આપણા રાજકીય પક્ષો આપણા દેશનાં બંધારણની પોતાના રાજકીય સ્વાર્થ તેમજ રાજગાદીની લાલસાને ખાતર ગુનાહિત અવગણના કરતા રહ્યા છે, બેઇમાની કરતા રહ્યા છે. અનેક શાળા-મહાશાળાઓમાં આજે જાતજાતની સમૂધ્રાર્થના થતી રહી છે. એના બદલામાં નહિ પણ એના પૂરક ભાગ તરીકે બંધારણના આમુખનાં સહવાચનની પ્રથા અપનાવાય તો તે ક્રાંતિકારી પગલું બની રહેશે અને દેશભક્તિની હવા લહેરાશે.
આપણા દેશના રાજકીય પક્ષો અને રાજનેતાઓ સંસદગૃહોમાં અને જાહેરમાં કેવાં કેવાં નાટકો કરે છે એ શોધવા જવું પડે તેમ નથી, વ્યાજના અસહ્ય બોજ અને દેણાના ડુંગર વચ્ચે પણ સંસદ સભ્યોએ તેમની આમદાની અને સુવિધાઓ વધારવા અંગેનો ઠરાવ ચોરનો ભાઈ ઘંટી ચોર, રેવડીત્રાળાનો ભાઇ ગડેરીવાળો તેમજ દલા તરવાડી’ની ભૂમિકા અદા કરીને સર્વાનુમતે પસાર કર્યો એને બેઇમાની નહિ તો શું કહેવું ગુજરાતના વિધાનસભ્યોએ પણ સાંસદોને અનુસરીને નિર્લજ્જતાના નમુના સમું કૃત્ય આચર્યું એને લોકશાહીનું કલંક નહિ તો બીજું શું કહેવું? કોઇએ સાવ સાચું કહ્યું છે કે સ્વાર્થ બધી ભાષા બોલે છે અને નિ:સ્વાર્થતાનો અંચળા હેઠળ સ્વાર્થ અસંખ્ય લોકોને આંધળા કરે છે લા બધા રાજપુરષોએ પ્રજાની સાથે અને મોંઘેરી માતૃભૂમિની સાથે દગાખોરી કરી છે અને રાજગાદીના સ્વાર્થમાં દેશને બેરહેમ લૂંટ્યા છે તેમજ બૂરી રીતે ચૂથ્યો છે.
આવી હાલત હવે નહીં ચાલે આવી દાનત હવે નહીં ચાલે. જો ચૌદ કેરેટમાંથી ચોવીસ કેરેટ સુધી લઈ જવાની આવડત દેશનાં રાજકર્તાઓ નહીં બનાવે તો ક્રાંતિની જવાળાઓ ભભુકશે અને ભલભલાને ભસ્મીભુત કરશે એ રખે કોઈ ભુલે ! આપણી સંસ્કૃતિને સજીવન કર્યે જ છુટકો છે. એને કોઈની દયા નહી, હકક જોઈએ છે અને તે આપવો જ પડશે.