મોદી સરકાર ડિજીટલ ઈન્ડિયાની વાતો કરી રહ્યું છે ત્યારે સક્રિય થઈ રહેલાં ભારતીયોની ઓનલાઈન છેતરપીંડીનો શિકાર થવાની આશંકા વધી ગઈ છે. દરેક ચાર વ્યક્તિમાંથી એક એટલે કે 25% પર ઠગાઈનો ખતરો જોવા મળી રહ્યો છે. નાણાકીય સુચનાઓ પર રિસર્ચ કરનારી વૈશ્વિક કંપની એક્સપીરિયનની હાલમાં જ આવેલા એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી રહી છે.
ભારત ડિજિટલ તરફ આગળ વધી રહ્યું છે પણ ક્યાક ને ક્યાક ઓનલાઈન ફ્રોડ થવામાં અને સાયબર લો માં ઘણું પાછળ જોવા મળી રહ્યું છે.
કંપનીએ ઓસ્ટ્રેલિયા, ચીન, હોંગકોગ, ભારત, ઈન્ડોનેશિયા, જાપાન, ન્યૂઝીલેન્ડ, સિંગાપુર, થાઈલેન્ડ અને વિયેતનામમાં ઓનલાઈન સર્વે કર્યો છે. જો, કે કંપનીએ તેમ ન બતાવ્યું કે તેઓએ કેટલા લોકોનો આ સર્વે કર્યો.રિપોર્ટમાં કહેવાયું છે કે એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં જેટલાં લોકો ડિઝિટલ સેવાઓનો ઉપયોગ કરે છે, જેમાં 90% ભારતીયો જ છે.
જેમાંથી 24% ભારતીય ઓનલાઈન ટ્રાંઝેકશન દરમિયાન છેતરપીંડીનો સીધો જ શિકાર બને છે.ત્રણ સેક્ટર- ટેલિકોમ્યુનિકેશન (57%), બેંક (54%) અને રિટેલ સેક્ટર (46%)માં સૌથી વધુ ચીટિંગ થાય છે. રિપોર્ટમાં કહેવાયું છે કે 50% ભારતીય બેંકોની સાથે સહજ રીતે ડેટા જાહેર કરે છે.