ભવિષ્યમાં આવકવેરા વિભાગનું મહત્વ ખુબજ વધશે: રવિન્દ્ર કુમાર
ઈન્કમટેક્સ એમ્પ્લોઈ ફેડરેશન ગુજરાત સર્કલ દ્વારા આજથી બે દિવસ સ્ટેટ કોન્ફરન્સ
ગુજરાત રાજ્યના પ્રિન્સિપાલ ચીફ કમિશનર રવિન્દ્ર કુમાર સહિત ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
રાજ્યમાં હવે કરદાતાઓ કર ભરવા માટે જાગૃત થયા છે, નહીં કે કર ચોરી કરવા માટે: સાંસદ રામભાઈ મોકરિયા
દરેક પ્રશ્ર્નોનું નિવારણ છે , જેને યુનિયને ધ્યાને લેવું જોઈએ: બી.એલ મીના
સમગ્ર દેશમાં આવકવેરા વિભાગનું મહત્વ અનેરું છે, તેમાં પણ ગુજરાતનું મહત્વ દિનપ્રતિદિન વધી રહ્યું છે. પરંતુ આવકવેરા વિભાગ ના કર્મચારીઓને જે સફળતા મળવી જોઇએ અને જે સ્વતંત્રતા મળવી જોઈએ તે હજુ સુધી મળી શકતી નથી અને કર્મચારીઓના ઘણાખરા પ્રશ્નો ઉદભવી થયા છે એનું ઝડપી નિવારણ આવે તે પણ એટલું જ જરૂરી છે. આ તકે ખોડૂભા જાડેજાએ જણાવ્યું હતું કે, કર્મચારીઓના ઘણા પ્રશ્નો છે જેને સરકાર નથી સાંભળતી નથી અને પ્રજા પણ સમજતી નથી. કલેકશનમાં ગુજરાત ટોપ 5માં આવે છે છતાં પણ કર્મચારીઓનું હિત જોવાતું નથી. આ તકે પ્રોમોસન, સહિતના ઘણા પ્રશ્નો કર્મકચારીઓને નડે છે તેને જડપભેર પૂર્ણ કરવામાં આવે તે પણ એટલુંજ જરૂરી છે.
11મી ગુજરાત સર્કલની આઇટીઇએફ કોન્ફરન્સમાં ઉપસ્થિથ આવકવેરા વિભાગના કર્મચારીઓએ જણાવ્યું હતું અને માંગ પણ કરી હતી કે, કર્મચારીઓને ધ્યાને લઇ બજેટ બનાવામાં આવે. એટલુંજ નહીં નવી પેન્શન સ્કીમના બદલે જૂની પેન્શન સ્કીમ લાગુ થાઈ, ગ્રૂપ સીની રિજ્યોનાલ ભરતી કરવામાં આવે. એટલુંજ નહીં સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ સ્કીમનો લાભ રાજકોટમાં મળે તે અંગેની માહિતી અને માંગ પણ કરવામાં આવી હતી. આ ગુજરાત માટે ચૂંટણી વર્ષ છે ત્યારે સરકાર આ તમામ માંગને ધ્યાને લેશે.આ તકે રાજકોટના ચીફ કમિશનર બી.એલ મીનાએ જણાવ્યું હતું કે યુનિયનો ઉભા કરવાએ સંવિધાનમાં છૂટ આપવામાં આવી છે ત્યારે આ યુનિયનની ગંભીરતાથી નોંધ લેવાય અને યોગ્ય કામગીરી હાથ ધરાય તે જરૂરી છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે દરેક પ્રશ્નનું નિવારણ છે જેને યુનિયને ધ્યાને લેવું જોઈએ.
ગુજરાત આવકવેરા વિભાગ કર્મચારીઓના દરેક મૂંઝવતા પ્રશ્ર્નોને નિવારવા અગ્રેસર છે: રવિન્દ્ર કુમાર
ગુજરાત રાજ્યના પ્રિન્સિપાલ કમિશનર રવિન્દ્રકુમાર જણાવ્યું હતું કે આવકવેરા વિભાગનો નાનામાં નાનો કર્મચારી એ મારો પોતાનો પરિવાર છે અને તેની તકલીફ છે મારી તકલીફ છે. કેન્દ્ર સરકાર અને બોર્ડ દ્વારા જે લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો હતો તેને ખૂબ તારી રીતે સિદ્ધ કરવામાં આવ્યો છે જેનો મુખ્ય શ્રેય આવકવેરા વિભાગના દરેક કર્મચારીઓના શીરે જાય છે. વધુમાં જણાવ્યું હતું કે જેમાં કર્મચારીઓ દ્વારા જે માંગ ઉઠાવવામાં આવી છે તે માંગને ઝડપભેર પૂર્ણ કરવામાં આવે. જેના માટે રાજ્ય સ્તરેથી ખૂબ સારી રીતે કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કર્મચારીઓને જે જે મુદ્દાઓ ઉપર તકલીફ પડી રહી છે તે મુદ્દે ગંભીર ચર્ચા વિચારણા કરવામાં આવે અને તેને કઈ રીતે સરળ બનાવી શકાય તે દિશામાં કાર્ય યુનિયનો દ્વારા હાથ ધરવું જોઈએ. નહિ રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરિયાએ પણ જણાવ્યું હતું કે હાલ જે રીતે આવકવેરા વિભાગની કામગીરી જોવા મળી રહી છે તેનાથી કરદાતાઓ ઘર ભરવા માટે જાગૃત થયા છે નહીં કે કર ચોરી કરવા માટે.
રાજ્ય સ્તરે જે પ્રશ્ર્નોનું નિવારણ કરવામાં આવ્યું છે તેનાથી એક આશા જાગ્રત થઈ છે કે પડતર પ્રશ્ર્નો ઝડપભેર હલ થશે: દીપકભાઈ ભટ્ટ
આઇટીઇએફ ગુજરાત સરકલના પ્રમુખ દીપકભાઈ ભટ્ટે અનેક પડતર પ્રશ્નોની રજૂઆત આમંત્રિત મહેમાનો સામે કરી હતી અને જણાવ્યું હતું કે ગુજરાત અને કેન્દ્ર સરકાર ના કર્મચારી ઓની સાથોસાથ યુનિયનોના સંબંધો પણ ખૂબ જ સારા અને મજબૂત છે. ઘણા પ્રશ્નો જે ગત એક વર્ષમાં સામે આવ્યા હતા તેને રવિન્દ્રકુમાર દ્વારા જે રીતે નિવારવામાં આવ્યા છે તેનાથી એક આશા પણ જાગ્રત થઈ છે કે પડતર પ્રશ્નો ઝડપભેર પૂર્ણ કરવામાં આવશે. તેઓએ કહ્યું હતું કે, વર્ગ 3ના એજીટીના પ્રશ્નો હલ કરાઈ તે જરૂરી છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે, વર્ષ 2017 બાદ ગુજરાતમાં અધિકારીઓના પ્રમોશન થયા નથી અને 140 ઇનકામટેક્સ ઓફિસરની પોસ્ટ વેકંટ છે. તેને ક્યારે ભરવામાં આવશે. એટલુંજ નહીં કોરોનામાં 26 લોકોના મોત થયા છે, ત્યારે તેને યોગ્ય વળતર મળે અને તેના વારસદારોને નોકરી મળે તે જરૂરી છે. કેન્દ્ર સરકાર દ્વારા જે મેડિકલ ગ્રાન્ટ આવે છે તેને જડપભેર મળે તે અત્યંત જરૂરી છે.
કોન્ફરન્સમાં ઉદ્ભવી થયેલા પ્રશ્ર્નોની યાદી તૈયાર કરી યોગ્ય સ્તરે તેની રજૂઆત કરાશે : ખોડુભા જાડેજા
આવકવેરા વિભાગના ખોડુભા જાડેજાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આજે બે દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે તેનો મુખ્ય હેતુ એ છે કે જે પડતર પ્રશ્નો અને જે માંગો કર્મચારીઓની ઉઠી છે તેને ઝડપભેર નિવારવામાં આવે અને તેના માટે યુનિયન દ્વારા દરેક પગલાં લેવામાં આવશે. બે દિવસની કોન્ફરન્સમાં તમામ જરૂરી મુદ્દાઓને ધ્યાને લેવાશે અને એક યાદી તૈયાર કરી યોગ્ય સ્તરે તેને રોકવામાં આવશે જેથી તેનું નિવારણ આવી શકે અને કર્મચારીઓને તેનો યોગ્ય લાભ અને વળતર પણ મળતું રહે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના પ્રિન્સિપાલ ચીફ કમિશનર રવિન્દ્રકુમાર સમક્ષ જે કોઈ માંગણી કરવામાં આવી હોય અથવા તો જે માંગ ઉઠાવવામાં આવી હોય તેને યોગ્ય રીતે કરવામાં આવી રહ્યું છે તે ખરા અર્થમાં એક હકારાત્મક અભિગમ આવકવેરા વિભાગનો છે.