યોગ દરેક રોગની દવા છે.ડોક્ટરો પણ એવું માને છે કે યોગ દ્વારા બધી બીમાંરીઓને નિયંત્રણમાં રાખી શકાય છે.બદલાયેલી જીવન શૈલી ની સાથો સાથ લોકોના ખીરાકમાં પણ બદલાવ આવ્યો છે જેના કારણે મોટા ભાગ ના લોકોમાં પેટમાં વાયુની તકલીફ સતાવતી હોય છે.નીયમીત પણે રોજ યોગ કરવાથી ગેસની તકલીફ દૂર થાય છે.
ભોજનમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને સ્ટાર્ચયુક્ત પદાર્થોનો અતિરેક, શારીરિક શ્રમનો અભાવ, રાતના મોડેથી જમવું અને પછી તરત જ સૂઈ જવું, રેષાયુક્ત ફળ-શાકભાજીનો ભોજનમાં અભાવ, મળ-મૂત્ર કે અપાન વાયુના વેગને રોકવાથી ગેસની તકલીફ થાય છે.
પેટમાં ગેસ થતો હોય ત્યારે પવન મુક્તાસન, વજ્રાસન, શશાંકાસન, નૌકાસન, ભુજંગાસન, સુપ્ત વજ્રાસન, મત્સ્યાસન, મયુરાસન અને કટિ ચક્રાસન આસનો, ઉડ્ડિયાન બંધ, અગ્નિસાર ક્રિયા, યોગ મુદ્રા, અપાન મુદ્રા, અશ્વિની મુદ્રા, ભસ્ત્રિકા, કપાલ ભાતિ, અનુલોમ-વિલોમ પ્રાણાયામ, કુંજલ, લઘુશંખ પ્રક્ષાલન, બસ્તિક્રિયા જેવા ષડ્કર્મ લાભપ્રદ સાબિત થાય છે.