દરરોજ એક સંતરાનો રસ પીવાથી તમે ડિમેન્શિયાની ચપેટામાં આવતા બચી શકો છો. જાપાનની તોહોકૂ યુનિવર્સિટીના શોધકર્તાઓએ એક રિસર્ચ દ્વારા જાણ્યું છે કે સંતરા, દ્રાક્ષ, લીંબુ જેવા ખાટા ફળોને પોતાના રોજીંદા આહારમાં જરૂર સામેલ કરવા જોઇએ. તેનાથી ડિમેન્શિયાનુ જોખમ ઘણી હદ સુધી રોકી શકાય છે. આ પ્રકારના ફળ હાલમાં મોટા પ્રમાણમાં ઉભરી રહેલ બીમારીઓથી બચવાનો એક કારગર ઉપાય છે. જેના વિશે અમે તમને આજના આર્ટીકલ દ્વારા જણાવી રહ્યા છીએ.
વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે પહેલા થયેલા વિભિન્ન અધ્યયનોએ જણાવ્યું છે કે ખાટા ફળો આપણા મસ્તિષ્કને તે તમામ ક્ષતિઓથી બચાવે છે. જેનાથી ડિમેન્શિયા અથવા અલ્ઝાઇમર્સ જેવી બીમારીઓ થવાની સંભાવના છે. આ ફળોમાં સાઇટ્રિક એસિડ હોય છે. જેના નોબઇલટીન નામનું ખાસ રસાયણ મળી આવે છે. જે મસ્તિષ્કમાં ક્ષરણને રોકવામાં મદદ કરે છે.
ડિમેન્શિયા એટલે શું?
ડિમેન્શિયા એટલે કોઇ વિશેષ બીમારીનું નામ નથી પરંતુ કેટલાક લક્ષણોના ગૃપનું નામ છે. જે મસ્તિષ્કની સાથે સંબંધિત છે. સરળ ભાષામાં કહીએ તો ડિમેન્શિયા એટલે કે મનોભ્રંશ આ એક એવો રોગ છે. જેમા વ્યક્તિની યાદ શક્તિ નબળી થવા લાગે છે. આ રોગમાં વ્યક્તિને કોઇ તાજી વાત યાદ રાખવામાં પણ મગજ પર વધારે જોર આપવુ પડે છે. આ રોગ વધુ ગંભીર રૂપ ધારણ કરી લે છે. ત્યારે રોગીની યાદ શક્તિ એકદમ ખત્મ થઇ જાય છે.