માત્ર દેખાવની ઉજવણી નહીં રાષ્ટ્રભાષાને સજીવન રાખવા મક્કમ પગલા જરૂરી
ગુજરાતના પાઠશાળાના અભ્યાસક્રમના નક્ષત્રમાંથી હિન્દી શિક્ષા ભલે ગાયબ થઇ ગયેલ છે છતાં હિન્દી સાહિત્ય અને શિક્ષણનું મુલ્ય વિશ્ર્વકક્ષાએ આજે પણ છે કાલે પણ રહેશે.
એ વાણીની અસ્મિતાને કોઇ દાગ કે હાની પહોચાડી શકે એ શક્તિ કોઇનામાં નથી એવા શબ્દો બોલવાનો સમય વિકાસનો મૂલ મંત્ર દેનાર એવા વિશ્ર્વના મંચ પરથી રજુ કરતા નરેન્દ્રભાઇએ આજે ભલે દેશના પ્રધાનમંત્રી ગૃહમંત્રી અમિત શાહએ પોતાના પ્રવચનમાં સાર્થક હુંકાર કરતાં રહે છે તે સરાહનીય છે.
રાજભાષા જ ભારતની સરળ સંપર્ક ભાષભા તરીકે જ હિન્દી, હિન્દી સાહિત્ય પ્રત્યે પ્રેમ અને હિન્દી શિક્ષણની રક્ષા કરવાનો વિચાર કર્યો છે. પરંતુ ખરેખર તો તેમના જ શાસન ગુજરાતમાંથી 2007માંથી નિષ્ઠાસિત હિન્દીનો વનવાસ કદાચ હવે પૂરો થાય તે દિવસો કે વર્ષો રાહ જોવાય રહેલ છે તે આવનારા આઝાદીના અમૃત ભવિષ્યમાં ભારતને એક છત્ર નીચે લાવનાર બે ડઝન ભાષા વૈવિધ્ય વચ્ચે હિન્દી શિક્ષણનો દેદીપ્યમાન સૂર્ય ઉદય થવાનો સમય આવી રહ્યો છે તે આનંદ ઉત્સવની ઘડી નજીક આવી રહી છે તે જ આશા રાખીએ.આજથી ત્રણ દિવસ પહેલા હિન્દી ભાષા વિશ્ર્વ સાહિત્ય સંમેલનમાં નરેન્દ્રભાઇ મોદીની હિન્દી ભક્તિને ખરા અર્થમાં સલામ કરવા જોઇએ.
ગુજરાતમાં ભાષા વિદ્વેષ ફેલાવનારી ભાષા પોલિસી માધ્યમિક કક્ષાથી ઉચ્ચ કક્ષા સુધી ભારતીય અમુલ્ય વારસા અને અસ્મિતાનું વહન કરનારી ભારત ભારતીની વાણી હિન્દીના શિક્ષણનું મુલ્યની આજની તારીખ 14 સપ્ટેમ્બર બુધવારથી ફરી પુન:પ્રતિષ્ઠા કરવા શિક્ષણ વિભાગ અને ગુજરાત સરકાર બંને શુદ્વ સંકલ્પ કરે એ એક હિન્દી પ્રેમીઓની શુદ્વ પ્રાર્થના હવે તો સાભળે તો સારૂ. ગુજરાતમાંથી જ ભાષાની નીંવ નિર્માણ અને મોદીની સફળતાનું રહસ્ય ગુજરાતની ધુરા સંભાળી રહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ તથા શિક્ષણમંત્રી જીતુભાઇ અને તેમના શિક્ષણ વિભાગના અધિકારીઓ અને નમાલું શિક્ષણ બોર્ડ મોદીની શીખ શાનમાં સમજે તો હવે મોડલ રાજ્યનું અને સમગ્ર દેશના પરિદ્રશ્યમાં શ્રેષ્ઠ મેડલ બની જશે અને દેશ હિતમાં ખરું કદમ વિકાસની દિશામાં બનશે. તેમ ડો.જયેશ લલીતભાઇ વ્યાસે જણાવ્યું હતું.