કોર્પોરેશન દ્વારા 81 સ્થળોએ યોગની સ્થાપના: પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, મેયર ડો. પ્રદીપ ડવ સહિતના મહાનુભાવોએ કર્યા યોગ

વિશ્વ યોગ દિન નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્ષ, નાના મવા સર્કલ પાસેના ગ્રાઉન્ડ, પૂ.રણછોડદાસ બાપુના આશ્રમ સામેનું ગ્રાઉન્ડ, જુદી જુદી સ્કુલો, લાઈબ્રેરી વગેરે કુલ-81 જગ્યાએ યોગ કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી. આ અવસરે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્ણાટકના મૈસુરના પેલેસ ખાતેથી ઉદબોધન કરેલ હતું.

નરેન્દ્રભાઈ મોદીએ ઉદબોધન કરતા જણાવેલ કે, યોગ આજે વૈશ્વિક પર્વ બની ચૂક્યું છે. આજે યોગ વિશ્વના ખૂણે ખૂણે પહોંચેલ છે. કરોડો લોકોએ યોગને પોતાના જીવનનો હિસ્સો બનાવેલ છે. અત્યારે ભારત 75 મો આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે ત્યારે દેશના 75 ઐતિહાસિક સ્થળો અને શહેરો સહિત સમગ્ર દેશમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. અગાઉ આપણે માત્ર યોગની તસ્વીરો નિહાળતા હતા. હવે ખરા અર્થમાં હકીકત બનેલ છે. માનવ સભ્યતા અને માનવતા માટે યોગ આશીર્વાદરૂપ છે. યોગ વ્યક્તિને શારીરિક અને માનસિકરૂપથી સ્વસ્થ બનાવે છે. યોગ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. યોગથી સમગ્ર દેશ એક બન્યો છે.

02 rmc yog day

સેન્ટ્રલ ઝોન રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે  પૂર્વ રાજ્યપાલ-કર્ણાટક વજુભાઈ વાળા, મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, મ્યુનિ.કમિશ્નર અમિત અરોરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર કોર્પોરેટર મનિષભાઈ રાડીયા, નિલેશભાઈ જલુ તેમજ આર્ટ ઓફ લિવિંગના સિનીયર દિપક પંજાબી તથા તેમની ટીમ, રાજકોટ મહાનગરપાલિકાના ડે.કમિશ્નર સી.કે.નંદાણી, મ્યુનિ.સેક્રેટરી ડો.એચ.પી.રૂપારેલીઆ, આસી.કમિશ્નર હર્ષદ પટેલ, વાસંતીબેન પ્રજાપતિ, ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયા, ચીફ ફાયર ઓફિસર આઈ.વી.ખેર, ઠેબા, સિટી એન્જીનિયર વાય.કે.ગોસ્વામી, અલ્પના મિત્રા, હેમેન્દ્ર કોટકતથા બી.ડી.જીવાણી, ડે.એન્જીનિયર એસ.એસ.ગુપ્તા, આસી.મેનેજર ઉનાવા, અમિત ચોલેરા, દિપેન ડોડીયા, વોર્ડ ઓફિસર્સ, સુરક્ષા અધિકારી ઝાલા, જય ગજજર સહિતના અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં શહેરીજનો અને વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો વગેરે ઉપસ્થિત રહેલ.

વેસ્ટ ઝોન ખાતે નાના મવા સર્કલ પાસેના ગ્રાઉન્ડ ખાતે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા,  રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમભાઈ પુજારા, મંત્રી રઘુભાઈ ધોળકીયા, ડે.કમિશ્નર એ.આર.સિંહ, કોર્પોરેટર રણજીતભાઈ સાગઠીયા, વિનુભાઈ સોરઠીયા, મગનભાઈ સોરઠીયા, નરેન્દ્રસિંહ વાઘેલા, અશ્વિનભાઈ પાંભર, જીતુભાઈ કાટોળીયા, ભાનુબેન બાબરીયા, મિતલબેન લાઠિયા, ડો.દર્શનાબેન પંડ્યા, લીલુબેન જાદવ, તેમજ ભાજપ અગ્રણી મનહરભાઈ બાબરીયા, પ્રવિણભાઈ સેગલીયા, કાથડભાઈ ડાંગર ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ, સિટી એન્જી. ગોહિલ, પર્યાવરણ ઈજનેર પરમાર,  પતંજલિના યોગગુરૂઓ, શહેરના નગરજનો, વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

ઈસ્ટ ઝોન પૂ.રણછોડદાસ બાપુ આશ્રમ સામેના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, એસ્ટેટ કમિટી ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, કાયદો અને નિયમોની સમિતિ ચેરમેન કંચનબેન સિદ્ધપુરા, વોર્ડ નં.4ના પ્રભારી દીપકભાઈ પનારા,  કાનાભાઈ ઉઘરેજા,  રાજેશ્રીબેન, મંત્રી મનીષાબેન સેરસીયા તથા નૈનાબેન, રમેશભાઈ અકબરી,    સોનલબેન ચોવટીયા, વોર્ડ નં.6ના મહિલા મોરચાના પ્રમુખ કિન્નરીબેન ચૌહાણ, સિટી એન્જી.અઢીયા તથા અધિકારીઓ, કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહેલ.

પૂ.મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે દિવ્યાંગો અને યોગ એક્સપર્ટ બાળકો દ્વારા યોગનું સફળ આયોજન કરવામાં આવેલ. મુખ્ય મહેમાન તરીકે પૂ.મેયર રક્ષાબેન બોળીયા તથા ભાવનગર શહેર પ્રભારી અને સ્ટેન્ડીંગ કમિટી પૂર્વ ચેરમેન કશ્યપભાઈ શુક્લ ઉપસ્થિત રહેલ. તેમજ અહી જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશનના બાળકો તથા ટ્રસ્ટી અપુલભાઈ દોશી, રોહિતભાઈ કાનાબાર, અજયભાઈ લાખાણી, મિતેશભાઈ ગણાત્રા, પીનાબેન દવે ઉપસ્થિત રહેલ. તેમજ યોગ ઇન્સ્ટ્રક્ટર તરીકે જ્યોતિબેન પરમાર તેમજ   બી.એલ.કાથરોટીયા, ડે.એમ.ઓ.એચ. ડો.હાર્દિક મહેતા ઉપસ્થિત રહેલ. કાર્યક્રમનું સંચાલન કોમ્યુનિટી ઓર્ગેનાઈઝર દીપ્તિબેન અગરિયાએ કરેલ.

મેયર ડો.પ્રદિપ ડવએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવેલ કે,  નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 21 જુનનો દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલએ ઉપસ્થિત સર્વેને જણાવેલ કે, પ્રત્યેક ભારતીયનું એક સ્વપ્ન છે કે, વિશ્વમાં ભારત વિશ્વગુરૂ બને. 2014માં નરેન્દ્રભાઈ મોદીએ 21 જુનને યોગ વિશ્વ દિવસ ઉજવણી કરવા પ્રસ્તાવ મુકેલ. જે પ્રસ્તાવ યુનો દ્વારા સ્વીકૃત કરી આજે વિશ્વ યોગ દિવસના કારણે એક નવી પ્રતિભા ઉભી થયેલ છે.

ધનસુખભાઈ ભંડેરીએ જણાવેલ કે, દેશના પ્રધાનમંત્રીએ સાચા અર્થમાં યોગને સ્વીકૃતિ આપી છે

પૂ.મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે  કશ્યપભાઈ શુક્લએ જણાવેલ કે, 21મી જુન યોગ દિવસ કોઈને કલ્પના પણ ન હોય કે ભારતની સંસ્કૃતિ વિશ્વના ખૂણે ખૂણે જશે.

શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડએ જણાવેલ કે,  વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ લોકોના આરોગ્ય માટે યોગ શ્રેષ્ઠ છે

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.