સાડા ત્રણ વર્ષના કાર્યકાળની ટીમ સાથેની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો: ગુનાખોરીનું પ્રમાણ ઘટયું
ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ દ્વારા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને ક્રાઇમ બ્રાન્ચ સામે કરવામાં બાદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પ્રેસ મિડીયા સમક્ષ આવી તમામ આક્ષેપની ન્યાયીક તપાસ થશે તેવી ખાતરી આપી પોતાની ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો છે.
ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે મહેશ સખીયાના કેસને ટાકી કરેલા આક્ષેપ બાદ રાજકોટ પોલીસ સામે આક્ષેપનો રીતસર વરસાદ શરૂ થયો હતો. આ અંગે તમામ આક્ષેપની ન્યાયીક તપાસની પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા ખાતરી આપવામાં આવી છે. તેમજ ઘનશ્યામ પાંભર દ્વારા પોલીસ વિરૂધ્ધ કરવામાં આવેલા આક્ષેપની તપાસ ડીસીપી ઝોન-2ને સોપવામાં આવી છે. પોતાના રાજકોટના સાડા ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કામગીરીની પ્રસંશા કરી બિરદાવી હતી.
રાજકોટની જનતા માટે કોરોના કાળ અને અનડીટેકટ અનેક બનાવ અંગે કરેલી કામગીરીથી પોતે સંતુષ્ટ હોવાનું જણાવ્યું હતું. પોલીસ સામે કરવામાં આવેલા દરેક આક્ષેપની ન્યાયીક તપાસની ખાતરીઆપી છે.
મારા વિરૂધ્ધના આક્ષેપની ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ ચાલતી હોવાથી કંઇ કહેવાનો ઇન્કાર
ઘનશ્યામ પાંભર દ્વારા પોલીસ વિરૂધ્ધ કરવામાં આવેલા આક્ષેપની ડીસીપી ઝોન-2ને ઇન્કવાયરી સોપાઈ
પોતાની ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરી અને ટેકનોલોજીની મદદથી રાજકોટમાં ગુનાખોરી ઘટી છે. પોતે હાઇકોર્ટમાં અલગ અલગ ચાર મેટરના કામે સોમવાર સુધી ગાંધીનગર હોવાનું જણાવ્યું હતું. તેઓ રાજકોટમાં હાજર ન હતા ત્યારે કમનશીબ ઘટના સામે આવી તે અંગે પોતાના અધિકારીઓ દ્વારા આક્ષેપ અંગે જાણ કરી હોવાનું પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું છે.
પૈસા નહીં ચૂકવવા ઘનશ્યામ પાંભર કરી રહ્યો છે કાવા-દાવા: જયદિપ વસોયા
આ મામલે ભીખા વસોયાના પુત્ર જયદિપ વસોયાએ પત્રકાર પરિષદ સંબોધી જણાવ્યું હતું કે, ‘ધનંજય ફાઇનાન્સ પેઢીના કંચનબેન દ્વારા ઈચ્છા મૃત્યુની માંગણી કરી પાયાવિહોણા આક્ષેપ કરવામાં આવ્યા છે. 32 કરોડની કોઈ મિલકત અમારા પરિવારજનોના નામે દસ્તાવેજ થયેલો નથી. પાંભર પરિવાર દ્વારા પોલીસ ઉપર અને અમારા પરિવાર ઉપર કરવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા છે. મારા પિતાએ ધનંજય ફાઇનાન્સના ઘનશ્યામ પંભારને 4 કરોડ ઉછીના આપ્યા હતા. પિતાના અવસાન બાદ રૂપિયાની માંગણી કરતા ઘનશ્યામ પાંભારે એડવોકેટ વિનશ માવાણી અને સુરેશ ફળદુને મળવા કહ્યું હતું, જે બાદ સુરેશ ફળદુ એમને ચોટીલા નજીક એક ફાર્મમાં લઇ ગયેલા જ્યાં ઘનશ્યામ પાંભર તેમજ તેના બોડી ગાર્ડે બંદૂક તાકી રૂપિયા નહીં મળે તેવી ધમકી આપી હતી. આ બાદ સમાજના આગેવાનો સાથે મળી સમાધાનની વાત પણ થઈ હતી. જે બાદ પણ રૂપિયા ન મળતાં મારા માતાએ કમિશનર કચેરીમાં અરજી કરી હતી અને માટે રૂપિયા દેવા ન પડે અને હાલમાં પોલીસ વિરૂદ્ધ થતાં આક્ષેપોમાં પોતાની પણ મેટરને સમાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
વસોયા અને પાંભરની લડાઇમાં પોલીસને કોઇ સ્નાનસુતક નથી: એડવોકેટ ફળદુ
અસીલોનો બચાવ કરવો અને ન્યાય અપાવવો તે વકીલોનો ધર્મ
ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સામે કરેલી ફરીયાદના પગલે એક પછી એક શહેર પોલીસ સામે આક્ષેપોની છડી વર્ષી રહી છે ત્યારે ધનજય ફાયનાન્સના ઘનશ્યામ પાંભર દ્વરા પોલીસના ઓથે રાજકારણીઓ દ્વારા મિલ્કત લખાવી લીધાના ના કરેલા આક્ષેપ બાદ સ્વ. ભીમાભાઇના પુત્ર જયદિપ વસોયા અને સંજય ઘવા મારફતે પ્રેસ કોન્ફરન્સ યોજી ઘનશ્યામ પાંભર પરિવારના પાછળ મુખ્ફ ભેજુ એડવોકેટ સુરેશ ફળદુ હોવાનો કરેેલા આક્ષેપ બાદ ઘનશ્યામ પાંભર ના પરિવાર અને એડવોકેટ સુરેશ ફળદુ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં કહ્યું હતું કે આક્ષેપોનું ખંડનું કરી બદનક્ષી સંબંધેની કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. જયદિપ વસોયા અને સંજય ઘવા દ્વારા કરેલા આક્ષેપોથી રેકર્ડથી વિરુઘ્ધ અને જનતાને ગેર માર્ગે દોરનારા છે.
ઘનશ્યામ પાંભર દ્વારા રાજયમાં ડીજીપી ને કરેલી ફરીયાદના પગલે પોલીસ કમિશ્નરને પત્ર પાઠવેલ છે. તેમજ એ.સી.બી. કચેરી દ્વારા સંબંધીતોને નોટીસ પાઠવેલ છે. હાઇકોર્ટ દ્વારા પણ સંબંધીતો સામે નોટીસ ઇસ્યુ કરેલ છે.
અસીલોને ન્યાય અપાવવા ઝઝુમીશુ આ લોકોના આક્ષેપોથી તાબે થવાના નથી. ન્યાયની લડત ચાલુ રાખવાના છીએ. મારા અસીલે મારા ભરોસે વકીલાતનામામાં જયારે સહી કરેલી હોય ત્યારે મારા અસીલને ન્યાય અપાવવામાં અધવચ્ચેથી છોડુ શકુ નહી.
મારા અસીલ ભોગ બનનાર હોય પરંતુ જયદિપ વસોયા, મનસુખ વસોાય અને સંજય ઘવાએ રાજકીય વગના જોરે મારા અસીલ પરિવારને ભોગ બનાવી દીધેલા છે. વિગેરે હકીકતો પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવેલું છે.