આજરોજ સોની સમાજખાતે ભારતીય જનતા પાર્ટી કેશોદ શહેર ની કારોબારી બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, પૂર્વ ધારાસભ્ય વંદનાબેન મકવાણા, તેમજ નગરપાલિકાના પ્રમુખ લાભુબેન પીપલીયા, ઉપ પ્રમુખ ગૌરાંગભાઈ વ્યાસ. ડી ડી દેવાણી સાહેબ જિલ્લાયુવા ભાજપ પ્રમુખ અશોકભાઈ રાઠોડ. જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ ભરતભાઇ વડારિયા, પ્રાભબેન બુટાણી તેમજ વિવિધ મોરચાના પ્રમુખ, માહામંત્રી વગરે આગેવાનો તેમજ જવાબદાર કાર્યકર્તાઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.
શક્તિ કેન્દ્રોમાં આગામી દિવસોમાં પ્રદેશ કક્ષાના મંત્રીઓ રિપોર્ટિંગ અર્થે આવવાના હોય છે જેના આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બીજેપી સંગઠિત શહેર મોરચાની નિમણૂક કરવામાં આવી ત્યારબાદ સંગઠન મોરચાની બાકીની કામગીરીઓને પૂર્ણ કરવા માટે પણ આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સરકારને અભિનંદન પાઠવતો ઠરાવ ધારાસભ્ય દેવાભાઈ માલમે પાઠવ્યો હતો , શોક પ્રસ્તવ માહામંત્રી પ્રફુલભાઇ પંડ્યા દ્વારા મુકવા માં આવ્યો હતો, બીજી તરફ રાજકીય પ્રસ્તાવ, અરવિંદભાઈ લાડાણી કર્યો હતો.
સંગઠનનાં માળખાને મજબૂત બનાવવાની સાથે પાર્ટીના આદેશ મુજબ કાર્યકર્તાઓને સૂચનો કરવામાં સાથે દરેક કાર્યકર્તાઓ ગ્રાઉન્ડ લેવલ પર જઈને વધુમાં વધુ લોક સંપર્ક કરી સરકારની કલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવાની સાથે બીજેપીનો જનાધાર વધારવા અંગેની ચર્ચા પ્રભારી રવીનાબેન દ્વારા કરવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત શહેર પ્રમુખ પ્રવીણભાઈ ભલારા યે કર્યું હતું, બેઠક નું રિપોર્ટિંગ રવીનાબેન એ કર્યું હતું અને છેલ્લે મહામંત્રી જાતિનભાઇ સોઢા દ્વારા આભારવીધી કરવામાં આવી.