નાગર બોર્ડીંગ ખાતે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, સાંસદ રામભાઇ મોકરીયાની ઉ5સ્થિતિમાં બેઠક યોજાઇ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આગામી દિવસોમાં ફરી 400 થી વધુ બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ કટીબધ્ધ બન્યા છે ત્યારે રાજકોટ લોકસભામાં પાંચ લાખથી વધુ લીડના લક્ષ્યાંક સાથે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીના નેતૃત્વમાં માઈક્રોપ્લાનીંગ સાથે ભારતીય જનતા પાર્ટીની ફોજ તૈયાર થઈ છે ત્યારે રાજકોટ લોકસભા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર તરીકે વરિષ્ઠ આગેવાન પરશોતમભાઈ રૂપાલાની પસંદગી કરવામાં આવી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ સાથે નાગર બોર્ડીંગ ખાતે સાંસદ રામભાઈ મોકરીયા દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે પરસોત્તમભાઈ રૂપાલાએ તેના વકતવ્યમાં જણાવ્યું હતું કે લોકસભાની ચુંટણી રાજકોટના પ્રત્યેક કાર્યકર્તાઓ લડી રહ્યા છે અને જીત પણ તેમની જ થવાની છે. આ તકે શહેર પ્રમુખ મુકેશભાઈ દોશીએ જણાવ્યું હતું કે રાજકોટ ભાજપના કાર્યકર્તાઓ માઈક્રોપ્લાનીંગ સાથે લોકસભાની ચુંટણી લડશે અને ચોક્કસ લીડ સાથે લોકસભાના ઉમેદવારને ભવ્ય જીત અપાવશે.
રાજ્યસભાના સાંસદએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં પરશોતમભાઈ રૂપાલા વધુ લીડથી જીતે તે આપણાં સૌનું ગૌરવ છે અને તે માટેના યશભાગી આપણે સૌ કોઈ રહેવાના છીએ. આ તકે પુર્વ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા તેમજ પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે રાજકોટ ભાજપનો ગઢ છે અને ભાજપનો ગઢ સાબિત થવાનો એ આ ચુંટણીમાં સાબિત કરી બતાવવાનું છે. આ બેઠકમાં બહોળી સંખ્યામાં ભાજપ આગેવાનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.