દર ત્રણ વી.આઇ.પી. એ એક પોલીસ અધિકારી: આવું કંઇ ચાલે ? ધિસ ઇસ નોટ ફેર…….
દર ૬૬૩ નાગરિકે એક જ પોલીસ અધિકારી છે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે ભારતમાં દરેક વી.આઇ.પી. રાજનેતાને રક્ષણ પુરું પાડવા ૩ પોલીસ ઓફીસરને તૈનાત કરવામાં આવ્યા છે પરંતુ સામાન્ય નાગરિક ૬૬૩ દીઠ માત્ર એક જ પોલીસ ઓફીસર છે !!! આશ્ચર્યની વાત છે કે દેશમાં પોલીસ ઓફીસરોની અછત છે.
બ્યુરો ઓફ પોલીસ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા પૂરા પાડવામાં આવેલી વિગતો અનુસાર દેશમાં ૨૦,૦૦૦ વીઆઇપી (સેલેબ્રિટીઝ) પાછળ સરેરાશ ૩ પોલીસ ઓફીસર સુરક્ષા મુદ્દે રોકાયેલો છે. પરંતુ દર ૬૬૩નાગરીકો સરેરાશ માત્ર એક જ પોલીસ અધિકારી છે.
દેશમાં કુલ ૧૫.૨૬ લાખ પોલીસ ઓફીસર છે. જે પૈકી ૫૯૯૪૪ અધિકારી ૨૯ રાજય અતે ૬ યુનિયન ટેરેટરીમાં ૨૦૮૨૮ વી.આઇ.પીની સુરક્ષા પાછળ વ્યસ્ત છે. ટૂંકમાં ભારતમાં વી.આઇ.પી. કલ્ચર ખત્મ થવાનું નામ જ લેતું નથી તેનો મતલબ એ કે સામાન્ય જનની સુરક્ષાને નજર અંદાજ કરવામાં આવે છે. નાના માણસની સુરક્ષાનો કોઇને ખ્યાલ નથી. પણ વી.આઇ.પી. નો વાળ પણ વાંકો ન થવો જોઇએ. અત્યારે તો એવું થઇ ગયું છે કે સેલેબ્રિટીની આગળ પાછળ બાઉન્સર હોવા કે રાજનેતાની સાથે બંદૂકધારી કમાન્ડો હોય તો તે સ્ટેટસ સિમ્બોલ ગણાય છે. સામાન્ય જન ભલે ને ધકકે ચઢે પરંતુ સિને કલાકારો અને રાજકીય નેતાઓ સુરક્ષા કાફલા સાથે ફરે છે.