• 17 વર્ષમાં 1.65 કરોડ લોકોના જીવનમાં 108 જાળવી રોશની

તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને પૂર્વ રાષ્ટ્રપતિશ્રી ડો. એ.પી.જે અબ્દુલ કલામના વરદ હસ્તે સોલા સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે વર્ષ 2007માં 108 એમ્બ્યુલન્સની 24 કલાક સેવા ગુજરાતમા શરૂ કરાઈ હતી. મુશ્કેલીના સમયે ફક્ત એક જ કોલમાં સ્થળે પહોચતી 108 ની સેવાને તા.29 મી ઓગસ્ટના રોજ 17 વર્ષ પૂર્ણ થયા છે. અન્ય રાજ્યો માટે એક આદર્શ મોડલ તરીકે પ્રસ્થાપિત થયેલ 108 ની સેવાએ 17 વર્ષમા 1 કરોડ 65 લાખથી વધુ કોલ રીસીવ કરી કટોકટીમા સેવા આપી છે. તથા સ્થળ પર અંદાજે 15.37 લાખથી વધુ લોકોના જીવ બચાવવાની સાથે 1.42 લાખથી વધુ બાળકોનો જન્મ એમ્બ્યુલન્સમાં થયો છે.

ગુજરાત રાજ્યમાં આપત્તિગ્રસ્ત અને આપાતકાલીન સ્થિતિમાં કોઈપણ સ્થળે અને કોઈપણ સમયે તાત્કાલિક મેડીકલ સારવાર અને મદદ માટે સૌના હૈયે અને હોઠે ચડતો એકમાત્ર ટોલ ફ્રી નંબર એટલે 108 ઈમરજન્સી મેડિકલ સર્વિસ. 29 મી ઓગસ્ટનો તે ઐતિહાસિક દિવસ કે જ્યારે 108 સેવાનો ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમવાર શુભારંભ થયો હતો.આપત્તિનાં સમયમાં લાખો લોકોના જીવન બચાવનાર 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા જીવાદોરી સમાન બની ગઈ છે.

ઈમરજન્સીની સ્થિતમાં બીમાર કે ઇજાગ્રસ્ત વ્યક્તિને ઝડપથી હોસ્પિટલ પહોચાડવા માટે નિ:શુલ્ક એમ્બ્યુલન્સ પરિવહનની સુવિધા પૂરી પાડવા અને તમામ પ્રકારની મેડિકલ ઈમરજન્સી જેવી કે હૃદયરોગ, કેન્સર, કીડની, પ્રસૂતિ સંબંધિત, ઝેરી જીવજંતુ કરડવું, મારામારીમાં ઘવાયેલ, અને દાઝી જવાથી, રોડ અકસ્માત, નવજાત શિશુ વગેરે જેવી મેડિકલ ઈમરજન્સીમાં 24 કલાક કાર્યરત અદ્યતન એમ્બ્યુલન્સ સેવા નિ:શુલ્ક મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા 108 સેવાની શરૂઆત 29 ઓગસ્ટ 2007ના રોજ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના સફળ માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ જિલ્લાનાં શહેરો, તાલુકા અને છેવાડાનાં ગામ સુધી આજે 108 ઇમરજન્સી સેવા 24*7 વિનામૂલ્યે ઉપલબ્ધ થઇ રહી છે, જે ગુજરાતના નાગરિકો માટે આશીર્વાદ સમાન છે. રાજ્યકક્ષાના અદ્યતન ટેક્નોલોજીસભર સ્ટેટ-ઓફ-આર્ટ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર અમદાવાદના નરોડા કઠવાડા ખાતે પ્રસ્થાપિત કરીને ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં 108 એમ્બ્યુલન્સ સેવા અસરકારક રીતે અમલીકરણ કરવામાં આવી છે. એમ્બ્યુલન્સમાં અદ્યતન મેડીકલ સાધનો, દવાઓ, વેન્ટીલેટર મશીન અને તેની સાથે ટેકનોલોજીનો સમન્વય કર્યો છે. તેનો સીધો લાભ કટોકટીની પળોમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને મળે છે.

108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા રાજ્યમા દરરોજ સરેરાશ 4000 જેટલા દર્દીઓને હોસ્પિટલ સુધી પહોચાડવામા આવે છે. 108 નંબર પર આવેલા 99% જેટલા ફોન કોલ પ્રથમ બે રીંગમાં જ પ્રતિસાદ આપવામાં આવે છે. જે આંતરરાષ્ટ્રીય સ્તર અને ધોરણ કરતાં પણ વધુ સારી ગુણવતા છે. 108 એમ્બ્યુલન્સનો રાજ્યમાં સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 16:43 મિનિટ જેટલો છે જયારે શહેરી વિસ્તારમાં 11:22 મિનિટ જેટલો રિસ્પોન્સ ટાઈમ અને ગ્રામીણ વિસ્તારમાં 21:03 મિનિટ જેટલો રિસ્પોન્સ ટાઈમ છે. દર 23 સેક્ધડે એક 108 એમ્બ્યુલન્સ ઇમરજન્સી કેસને પ્રતિસાદ આપવા માટે રવાના કરવામાં આવે છે.

કુલ 1,65,28,772 લાભાર્થીઓ પૈકી મેડીકલના 1,62,91,755 કેસ, જેમા ગર્ભાવસ્થા સબંધિત 55,01,238 કેસ, માર્ગ અકસ્માતના 20,19,141 કેસ, હદય રોગ સબંધિત 7,79,756 કેસ તથા શ્વાસને લગતા 9,01,982 કેસ મુખ્ય છે. ઉપરાંત પોલીસ સેવા સબંધિત 2,30,216 ઇમરજન્સી કોલ તથા ફાયરને લગતા 6,801 ઇમરજન્સી કોલ આવ્યા છે.

રાજ્ય સરકાર પ્રજાના કલ્યાણ માટે પોતાની પ્રજા પર આવી પડેલ મેડિકલ આકસ્મિક મુશ્કેલીઓને પોતાની તકલીફ સમજી, નાગરિકોનો પરિવાર વેરવિખેર ન થઇ જાય અને મહામૂલી માનવ જિંદગી બચાવી શકાય તેવા ઉમદા હેતુઓથી પ્રિ-હોસ્પિટલ કેર સાથે હોસ્પિટલ પહોચવા માટે 108 એમ્બ્યુલન્સ સેવા રૂપી યોજના થકી લાભ આપવા હંમેશા કટિબધ્ધ છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.