દાન લીધા વિના સ્વખર્ચે લોકડાઉનમાં તાલુકાભરમાં અન્નક્ષેત્રનો હજુ પણ ચાલુ
ઉપલેટાના વ્યાસ પરિવાર દ્વારા અર્થમાં માનવસેવા એજ પ્રભુ સેવાના મંત્રને સાર્થક બનાવ્યું છે. ૩૬૫ દિવસ ભૂખ્યાઓને ભોજન, કપડા, ચંપલ, દવા સહિતની વસ્તુ આપી દરીદ્ર નારાયણની ખરાં અર્થમાં આખું પરિવાર સેવા કરી રહ્યું છે.
શહેરના પૂર્વ શોપ ઇન્સ્પેકટર જે.બી. વ્યાસ, મહાદેવ ગ્રુપના જીજ્ઞેશભાઇ વ્યાસ નગર સેવક જીજ્ઞાબેન વ્યાસ દ્વારા છેલ્લા વર્ષથી કોઇપણ જાતના નાત ભાત વગર તમામ ધર્મના લોકો માટે શહેર તેમજ તાલુકાભરમાં કોઇપણ માણસ ભખ્યું ન સુવે તેમ માટે ૩૬૫ દિવસ ર૪ કલાક અન્નક્ષેત્ર ધમધમી રહ્યું છે. સાથે સાથે ગરીબ અને નબળા વર્ગને અન્નની સાથે સાથે કપડાં, ચપલ, ગરમ કપડા, દવા જેવી વસ્તુ વિનામૂલ્ય પાડી રહ્યા છે તે પણ કોઇ પણ જાતના ફંડ ફાળા વગર પોતાના સ્વખર્ચે દિન દુનિયાની સેવા કરી રહ્યા છે. જીજ્ઞેશભાઇ અને જીજ્ઞાબેન સમગ્ર પરિવાર સમગ્ર તાલુકામાં વસ્તા બ્રહ્મ પરિવારો માટે બ્રહ્મસોયાસી, દિવાળી, દશેરા, સાતમ, નવરાત્રી, મકર સક્રાઁતિના તહેવાર ઉપર પતંગ, દાળીયા, મીઠા ખજુર, ચીકી જેવી પૌષ્ટિક આહારનું પણ વિસ્તરણ વિનામૂલ્યે કરી રહ્યા છે.
હાલના સમયમાં લોકડાઉન દરમ્યાન જયારથી લોકડાઉન ચાલુ થયેલ છે ત્યારથી આજદિન સુધી તાલુકાના તમામ ગામોના ખેત મજુરો બહાર ગામથી ખરીદી કરવા આવતા લોકોને પણ દાળ, ભાત, શાક, રોટલીનું ભોજન બન્ને ટાઇમ પહોચતું કરે છે. સાથે સાથે વૃઘ્ધો અને નાના બાળકો માટે દુધની પણ વ્યવસ્થા રાખવામાં આવે છે. દર શુક્રવારે બહાર ગામથી આવતા સાધુ સંતોને પણ અન્નક્ષેત્રમાં બોલાવી તેને પણ પણ પ્રસાદ રૂપી ભોજન વ્યાસ પરિવાર દ્વારા પિરસાઇ રહ્યું છે. એક એવી પણ વાયકા છે કે દ્વારકાધીશ સોસાયટીમાં કોઇ પણ ભિક્ષુક કે સાધુ જાય ત્યાં વ્યાસ પરિવાર તેને તેના ઘેરે બોલાવી પ્રસાદ રૂપે ભોજન પોતાના હાથે પિરસી રહ્યા છે. આવા સેવા ભાવી વ્યાસ પરિવારના અન્નક્ષેત્રની મુલાકાતે સાંસદ રમેશભાઇ ધડુક, ધારાસભ્ય લલીતભાઇ વસોયા, નગરપતિ દાનભાઇ ચંદ્રવાડીયા તથા પત્રકારો ભરત રાણપરીયા સહિત આગેવાનો શહેરના આગેવાનો મુલાકાત લઇ ચૂકયા છે.