મુકેશજીના ઓછા પણ યાદગાર ગીતોએ તેમને અમર બનાવ્યા : દિનેશ બાલાસરા

 મખમલી અવાજના બાદશાહ એટલે તલદ મહેમુદ : મનસુર ત્રિવેદી

 ચાહકોની ફરમાઇશોએ જ ફિલ્મી ગીતોને સદાબહાર બનાવી દીધા : મધુસુદન ભટ્ટ

જૂની ફિલ્મોનાં યાદગાર ગીતો વિશે અબતક ચેનલે સંગીત ક્ષેત્રે જોડાયેલી ૩ કલાકારો દિનેશ બાલાસરા, મનસુર ત્રિવેદી તથા મધુસુદનભટ્ટ સાથે અબતક ચેનલમાં રસપ્રદ ગોષ્ઠિ કરેલી જેમાં જૂની ફિલ્મોનાં ગીતોના વિષયને લઈને ઘણી વાતો કરવામાં આવી હતી. ૧૯૪૫ થી લઈને ૧૯૭૦ સુધીનાં સમયગાળામાં બનેલી ફિલ્મો વિશે મધુસુસન ભટ્ટે સવિસ્તાર વાત ક્રી હતી જેમાં એ સમયનાં ગાયકો, સંગીતક્રો અને ગીતકારોની સમગ્ર ટીમે કરેલ અગાથ મહેનત અને સર્જન પામેલા ગીતો બાબતની સુંદર માહિતી આપવામા આવી હતી. ભટ્ટે વર્ષોથી સમગ્ર ભારત દેશમાં એક નિયમિત શ્રોતા રહ્યા છે અને ફિલ્મ સંગીત બાબત સારી એવી જાણકારી ધરાવે છે જે એમણે આ મુલાકાતમાં વાગોળી હતી.

5 bannafa for site

ત્યારબાદ છેલ્લા ૬૦ વર્ષથી રાજકોટના સંગીત ક્ષેત્રે કાર્યરત રહેલા મનસુર ત્રિવેદીએ પણ ગાયકોમાં રહેલી વિવિધ ખૂબીઓ વિશે રસપ્રદ વાત કરી હતી એમણે જણાવ્યું હતુ કે જૂના ગીતો ફિલ્મની વાતોને ધ્યાનમાં રાખીને ફિલ્મોમાં મૂકવામાં આવતા હતા ફિલ્મ કદાચ આપણે જોયું ન હોય તો પણ ગીતોનાં શબ્દોથી આપણે એ ફિલ્મની વાર્તા શું હશે એનું અનુમાન કરી શકતા હતા મન્સુરભાઈએ ખાસ કરીને તલત મહેમુદ, તથા નૌશાદની ખૂબીઓ વિશે પણ ભરપૂર તથા જાણવા જેવી વાતો પણ કરી હતી. રાજકોટ શહેરમાં છેલ્લા ૩૦ વર્ષોથી ગાયક, ઉદઘોષક, ગીતકાર, હાસ્ય કાકાર, નાટય નિર્માતા તરીકે લોકપ્રિય એવા દિનેશ બાલાસરાએ ભારપૂર્વક જણાવ્યું હતુ કે આપણા ભારત દેશમાં મોહમ્મદ રફી, મુકેશ, કિશોરકુમાર, મહેન્દ્ર કપૂર, મન્નાડે, તલત મહેમુદ, હેમંત કુમાર, લતા મંગેશકર, આશા ભોસલે, સુમન કલ્યાણપૂર, ગીતા દત વગેરે જેવા ગાયકો, નૌશાદ, શંકર જયકિશન, સી.રામચંદ્ર, ખય્યામ, કલ્યાણજી આનંદજી, એસ.ડી.બર્મન, રવિ, લક્ષ્મીકાંત પ્યારેલાલ જેવા સંગીતકારો અને શકિલ મજ‚હ સાહિર, આનંદબક્ષી નિરજ, ભરત વ્યાસ જેવા ગીતકારો જો જન્મ્યા ન હોત તોહજારો કર્ણપ્રિય ગીતોથી આપણે વંચિત રહી ગયા હોત.

ઉપરોકત ચર્ચામાં રાજકપૂર, રાજકુમાર, રાજેન્દ્ર કુમાર, દિલીપ કુમાર, રાજેશ ખન્ના, વગેર અભિનેતાઓ તેમજ નૂતન, વહિદા રહેમાન, નરગીશ, વૈજયન્તીમાલા, માલાસિંહા, વગેરે અભિનેત્રીઓ પર ફિલ્માવામાં આવેલા વિવિધ ગીતો ઉપર પણ ભરપૂર વાતો કરવામાં આવી હતી ચર્ચાનું સંચાલન કરનાર અ‚ણ દવેએ જૂના ફિલ્મ સંગીત બાબતના ખૂબજ જ‚રી સવાલો કર્યા હતા. જેના સવિસ્તાર જવાબો ચર્ચામાં ભાગ લેનાર ત્રણેય, વ્યકિતઓએ આપ્યા હતા. ચર્ચાની સાથોસાથ જૂના યાદગાર ગીતોને ગણગણીને વાતાવરણને સંગીતમય બનાવી દીધું હતુ.

  • ‘પુરાને નગમે’ ઓક્સિજન સમાન

અબતક ચેનલના ડીઝીટલ પ્લેટફોર્મ ઉપર જૂના ગીતોની ડિબેટમાં ૧૯૪૫ થી ૭૦ના વર્ષમાં અને ગોલ્ડન યુગ ૧૯૬૦-૭૦ના શ્રેષ્ઠ ગાળાની વાતો કરી હતી સુરૈયા-નુરજર્હાં, સાયગલ જેવા, વિવિધ જૂના ગાયકો સાથે લતા-આશા-ઉષા, તલત, રફી, મુકેશ જેવા કલાકારોના દોર સાથે હિટ ફિલ્મોનાં હિટ ગીતોની વાત કરી હતી. વિવિધ સંગીતકારોનાં શ્રેષ્ઠ કર્ણપ્રીય ગીતોના યોગદાનથી ચર્ચા કરાય હતી. ચર્ચામાં જૂના હિટ ગીતોમાં કવ્વાલી-ચિલ્ડ્રન સોંગ-સેડસોંગ-રોમેન્ટીક સોંગ, ભજન, મસ્તીખોર જેવા વિવિધ ગીતોના દોરની હૃદય સ્પર્શી ડિબેટ થઈ હતી. અમુક ફિલ્મોમાં તેના તમામ હિટ ગીતો સાથેની વાતો પણ ચર્ચામાં આવી જેમાં મધર ઈન્ડિયા જેવી વિવિધ ફિલ્મોની ચર્ચા કરાય હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.