ગાતા રાહે… મેરા દિલ…. તુંહી મેરી મંઝીલ…
દર રવિવારે જાણીતા હારમોનિયમ વાદક કયુમભાઈના સથવારે જામે છે ‘ઓલ્ડ-ગોલ્ડ’ મહેફિલ !!
મેરી આવાઝ હી…પહચાન હૈ…
રવિવારની સવાર… કે.એલ. સાયગલનું ગીત… જબદિલહી ટુટ ગયાથી શરૂ કરીને વર્ષોથી જૂના ગીતો ગુનગુનાવતા સિનિયરો એક પછી એક સુંદર સદાબહાર ગીતો રજૂ કરે છે. આ શ્રેષ્ઠ ‘ઓલ્ડ ગોલ્ડ’ મહેફિલ જાગે છે. હિરાણી કોલેજનાં મધ્યસ્થખંડમાં !!
છેલ્લા ૫૦ વર્ષથી હારમોનિયમમાં જેની કલા સમગ્ર ગુજરાતમાં પ્રસરી છે તેવા સિનિયર મોસ્ટ કલાકાર કયુમભાઈના સથવારે સિનિયરો રફી-મુકેશ-લતા, કિશોર, તલત, મહેન્દ્ર કપૂર, સાયગલ, પંકજ મલીક, આશા, સુમન કલ્યાણપૂર, સુધા મલ્હોત્રા જેવા વિવિધ કલાકારો શ્રેષ્ઠ ગીતો રજૂ કરીને નિજાનંદ મેળવે છે.
વિનોદભાઈ દવે, નરેન્દ્રસિંહ ગોહિલ, ભાવનાબેન, ઉષાબેન જોષી, પ્રફુલ્લભાઈ જયેન્દ્ર પંડયા, મુકેશભાઈ દવે, ખીમજીભાઈ, અશોક લૂંગાતર તબલાવાદક જીતુભાઈ તથા જયંત જમુઆર જેવા સિનિયરો નિજાનંદ માટે શ્રેષ્ઠગીતો દર રવિવારે ગાઈને આનંદ સાથે મનોરંજન માણે છે.
જૂનાગીતો વચ્ચે સંગીતમા આવતા નાના નાના વાદ્યોના પીસ વિશે કયુમભાઈ માર્ગદર્શન આપે તોસુર-તાલ લયની સમજ સાથે એક બીજાના સથવારે ઉમદા ગીતો રજૂ કરે છે.
દરેક ગ્રુપમાં જોડાયેલ સભ્યે દર રવિવારે અલગ અલગ ગીતો ગાઈને હજારો ગીતોનો સંગ્રહ પણ કરેલ છે.
ગ્રુપના નરેન્દ્રસિંહ સારા ગાયકની સાથે સારૂ માઉથ ઓર્ગન પણ વગાડે છે. ઉષશબેન જોશી નામના કલાકાર સામાજીક સેવામાં પણ મોખરે તે એકલા લોકોને મદદરૂપ થાય છે.
યે કૈસી અજબ દાસ્તા હોગી હે… છુપાતે છુપાતે બયા હોગી હે… જેવા રેર સોંગ્સ દર વખતે ક્રમિક લઈને આ સિનિયરો આનંદોત્સવ સાથે ગીતો ગાઈને જીવન આનંદ મણે છે. તેઓ દર્દીલા, રોમેન્ટીક, યુગલ ગીતો પર અમલ કોઈ ફિલ્મ સોંગ્સની રેકોર્ડ વાગતી હોય તેવો માહોલ ઉભો કરે છે.