હેવી લુક આપતી આ જ્વેલરી લગ્નપ્રસંગોમાં જ નહીં પણ હવે દરેક ફંક્શનમાં મહિલાઓની પહેલી પસંદ બની ગઈ છે
આજકાલ જ્વેલરીની ફેશનમાં ચોકર બહુ પ્રચલિત ઈ રહ્યો છે. ચોકર નેકલેસ પહેલાંનાં પહેરતાં હતાં. એટલે ચોકર નેકલેસને તમે બીજી જ્વેલરીની જેમ વિન્ટેજ ફેશન કહી શકો. ચોકર નેકલેસની ફેશન હંમેશાં એવરગ્રીન છે, પણ હમણાં-હમણાં એ વધારે ફેશનમાં છે. ચોકર નેકલેસને હાંસડી પણ કહેવામાં આવે છે. કહે છે, બેઝિકલી નેકમાં પહેરવાની વસ્તુને ચોકર નેકલેસ કહેવાય. નેકલેસ અને ચોકર નેકલેસમાં એ જ ફરક છે કે નેકલેસ નેકની નીચે સુધી હોય, પણ ચોકર ગળાને એકદમ ટાઇટ પહેરવાનો હોય છે, જેના કારણે એ તમારા ગળા પર ફિટ બેસે છે. આજકાલ બ્રાઇડ ચોકર નેકલેસ અને નેકલેસ બન્ને સો પહેરી રહી છે. એી એનો લુક સૌી યુનિક લાગે. ચોકરના હેવી લુકને કારણે એને પ્રસંગોમાં વધારે પહેરવામાં આવે છે.
માત્ર લગ્ન જેવા મોટા પ્રસંગોમાં પહેરવામાં આવતા ચોકર નેકલેસ હવે પાર્ટી, રિસેપ્શન અને બીજા નોર્મલ ફંક્શનમાં પણ મહિલાઓની પહેલી પસંદ બની ગયો છે.
ટાઇપ
ચોકર નેકલેસમાં ત્રણ ટાઇપ જોવા મળે છે. એના વિશે જણાવતાં કહે છે, ચોકર નેકલેસમાં એક છે સ્મોલ ચોકર નેકલેસ, બીજો મીડિયમ ચોકર નેકલેસ અને ત્રીજો છે હેવી ચોકર નેકલેસ. સ્મોલ ચોકર નેકલેસ તમને એકદમ લાઇટ લુક આપે છે, જેને તમે પાર્ટીઓમાં કે પછી નાના ફંક્શનમાં અવા દૂરના પ્રસંગમાં પહેરી શકો છો.
મીડિયમ ચોકર નેકલેસ બહુ લાઇટ પણ નહીં અને બહુ હેવી પણ નહીં એવો ન્યુટ્રલ લુક આપે છે, જેને તમે તમારા નજીકના પ્રસંગોમાં પહેરી શકો છો. હેવી ચોકર નેકલેસ બહુ હેવી લુક આપે છે જે નોર્મલી દુલ્હન પહેરતી હોય છે.
પેટર્ન
ચોકર નેકલેસમાં વિવિધ સ્ટાઇલ જોવા મળે છે. એના વિશે જણાવતાં કહે છે, એમાં ઘણીબધી સ્ટાઇલ આવે છે. હમણાં નવી સ્ટાઇલ નીકળી છે જે અર્ધ ગોળાકાર હોય છે અને જ્યાં ગોળાકારનો ભાગ કટ થાય છે ત્યાં બન્ને બાજુ ચેઇન હોય છે. આ ચેઇન લાંબી હોય છે. એ સિવાય ચોકર નેકલેસમાં તમને સાદું સિમ્પલ જોઈતું હોય તો માત્ર પેન્ડેન્ટ પણ મળે છે.
ચોકર નેકલેસમાં એવી પેટર્ન પણ આવે છે જેમાં ચોકર નેકલેસ-કમ-નેકલેસ પણ આવે છે જે તમારા ગળાનો ઉપરનો ભાગ પણ થોડો કવર કરે છે અને તમારા ગળાનો ભાગ પણ થોડો કવર થાય છે. એવા ચોકર નેકલેસ પણ મળે છે જે એક પટ્ટી હોય છે જે તમને બેલ્ટ જેવા લાગે.
ચોકર નેકલેસમાં તમને ઍનિમલની ડિઝાઇન પણ જોવા મળે છે. ચોકર નેકલેસ કુંદન, ગોલ્ડ, સિલ્વર, મોતી, ઇમિટેશન, કોપર, મીનાકારી વર્ક, છપાઈ એટલે એમ્બોસ વર્ક, વિલાન્દી, ફિલિગ્રી વર્ક અને જડાઈ વર્કમાં જોવા મળે છે. અમુક ચોકર નેકલેસમાં તમને ઍન્ટિક વર્ક પણ જોવા મળે છે.
ચોકર નેકલેસ જોવા પરી એવો લાગે કે એ પર્ટિક્યુલર ગળા માટે બનતો હશે. પણ નહીં, ચોકર નેકલેસના દેખાવ પર ન જાઓ, કેમ કે એ ફ્લેક્સિબલ છે જે કોઈના પણ ગળામાં પર્ફેક્ટ બેસી જાય છે. ચોકર નેકલેસ બોટ-નેકનાં પર સારા લાગે છે. એ સિવાય શર્ટ્સ અને વન-પીસ પર પણ ચોકર નેકલેસ સારા લાગે છે.