ગરમી અને ઠંડીની કમોસમી સીઝનમાં વાળ ખરવાની સમસ્યા વધી જતી હોય છે તેવામાં જો ખાસ કાળજી ન રાખવામાં આવે તો વાળ વધુ ડેમેજ થઇ જાય છે. તો આપણે નજર કરીએ સરળ ઘરગથ્થુ ઉપચારથી કઇ રીતે ખરતા વાળ અટકશે !

ટિપ્સ

લીલા  ધાણાનો રસ અથવા ગાજરના રસને વાળની જડમાં લગાવવાથી રોગી વ્યક્તિના વાળ ખરવાનું બંધ થઇ જશે આ સ્થાન પર ડુંગળીને રસ લગાવવાથી વાળ ફરીથી આવશે. ગાજરને લસોટીને લેપ બનાવી લો. આ લેપનો માથા પર લગાવો અને બે કલાક પછી માથું ધોઇ નાંખવું જોઇએ. આવું નિયમિત કરવાથી વાળ ખરશે નહીં. ટાલિયાપણું દુર કરવા રાત્રે સુતા સમયે નારિયેળના તેલમાં લીંબુનો રસ મેળવીને માથા પર માલિશ કરવી. રાતના સમયે તાંબાના વાસણમાં પાણી ભરીને રાખો સવારના સમયે વખરીમાંથી ઉઠીને પી લેવું આની સાથે અડધો ચમચી આમળાનું ચુર્ણનું સેવન કરી શકો છો ?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.