અનીલ કપૂર હંમેશા પોતાની ફિટનેસ માટે ચર્ચામાં રહેતા હોય છે. અનિલ કપૂરને બોલિવૂડના એવરગ્રીન એક્ટર કહેવામાં આવે છે. તે 66 વર્ષની ઉંમરે પણ બોલિવૂડના યુવા કલાકારો સાથે એ જ જોશ સાથે કાર્ય કરે છે ત્યારે ફરી એક તેમણે તેમના સોશીયલ મીડિયા પર વર્કઆઉટનો વીડીયો શેર કર્યો છે જેમાં તે માઈનસ 110 ડિગ્રી સેલ્સિયસમાં ઓક્સિજન માસ્ક લગાવીને વર્કઆઉટ કરતા જોવા મળી રહ્યા છે.
અભિનેતા અનિલ કપૂરે તાજેતરમાં ક્રાયોથેરાપી કરાવી હતી, જેને કોલ્ડ થેરાપી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ થેરાપી કરાવવાનો એકમાત્ર હેતુ એ છે કે તેનાથી શરીરની ચરબી ઓછી થઈ શકે છે. હવે સવાલ એ ઊભો થાય છે કે અનિલ કપૂરને આવું કરવા માટે શું પ્રેર્યું, તો અમે તમને જણાવીએ છીએ કે અભિનેતા આ તેની આગામી ફિલ્મ માટે કરી રહ૬ય છે, જેમાં તે એક્શન કરતો જોવા મળશે. વીડિયો શેર કરતા અભિનેતાએ કેપ્શનમાં લખ્યું, ’40 મે નોટી કા સમય આ ગયા હૈ. 60 વર્ષની ઉંમરે સેક્સી બનવાનો સમય છે. ફાઇટર મોડ ચાલુ છે.
પઠાણ ફિલ્મ નિર્માતા સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત, ફાઇટરમાં દીપિકા પાદુકોણ, અનિલ કપૂર, કરણ સિંહ ગ્રોવર અને અક્ષય ઓબેરોય સાથે હૃતિક રોશન જોવા મળશે. એક્શન થ્રિલર ફિલ્મમાં હૃતિક અને દીપિકા ભારતીય વાયુસેનાના પાઈલટ તરીકે જોવા મળશે.
અનિલના આ વીડિયો પર કૉમેન્ટ કરતાં કૉમેડિયન અને એક્ટર કપિલ શર્માએ લખ્યું, ‘વાહ, મારે પણ કરવું પડશે.’ એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, ‘આ છે યુવાન દેખાવાનું રહસ્ય’. જ્યારે અન્ય એક યુઝરે અનિલની પત્ની સુનીતા કપૂરને ટેગ કરીને લખ્યું, ‘કૃપા કરીને તેમને કંટ્રોલ કરો’.