ભેદી રીતે લાગેલી આગ પાછળ હિતશત્રુનું કારસ્તાન હોવાની આશંકા: ફેકટરી માલિક રાજેશભાઇ પટેલ
આઇ-વે પ્રોજેકટનો પોલ કઇ રીતે ધરાશાયી યો તે અંગે અને આગની ઘટનામાં ઉંડી તપાસ કરાવાશે: જિલ્લા પોલીસ વડા બલરામ મીણા
ફેકટરીમાં વીમાની રકમ કરતા કામ ખોરવાઇ જવાના કારણે નુકસાની મોટી ગણાવતા કંપની ડાયરેકટર
આગ ખરેખર લાગી છે કે લગાડવામાં આવી તે સત્ય બહાર આવે તે જરૂરી બન્યું
મેટોડા ખાતે આવેલી એવરેસ્ટ નમકીન ફેકટરીમાં ભેદી સંજોગોમાં લાગેલી આગ અંગે ‘અબતક’ની ટીમ દ્વારા કરાયેલી છાનભીનમાં કેટલાક શંકાસ્પદ મુદા ધ્યાન પર આવ્યા હતા જે અંગે જિલ્લા પોલીસ વડા બલરામ મીણા અને ફેકટરી માલિક રાજેશભાઇ પટેલ સાથે કરાયેલી વિસ્તૃત ચર્ચા દરમિયાન આગની ઘટના શંકાસ્પદ ગણાવી આગ લાગવા સત્ય શુ છે તે અંગેની સંપૂર્ણ વિગતો બહાર આવે તે જરૂરી હોવાનું બંનેએ ગણાવી ‘અબતક’ દ્વારા વ્યકત યેલી શંકા અંગે પોતે સહમતી આપી હતી. એસપી મીણાએ આ અંગે ઉંડી તપાસ કરી ટૂંક સમયમાં દુધનું દુધ અને પાણીનું પાણી કરવામાં આવશે જ્યારે ફોકટરી ડાયરેકટર પટેલે પણ પોતાના માટે વિમાની રકમ કરતા અનેક ગણુ નુકસાન યાનું ગણાવી ખરેખર આગ લગાવવામાં આવી હોય તો પોતાના કોઇ હિતશત્રુનું કારસ્તાન હોવાની શંકા વ્યક્ત કરી છે. એવરેસ્ટ નમકીનમાં લાગેલી ભેદી આગ અંગે સૌી વધુ શંકાસ્પદ બાબત તો એ છે કે, એવરેસ્ટ નમકીન ફેકટરી પર ફોકસ કરતા આઇ-વે પ્રોજેકટના સીસીટીવી ફુટેજનો પોલ ધરાશાયી યેલો જણાય છે. આ અંગેની તપાસ કરતા પોલીસ અકસ્માતે ની પડયો પણ તેના ફાઉડેશનમાંથી નટ-બોલ્ટ ખોલી દુર કરવામાં આવ્યો છે. આઇ-વે પ્રોજેકટનો પોલ ધરાશાયી કરવા પાછળ કોનું હિત છુપાયેલું તે અને કોના ઇશારે હટાવવામાં આવ્યો તે અંગે ઉંડી તપાસ વી જરૂરી બની છે.
આઇ-વે પ્રોજેકટનો પોલ તા.૧૭મી રાત્રે ૯ થી ૯-૩૦ દરમિયાન શંકાસ્પદ રીતે ધરાશાયી થયો છે. અને એવરેસ્ટ નમકીનમાં આગ તા.૧૭મીની મોડીરાતે ૧-૩૦ કલાકે લાગી છે. બંને ઘટનાના સમય પણ ઘણી બાબત શંકા જન્મે તેવી જણાય રહી છે. આ અંગે પણ તપાસ કરવા માટે જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ તપાસ કરવા લોધિકા પોલીસને જરૂરી સુચના આપી છે. આઇ-વે પ્રોજેકટનો પોલ જે રીતે ધરાશાયી યો તે રીતે આઇ-વે પ્રોજેકટ માટે વીજ પુરવઠો સપ્લાય કરતા વીજ કનેકશનને પણ તોડવાનો પ્રયાસ થયો છે. વીજ મીટરને પથ્ર મારી નુકસાન કર્યુ છે. પણ વીજ કનેકશનનો માત્ર કાચ જ તુટેલો જણાય છે.
એવરેસ્ટ નમકીનમાં લાગેલી આગને ટ્રકમાં સ્પાર્ક વાના કારણે ગણાવવામાં આવી છે જે કારણ પ્રમ દ્રષ્ટિએ ગળે ઉતરે તેમ ની આગના કારણે ફેકટરીમાં જે રીતે નુકસાન યું છે તેની સરખામણી એટલે કે આગના ઉદગમ કેન્દ્ર ગણાતા ટ્રકમાં નુકસાન થયું ની અને આગની ઘટના બાદ ટ્રકને ઘટના સ્ળી પ્રમ બહાર લઇ જવામાં આવ્યો છે અને ત્યાર બાદ ફેકટરીના પાર્કીગમાં રાખી દેવામાં આવ્યો છે. જી.જે.૦૩બીડબલ્યુ. ૨૧૧૪ નંબરના મહાકાય ટ્રક નવો નકોર છે એટલું જ નહી ર્સ્પાક વાના કારણે ટ્રકનું વાયરીંગ પણ જેમનું તેમ જણાય રહ્યું છે. ટ્રકમાં ગોઠવાયેલા ક્ધટેનરનો પાછળનો ભાગ જ થોડો સળગેલો જણાય છે.
એવરેસ્ટ નમકીનમાં આગની ઘટના સમયે બચાવ કામગીરી માટે રાખવામાં આવેલા ફાયર સેફટીના સાધનોનો કેમ ઉપયોગ કરવામાં ન આવ્યો તે બાબત પણ ઘણી શંકાસ્પદ જણાય રહી છે. આ મુદે પોલીસ દ્વારા ઉંડી તપાસ કરવામાં આવે તો પણ ઘણી ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવે તેમ હોવાનું જણાય રહ્યું છે. ફાયર સેફટીના સાધનો સમયસર કામ આપ્યું નહી કે તેનો ઉપયોગ કરી આગ બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ની તે અંગે પણ પોલીસ દ્વારા ઉંડી તપાસ વી જરૂરી બન્યું છે.
આઇ-વે પ્રોજેકટનો સીસીટીવી કેમેરો શંકાસ્પદ રીતે દુર કરાયો છે તે રીતે એવરેસ્ટ નમકીન ફેકટરીના સીસીટીવી કેમેરાનું જ્યાં રેકોર્ડ થાય છે તે ડીવીઆર સહિતના ઉપકરણો સંપૂર્ણ રીતે સળગીને ખાખ ઇ ગયું છે. સીસીટીવી કેમેરા છેલ્લી સેક્ધડ સુધી રેકોર્ડ તી હોય છે આ અંગે ઓનલાઇન ટેકનિકલ રીતે તપાસ કરવામાં આવે તો પણ દુધનું દુધ અને પાણીનું પાણી ઇ શકે તેમ હોવાનું જણાય રહ્યું છે.
પંચવટી સોસાયટીમાં રહેતા એવરેસ્ટ નમકીનના ડાયરેકટર રાજેશકુમાર અરૂણભાઇ પટેલે ફેકટરી ૨૦૦૪માં શરૂ કરી હોવાનું અને પોતાની ફેકટરીની કલકતાની કંપની દ્વારા ૪૫૦ કરોડ વેલ્યુ આંકવામાં આવી છે ત્યારે તે રકમની સરખામણીમાં વિમાની રકમ ઘણી સામાન્ય અને ઓછી ગણી આગ કંઈ રીતે લાગી તે હજી સુધી જાણી શકાયું ની પરંતુ ‘અબતક’ની ટીમ દ્વારા કરાયેલી છાનભીન અંગે પણ સહમતી આપી આગ શંકાસ્પદ હોય તો સમગ્ર ઘટના પાછળ પોતાના કોઇ હિતશત્રુની સંડોવણી પણ હોય શકે તેવી શંકા વ્યકત કરી છે અને આગના કારણે યેલા નુકસાન કરતા ફેકટરી લાંબો સમય બંધ રહેવાના કારણે પોતાને નુકસાન વધુ થશે તેમ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું છે.
- ધરાશાયી યેલો આઇ-વે પ્રોજેકટનો પોલ ઘણી ‘પોલ’ ખોલશે
એવરેસ્ટ નમકીન ફેકટરીમાં લાગેલી ભેદી આગની જેમ આઇ-વે પ્રોજેકટનો પોલ પણ ભેદી રીતે ધરાશાયી યેલો જણાય રહ્યો છે. આઇ-વે પ્રોજેકટનો કેમેરોનું ફોકસ એવરેસ્ટ ફેકટરી પર હોવાી તે રાત્રે ૯ થી ૯-૩૦ કલાકે ધરાશાયી યાની ગણતરીની કલાકોમાં જ એટલેકે રાતે એક થી દોઢ કલાકે આગ ભભૂકે છે. બંને ઘટના વચ્ચે ઘણી બધી બાબત શંકા જન્મે તેવી જણાય રહી છે. ધરાશાયી યેલા આઇ-વે પ્રોજેટકના પોલના કેમેરાના છેલ્લી સેક્ધડના ફુટેજ મેળવવામાં આવે તો પણ સત્ય વિગતો ઉજાગર થાય તેમ જણાય રહી છે.
- આઇ-વે પ્રોજેટકના પોલને કોણે હટાવ્યો?
એવરેસ્ટ નમકીનની ભેદી આગનું રહસ્ય છપાવવાના ઇરાદે આઇ-વે પ્રોજેકટને શંકા રીતે હટાવ્યો હોવાનું જણાય રહ્યું છે તે અંગેની પુષ્ટી કરાવતી તસવીર ઘણું કહી જાય છે. પોલની સ્તિી જોતા આકસ્મિક રીતે ધરાશાયી યો હોય તો બેન્ડ વળે તેમ ની જણાતો અને આઇ-વે પ્રોજેટકના પોલને ફાઉડેશનમાંથી નટ-બોલ્ટ ખોલીને ધરાશાયી કરવામાં આવ્યો હોય તેમ જણાય રહ્યું છે પોલના નટ-બોલ્ટ પણ ઘટના સ્ળે જેમના તેમ જણાય રહ્યા છે અને પોલનું વાયરીંગને પણ નુકસાન થયુ નથી.
- એસપી બલરામ મીણાએ આગની ઘટનાની તપાસનો રિપોર્ટ માગ્યો
મેટોડા ખાતેની એવરેસ્ટ નમકીન ફેકટરીમાં લાગેલી ભેદી આગ અંગે ‘અબતક’ની ટીમ દ્વારા કરાયેલી છાનભીન દરમિયાન કેટલીક શંકાસ્પદ બાબત અંગે જિલ્લા પોલીસ વડા બલરામ મીણાના ધ્યાન પર મુકવામાં આવતા તેઓએ આઇ-વે પ્રોજેકટનો પોલ કંઇ રીતે ધરાશાયી યો અને એવરેસ્ટ નમકીનમાં લાગેલી આગ ખરેખર આકસ્મિક છે કે ઇરાદા પૂર્વક લગાવવામાં આવી છે તે અંગેની સંપૂર્ણ તપાસ કરી લોધિકા અને એફએસએલ પાસે વિગતો માગી છે.
- એવરેસ્ટ નમકીન ફેકટરીના ફાયર સેફટીના સાધનોનો કેમ ઉપયોગ ન થયો?
એવરેસ્ટ નમકીન ફેકટરીમાં આગ જેવી દુર્ઘટના ન સર્જાયા તે માટે ફાયર સેફટીના સાધનો વસાવવામાં આવ્યા છે પરંતુ ‘દસેરાએ ઘોડુ ન દોડયા’ જેવી ઘટના બની છે. આગ લાગી પણ કોઇ કર્મચારીએ ફાયર સેફટીના સાધનનો ઉપયોગ ન કર્યો હોવાનું જણાય રહ્યું છે. શોભાના ગાઠીયા જેવા ફાયર સેફટીના સાધનો જેમના તેમ રહ્યા હતા અને ફેકટરી સંપૂર્ણ રીતે સળગીને ખાખ થઇ છે ત્યારે આ બાબતે પણ જરૂરી તપાસ થાય તો પણ દુધનું દુધ અને પાણીનું પાણી થાય તેમ જણાય રહ્યું છે.
- વીજ જોડાણને પણ તોડવાનો પ્રયાસ થયો?
એવરેસ્ટ નમકીનની ભેદી આગનું રહસ્ય છુપાવવા આઇ-વે પ્રોજેટક જે રીતે શંકાસ્પદ રીતે દુર કરાયો તે રીતે આઇ-વે પ્રોજેટકને વીજ પુરવઠો પુરો પાડતું વીજ કનેકશન પણ તોડવાનો પ્રયાસ યાનું જણાય રહ્યું છે. વીજ કનેકશનને પથ્ર મારી તોડીને નુકસાન વાની ઘટના અંગે પણ તપાસ કરી જરૂરી ફુટેજ મેળવી વીજ કનેકશનને તોડી નુકસાન કોને અને શા માટે કર્યુ તે અંગે તપાસ જરૂરી બની છે.
- આગ કરતા ફેકટરી બંધ રહેવાથી નુકસાન વધુ થશે : ડાયરેટર રાજેશ પટેલ
એવરેસ્ટ નમકીનના ડાયરેટર રાજેશ પટેલનો ‘અબતક’ની ટીમ દ્વારા ટેલિફોનિક સંપર્ક કરી આગની ઘટના અંગેની શંકાસ્પદ બાબત અંગે કરેલી વાત સો તેઓ સહમત યા હતા. આગ કોને લગાડી તે સત્ય બહાર આવવું જરૂરી ગણાવી આગના કારણે નુકસાન નહી થાય તેથી અનેક ગણું વધુ નુકસાન ફેકટરી બંધ રહેવાના કારણે થશે તેમ જણાવ્યું હતું. ફેકટરીમાં કામ કરતા કર્મચારીથી લઇ માલસામાન અને મશીનરીનો પુરો વિમો છે અને આગમાં સળગી ગયેલી મશીનરીનો વિમો મળે એ વધીને પાંચ થી દસ કરોડ હોય શકે પણ ફેકટરી જો બે થી ત્રણ માસ બાદ ફરી કાર્યરત થાય તો તે નુકસાનીની રકમ દસ ગણી હોય શકે અને તે નુકસાની વિમા કંપની ન ચુકવે તે સ્વભાવીક છે તેમ કહી આગ જો ખરેખર લગાવવામાં આવી હોય તો પોતાના કોઇ હિતશત્રુની સંડોવણી હોવાની શંકા વ્યકત કરી આગ લાગી છે કે લગાવવામાં આવી છે તે અંગેની તપાસ વી જરૂરી રાજેશભાઇ પટેલે ગણાવી છે.
- એવરેસ્ટ નમકીનમાં ટ્રકમાં ક્યાં સ્પાર્ક થયો?
એવરેસ્ટ નમકીન ફેકટરીમાં લાગેલી આગ ટ્રકમાં સ્પાર્ક વાના કારણે ગણાવવામાં આવી રહી છે. જયારે ટ્રકની હાલત અને ફેકટરીમાં યેલું નુકસાન જોતા ટ્રકમાં સ્પાર્ક યાનું જણાતું ની આગમાં ફેકટરી સંપૂણ રીતે સળગીને ખાક ઇ પણ જેના કારણે આગ લાગી તે ટ્રકનો પાછળનો ભાગ સામાન્ય સળગ્યો છે તે બાબત ઘણી બધી શંકાસ્પદ જણાય રહી છે. ટ્રકમાં સ્પાર્ક બેટરીના કારણે યો હોય તો બેટરીને કેમ નુકસાન ન યુ અને આગ લાગ્યા બાદ ઘટના સ્ળેથી ટ્રકને બહાર લઇ જવામાં આવ્યો અને ત્યાંથી ફરી ફેકટરીના પાર્કીગ રાખવામાં આવ્યો તો સળગેલો ટ્રક કંઇ રીતે ચાલુ યો તે બાબત પણ શંકાસ્પદ જણાય રહી છે.