તમે ફોન ઉપાડ્યા પછી હેલો જ કેમ બોલો છો? કેટલાક લોકો કહે છે કે ફોન નિર્માતા ગ્રેહામ બેલની ગર્લફ્રેન્ડનું નામ હેલો છે જ્યારે અન્ય લોકો માને છે કે તે બોલચાલની ભાષા છે.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે ફોન ઉપાડતા જ આખી દુનિયા ફક્ત એક જ શબ્દ ‘હેલો’ કેમ બોલે છે? આ હેલો પાછળનું સત્ય શું છે? શું તે ખરેખર ફોનની શોધ કરનાર વિજ્ઞાની ગ્રેહામ બેલની ગર્લફ્રેન્ડના નામ પરથી આવેલો શબ્દ છે? જાણો આ અહેવાલમાં.
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાઈરલ થઈ રહી છે કે ગ્રેહામ બેલ તેની ગર્લફ્રેન્ડના પ્રેમમાં એટલો પાગલ હતો કે તેણે દુનિયાને માત્ર ટેલિફોન જ નહીં પરંતુ ‘હેલો’ શબ્દ પણ આપ્યો જે આખી દુનિયામાં વપરાય છે. તેની ગર્લફ્રેન્ડનું નામ ‘માર્ગારેટ હેલો’ હતું.
સત્ય શું છે
5 માર્ચ, 1992ના રોજ પ્રકાશિત થયેલા એક અહેવાલમાં લખ્યું હતું કે, “ફોન ઉપાડ્યા પછી તમે જે પહેલો શબ્દ કહો છો, હેલો, તે મહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસનના મગજની ઉપજ છે. એડિસને વિશ્વને ઇલેક્ટ્રિક બલ્બ અને ગ્રામોફોન આપ્યા. એડિસનના 15 ઓગસ્ટ 1877ના અપ્રકાશિત પત્રથી જાણવા મળ્યું કે ફોનની શોધ માટે હેલો શબ્દ ગ્રેહામ બેલની પ્રથમ પસંદગી ન હતો, તેઓ તેને બદલીને ‘અહોય’ કરવા માંગતા હતા. તે એટલા માટે કે તે સમયે ‘અહોય’ શબ્દ કોઈને બોલાવવા માટે વપરાતો શબ્દ હતો.
વાસ્તવમાં, Ahoye ડચ શબ્દ hoe પરથી આવ્યો છે, જેનો ઉપયોગ કોઈને અભિવાદન કરવા માટે થતો હતો. પરંતુ લોકોને હેલો સૌથી વધુ ગમ્યું, કદાચ કારણ કે તે કહેવું સરળ અને ટૂંકું હતું અને આખરે ‘હેલો’ શબ્દનો ઉપયોગ થયો, જે આજે પણ ચાલુ છે.
તમને જણાવી દઈએ કે ઈતિહાસમાં ગ્રેહામ બેલની ગર્લફ્રેન્ડનો કોઈ ઉલ્લેખ નથી. ગ્રેહામ બેલ તેની પત્નીને ખૂબ પ્રેમ કરતા હતા, જેનું નામ મેબેલ ગાર્ડનિયર હ્યુબર્ટ હતું. તપાસમાં હેલો શબ્દ ગ્રેહામ બેલની ગર્લફ્રેન્ડ કે પત્નીના નામ પરથી આવ્યો હોવાનો દાવો ખોટો સાબિત થયો છે.