શું તમે ક્યારેય વિચાર્યું છે કે કીબોર્ડમાં ABCD શા માટે સીધે સીધા નથી હોતા
કીબોર્ડ પર એક સાથે કેમ નથી હોતા A to Z
આ કારણે અલગ અલગ હોય છે આલ્ફાબેટ
દરેકે બાળપણમાં જ્યારે નવું નવું કમ્પયુટર શીખવાનું શરૂ કર્યું હતું, ત્યારે કીબોર્ડ પર આલ્ફાબેટ શોધવામાં સમય લાગતો હતો. એક લાઈન ટાઇપ કરવા માટે મીનિટો જેટલો ટાઈમ લાગતો હતો. તે સમયે તમામે વિચાર્યું હશે કે કીબોર્ડ બનાવનાર કેટલો ના સમજ હશે કે લાઈનમાં ABCD લખવાની જગ્યાએ આવું કીબોર્ડ બનાવ્યું. પણ જ્યારે, મોટા થયા ત્યારે ખબર પડી કે આડા અવડા શબ્દોથી જ ધડાધડ કીબોર્ડ પર જોયા વગર ટાઇપિંગ થઈ શકે છે.
મોટા થયા બાદ આજ કીબોર્ડથી ટાઈપિંગ કરવામાં કોઈ મુશ્કેલી નથી લાગી રહી. અને કોઈ ભુલ પણ નથી પડી રહી. ત્યારે સમજ આવ્યું કે કીબોર્ડના અક્ષરોનું ઉલટફેર કોઈ ભુલ નથી. પરંતુ ઘણા વર્ષોની રિસર્ચનું પરિણામ છે. જેના કારણે આજે આપણી ટાઈપીંગ કરવાની જે રીત છે એ સરળ બની ગઈ છે.
પહેલી વખત કંઈક આ રીતે થઈ હતી કીબોર્ડની શોધ
હકીકતે કીબોર્ડનો ઈતિહાસ ટાઈપરાઈટર સાથે જોડાયેલો છે. એટલે કે કોમ્પ્યુટર અથવા કીબોર્ડ આવ્યા પહેલા જ QWERTY Format જ ચાલતા આવ્યા છે. વર્ષ 1868માં ક્રિસ્ટોફર લેથમ શોલ્સ જેમણે ટાઈપરાઈટરનો આવિશ્કાર કર્યો હતો. તેમણે પહેલા ABCDE… ફોર્મેટ પર જ કિબોર્ડ બનાવ્યું હતું પરંતુ તેમને જાણવા મળ્યું કે જેટલી સ્પીડ અને સુવિધાજનક ટાઈપિંગની તેમને આશા હતી તે નથી થઈ શકતું. તેની સાથે જ Keysને લઈને ઘણી બીજી મુશ્કેલીઓ સામે આવી રહી હતી.
Dvorak ફોર્મેટ પણ આવ્યું, પરંતુ થયું ફ્લોપ
આ એક્સપેરિમેન્ટ્સની વચ્ચે વધુ એક ફોર્મેટ આવ્યું હતું Dvorak Model.આ મોડેલ Keysથી ફેમસ ન હતું થયું. પરંતુ તેના ઈન્વેન્ટર August Dvorakના નામ પર પડ્યું હતું. જોકે આ કીબોર્ડ ઘણા દિવસ સુધી ચર્ચામાં ન રહ્યું. કારણ કે આ આલ્ફાબેટિકલ તો ન હતો પરંતુ સરળ પણ ન હતું. લોકોને QWERTY મોડલ જ સૌથી વધારે પસંદ આવ્યું માટે તે વધારે પ્રચલિત થયું.
કીબોર્ડ માટે આખરે કેમ આ ફોર્મેટ નક્કી કરવામાં આવ્યો-
ABCD વાળા કીબોર્ડના કારણે ટાઇપરાઈટર પર લખવું મુશ્કેલ થતું હતું. મુખ્ય કારણ તો એ હતું કે શબ્દો ખુબ જ નજીક હોવાના કારણે ટાઇપિંગમાં પ્રોબ્લેમ થઈ રહી હતી. ત્યારે, અંગ્રેજી વર્ડસ્ માં સૌથી વધુ E,I,S,M નો ઉપયોગ થાય છે. જ્યારે, X, Y, Z જેવા આલ્ફાબેટ્સનો ઓછો ઉપયોગ થાય છે. જેથી વધારે મુશ્કેલી પડી રહી હતી. ત્યારે, 1870માં ઘણા બધા પરિક્ષણ બાદ QWERTY ફોર્મેટ અસતીત્વમાં આવ્યું.
કીબોર્ડનો ઈતિહાસ-
કીબોર્ડનો ઈતિહાસ ટાઇપરાઈટરથી જોડાયેલો છે. એટલે કે કમ્પયુટરના આવ્યા પહેલાંથી જ QWERTY કીબોર્ડનું ફોર્મેટ ચાલી આવી રહ્યું છે. વર્ષ 1868માં ક્રિશ્ટોફર લથામ શોલ્સ જેમણે ટાઇપાઈટર ઈન્વેન્ટ કર્યું હતું, તેમણે પહેલાં ABCD ફોર્મેટમાં કીબોર્ડ બનાવ્યું હતું. જે બાદ તેમને લાગ્યું કે જે સ્પીડમાં તેમને ટાઇપ કરવું હતું તે સ્પીડથી નથી થતું. સાથે અનેક Keysને લઈ પણ સમસ્યાઓ સામે આવી રહી હતી.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈપણ કીબોર્ડની કી માત્ર QWERTY ફોર્મેટમાં જ કેમ હોય છે? અહીં અમે તમને આ ફોર્મેટ પાછળની સંપૂર્ણ વાર્તા જણાવવા જઈ રહ્યા છીએ.
QWERTY લેઆઉટનો ઇતિહાસ
તમે નોંધ્યું હશે કે કીબોર્ડ પરના અક્ષરો સીધા એબીસીડી ક્રમમાં નહીં પરંતુ QWERTY માં પસંદ કરવામાં આવે છે. QWERTY એ સૌથી વધુ ઉપયોગમાં લેવાતું કીબોર્ડ લેઆઉટ છે.
QWERTY કીબોર્ડની શોધ ક્રિસ્ટોફર લેથમ શોલ્સ દ્વારા 1873 માં કરવામાં આવી હતી, જેઓ એક એવું કીબોર્ડ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા જે ટાઇપિંગની ઝડપને સુધારે અને ટાઇપરાઇટર કીને જામ થવાથી અટકાવે.
QWERTY લેઆઉટનું બીજું કારણ લોકો માટે ટાઇપિંગને સરળ બનાવવાનું હતું, જેનાથી ટાઇપિસ્ટ ઝડપથી અને સરળતાથી અક્ષરો શોધી શકે.
સમય જતાં, QWERTY કીબોર્ડ લેઆઉટ મોટાભાગે ટાઈપરાઈટર્સમાં ઉપયોગમાં લેવાતું થયું અને પછી કમ્પ્યુટર કીબોર્ડ માટે અપનાવવામાં આવ્યું.
QWERTY લેઆઉટની ઘણી ટીકાઓ કરવામાં આવી છે કે તે ટાઇપિંગની ઝડપ ઘટાડે છે, પરંતુ લેઆઉટ આજ સુધી સૌથી વધુ ઉપયોગમાં લેવાતું કીબોર્ડ લેઆઉટ રહ્યું છે.