પત્ની નાની જ હોવી જોઇએ…એવી માન્યતાનું રાઝ શું છે….?
જ્યારે પણ પરિવાર લગ્ન માટે દુલ્હન ગોતે છે ત્યારે તેની ઉંમર યુવક કરતાં નાની હોય તેનું ખાસ ધ્યાન રાખે છે. પરિવારનો પહેલો સવાલ હોય છે કે છોકરીની ઉંમર શું છે..પરંતુ શું એવું ક્યારેય વિચાર્યુ છે કે આવું શા માટે કરવામાં આવે છે ? નહિં…તો ચાલો જાણીએ કે એવી કંઇ ખાસ બાબત છે કે પત્નિ હંમેશા પતિ કરતાં નાની જ હોવી જોઇએ…..?
પતિ જો પત્નિ કરતાં મોટી હોય તો તેને ઘર પરિવારની જવાબદારીનું ભાન રહે છે.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે યુવતીઓ-યુવકો કાંતો વહેલી પરિપક્વ બને છે. જ્યારે યુવકોને પરિપક્વ બનવામાં સમય લાગે છે. જેથી પતિ-પત્નિ વચ્ચે ઓછામાં ઓછો ૩-૪ વર્ષનો ડિફરન્સ હોવો જરુરી છે.
નિષ્ણાંતોનું એવું માનવું છે કે જો એક સમાન વયનાં યુવક-યુવતીનાં લગ્ન થાય છે તો તેમનામાં એકબીજાને સમજવાની ક્ષમતા ઓછી હોય છે પરંતુ જો તેની વયમાં અંતર હોય છે તો બંને એકબીજાને સારી રીતે સમજી શકે છે. અને એટલે જ ઉંમરમાં ફેર એ સફળ લગ્નજીવનની નિશાની માનવામાં આવે છે
. પત્નિ માટે પોતાનાથી મોટી ઉંમરનો સાથી મળવાથી જવાબદારીઓનો ખ્યાલ જલ્દી થાય છે.
જો બંને એક સમાન વયના હશે તો જીવનનો અનુભવ પણ ઓછો હશે અને અનેક મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવે છે.
તો આ કારણોથી પત્નિ પતિ કરતાં નાની હોવી જોઇએ. જેથી તેનો ઘર સંસાર સુખી રહે અને બંને એકબીજાને સમજી શકે
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,
.