તમે ક્યારેય વિચાર્યુ છે મહત્તમ હવાઇ જહાજ સફેદ રંગના જ શું કામ હોય છે….? હા.. પણ તમે ક્યારેક રંગબેરંગી પ્લેન પણ જોયા હશે. પરંતુ તેનો બેઝ કલર સફેદ જ હોય છે. જેના માટે ઘણા કારણો જવાબદાર છે. જેના માટે વૈજ્ઞાનિક કારણ પણ રહેલું છે. પ્લેનને ઠંડુ રાખવા માટે તેને સફેદ રંગ લગાવવામાં આવે છે. સફેદ કલર અન્ય રંગની તુલનાએ વધુ ગરમી શોષે છે. તમને જાણીને કદાચ આશ્ર્ચર્ય થશે કે એક પ્લેનને રંગ કરવામાં ૩ લાખથી ૧ કરોડ રુપિયાનો ખર્ચો આવે છે અને કોઇ પણ કં૫ની એક પ્લેનના પેઇન્ટીંગમાં એટલા પૈસા ખર્ચ કરવા નથી ઇચ્છતી સાથે જ એક પ્લેનને રંગ લગાવવામાં ૩-૪ અઠવાડિયા જેટલો સમય લાગ છે જેનાથી કં૫નીને ઘણું નુકશાન થાય છે જેથી કરીને સફેદ રંગ આ દરેક મુશ્કેલીનો ઉકેલ છે આ ઉપરાંત સતત તડકામાં ઉભુ રહેવાથી બીજા રંગ ઉતરી જાય છે પરંતુ સફેદ રંગ હોવાથી એ સમસ્યાનો સામનો નથી કરવો પડતો, કં૫નીઓ પોતાના પ્લેન ખરીદતી અને વેચતી રહેતી હોય છે. એમાં કં૫નીનું નામ બદલવું એ સફેદ રંગથી સહેલું થઇ જાય છે કોઇ અન્ય રંગનો ઉપયોગ કરવાથી પ્લેનનું વજન વધી જાય છે એ કારણથી પેટ્રોલની ખપત પણ વધી જાય છે. સફેદ રંગથી પેટ્રોલની ખપત પણ ઓછી થાય છે અને તેને ઉડાવવામાં પણ કં૫નીને ઓછો ખર્ચો આવે છે અને એટલાં માટે જ મહત્તમ ઓછો સફેદ રંગ લગાવવામાં આવે છે.
ક્યારેય વિચાર્યુ છે ….? પ્લેન હંમેશા સફેદ જ કેમ હોય છે…?
Previous Articleતમરો આજનો(15-11-2017) દિવસ કેવો રહેશે…??
Next Article શું ખરેખર પુસ્તકો સારા માણસ બનાવે છે…?