માનવ શરીરમાં ઘણા એવા અંગો છે જેના વિશે ક્યારેક આપણે વિચારીએ કે આ અંગ આપણને ક્યારેય પણ કામમાં નથી આવતા તો શા માટે શરીરમાં રહેલા છે. તો આજે એવા જ એક અંગ વિશે વાત કરીએ તો પુરુષોની મૂંછ વાળી જગ્યા એટલે કે નાક અને હોંઠની વચ્ચે હોય છે, તેને શું કહેવાય છે? આ ભાગ વિશે 99% લોકોને નથી ખબર કે તેને શું કહેવામાં આવે છે?
માનવીના શરીર ઘણું જટિલ અને વિચિત્ર છે. તેમજ તેના સાથે જોડાયેલી એવી ઘણી જાણી અજાણી વાતો કોઈ ફેક્ટ સાથે જોડાયેલ છે. ત્યારે હવે આપણા ચહેરાની જ વાત કરીએ તો, શું તમે જાણો છો કે માનવીના નાક અને હોઠની વચ્ચેના ભાગની જગ્યાને શું કહેવાય છે?
પરંતુ શું તમે વિચાર્યું છે કે આ ભાગને શું કહેવાય છે, તે શા માટે ઊંડા છે અને તેનું શરીરમાં આ ભાગે શા માટે છે? આપણા શરીર પર જે પણ હોય છે, તેનું કોઈ ને કોઈ કામ જરૂર હોય છે.
તો ચાલો તમને જણાવીએ કે આ અંગને અંગ્રેજીમાં શું કહેવાય છે. તેમજ હોઠ વચ્ચેના આ ભાગને “ફિલ્ટ્રમ” કહે છે. જેમ આપણે અગાઉ જણાવ્યું તેવી રીતે ફિલ્ટ્રમ લોકોમાં ઊંડો અથવા છીછરો હોઈ શકે છે. તેમજ જે લોકોને ઊંડા અથવા લાંબા ફિલ્ટ્રમ હોય છે, તે લોકોને દુર્લભ રોગ અથવા આનુવંશિક સિન્ડ્રોમ પણ હોઈ શકે છે. ફિલ્ટ્રમનું કદ પણ માતાપિતાના ફિલ્ટ્રમના કદ પર આધારિત છે.
હવે વિચારવા જેવી વાત એ છે કે ફિલ્ટ્રમ ચહેરાની બાકીની ત્વચાની જેમ સીધી કેમ નથી હોતી, તેમાં ઉંડો શા માટે છે? હકીકતમાં ફેસ પરની સ્કીન સંકોચાય છે અને આ જગ્યાએ સ્થિર થાય છે. આ વધારાની ત્વચા ઉપલા હોઠ અને સ્નાયુઓને ખસેડવાનું કામ કરે છે, જે વ્યક્તિને બોલવા અથવા ચહેરા બનાવવા મદદરૂપ થઈ શકે છે.
અમેરિકાના US નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ પ્રમાણે ફિલ્ટ્રમની સ્કીન ઓરલ મૂવમેન્ટ અથવા ઉપલા હોઠને ખસેડવામાં ફિલ્ટ્રમ મદદ કરે છે.