ચ્વિંગમ….નાનપણથી જ ચ્વિંગમનો રસ ખૂબ જ ભાવે છે. જાણે તેને ચાવ્યા જ કરીએ પરંતુ શું તમને ખબર છે આ ચ્વિંગમ બને છે કેમાથી અને જો પેટમાં જાય તો શું થાય છે….? તો પહેલાં આવો જોઇએ કે ચ્વિંગમ બને છે કેમાંથી….! સામાન્ય રીતે ચ્વિંગમમાં બેસ, રંગ, ખાંડ અથવા અન્ય મિઠાસ, સુગંધ, વસા , રેજીન, મીણ ઇલાસ્ટોમર, અને પાયશિકારીનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો હોય છે. જે આપણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે. તો જો ચ્વિંગમ પેટમાં જાય તો કેટલી ભયંકર સાબિત થાય છે. તે પણ જાણવું જરુરી છે.
– ચ્વિંગમ પેટમાં જાય અને શરીરમાંથી બહાર નથી નીકળતી તો શરીરનું ટેમ્પટેચર વધી જાય છે અને બ્લડપ્રેશર પણ વધી જાય છે.
– આ ઉપરાંત ડાયરિયા (જાળા) ઉલ્ટી, ગભરામણ જેવી ગંભીર સમસ્યાઓ પણ ઉભી થાય છે.
– ઘણીવાર જે લોકો ચ્વિંગમ ગળી ગયા હોય તેને એલર્જી પણ થાય છે જેનું મુખ્ય કારણ ચ્વિંગમમાં રહેલું ગમ પણ હોઇ શકે છે.
-જો શરીરમાં ચ્વિંગમ એક દિવસથી વધુ રહે અથવાં એક દિવસમાં ન નીકળે તો ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય બને છે એવું ન કરવાથી અનેક ગંભીર પ્રશ્નોનો સામનો કરવાનો વારો આવે છે.