આજની મોટી સમસ્યા પ્લાસ્ટીકની બાબતે ઉભી થઇ રહી છે. પ્લાસ્ટીક એવી વસ્તુ છે કે જેનો નાશ કરી શકાતો નથી અને તેનાથી થતુ પ્રદુષણ આજના યુગ અને આવતી પેઢી માટે ગંભીર સમસ્યા ઉભી થઇ છે. પરંતુ તેમાં થતુ નવુ રીનોવેશન અને તેનો સાચો ઉપયોગ મનુષ્ય જીવનને પરવડે છે.
તેના થતા વિવિધ ઉપયોગો તેમજ તેમાંથી બનતી નવી વસ્તુઓથી આ મુશ્કેલીથી હલ થઇ શકે છે.
એવી જ કાંઇક નવુ ક્રીએસન જે પર્યાવરણ તેમજ મનુષ્ય જીવનને સરળ બનાવતુ પ્લાસ્ટીક રોડ મોર્ડલ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં પાણીનો સ્ટોરેજ, ક્રેકિંગ, વેસ્ટ પ્લાસ્ટીકનો ફરી ઉ૫યોગ તથા ઓછા મુલ્યે આ મોટી ગંભીર સમસ્યાનો ઉકેલ મેળવી શકાય છે.