રાજકોટ જિલ્લાના 27 જળાશયોમાં 59.32% પાણી સંગ્રહિત

સૌરાષ્ટ્રમાં ગઇકાલથી વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ છલકાતાં નદી-નાળાના કારણે જળાશયોમાં પાણીની આવક થઇ રહી છે. આજે સવારે પૂરા થતાં છેલ્લા 24 કલાક દરમિયાન 24 જળાશયોમાં 3.48 ફૂટ સુધી પાણીની આવક થવા પામી છે. રાજકોટ જિલ્લાના 27 જળાશયોમાં 59.32 ટકા પાણી સંગ્રહિત છે.

છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ જિલ્લાના વર્તુ-2 ડેમમાં 0.52 ફૂટ, આજી-3માં 0.10 ફૂટ, વેરીમાં 0.33 ફૂટ, ન્યારી-1માં 0.16 ફૂટ, ફાડદંગબેટીમાં 1.15 ફૂટ, કર્ણુકીમાં 3.48 ફૂટ પાણીની આવક થવા પામી છે. જ્યારે મોરબી જિલ્લાના મચ્છુ-1 ડેમમાં 0.69 ફૂટ, મચ્છુ-2માં 0.66 ફૂટ, ડેમી-1માં 0.95 ફૂટ, ડેમી-2માં 0.49 ફૂટ પાણી આવ્યું છે. જ્યારે જામનગર જિલ્લાના ડાઇમીણસર ડેમમાં 0.13 ફૂટ, ઊંડ-1માં 0.26 ફૂટ, ઊંડ-2માં 0.59 ફૂટ, વાડીસંગમાં 0.66 ફૂટ, ફુલઝર કોબામાં 0.59 ફૂટ અને વગડીયામાં નવું 0.33 ફૂટ પાણી આવ્યું છે. જ્યારે દ્વારકા જિલ્લાના ઘી ડેમમાં નવું 0.30 ફૂટ, વર્તુ-1માં 0.98 ફૂટ, વર્તુ-2માં 0.66 ફૂટ, વેરાડી-1માં 0.26 ફૂટ, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ભોગાવો-2 (ધોળીધજા)માં 0.33 ફૂટ, ત્રિવેણી ઠાંગામાં 1.97 ફૂટ અને પોરબંદર જિલ્લાના સોરઠી ડેમમાં નવું અડધો ફૂટ પાણી આવ્યું છે. હાલ ફોફળ, ફોફળ-2, ઊંડ-3, વઢકી, સોનમતી, શેઢાભાડથરી તથા સોરઠી ડેમ ઓવરફ્લો થઇ રહ્યા છે. જ્યારે આજી-2, આજી-3, ડોંડી, ન્યારી-2, ભાદર-2, મચ્છુ-3, આજી-4, રૂપારેલ સહિતના જળાશયોના દરવાજા ખૂલ્લા છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.