દેશમાં બાળકો સાથે દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે. બાળકો સાથે વધી રહેલાં ગુનાઓને લઈને હવે બોલીવુડ એક્ટ્રેસ અને ભાજપના સાંસદ હેમા માલિનીએ પણ નિવેદન આપ્યું છે. હેમા માલિનીએ કહ્યું કે, આવી ઘટનાઓને રોકવી જરૂરી છે, આવી ઘટનાઓથી દેશનું નામ ખરાબ થઈ રહ્યું છે.
હાલ આ મુદ્દે ઘણી પબ્લિસિટી જોવા મળી રહી છે- હેમા માલિની
Abhi jyada iska publicity ho raha hai aajkal. Pehle bhi shayad ho raha hoga maloom nahin tha. Lekin iske upar zaroor dhyan diya jaayega. Aisa jo haadsa ho raha hai nahin hona chahiye, isse desh ka bhi naam kharab ho raha hai: BJP MP Hema Malini on crimes against children pic.twitter.com/Y4CdDO5rGq
— ANI UP (@ANINewsUP) April 21, 2018
કઠુઆ અને ઉન્નાવ ગેંગરેપ જેવા મામલે દેશવ્યાપી વિરોધ બાદ બાળકો સાથે થઈ રહેલી આ પ્રકારની શરમજનક ઘટનાઓ રોકાઈ નથી રહી. આ પ્રકારના ગંભીર મુદ્દે વાત કરતાં હેમા માલિનીએ કહ્યું કે, “હાલ આ મુદ્દે ઘણી વધારે પબ્લિસિટી જોવા મળી રહી છે. પહેલાં પણ મારા ખ્યાલથી આવું બધું થતું જ હશે, કોઈને ખ્યાલ નહીં હતો પરંતુ આવા મુદ્દા પર ધ્યાન આપવું જરૂરી છે. આવી ઘટનાઓ થઈ રહી છે તે ન થવી જોઈએ, તેનાથી દેશનું નામ ખરાબ થઈ રહ્યું છે.”
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com