રાજકોટના સરધારમાં વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજના મહાન ઓલીયા મુલ્લા મામુજી પીર સાહેબનો ઉર્ષ મુબારક આજે શનિવાર સાંજથી રવિવાર સાંજ સુધી ઉર્ષ મુબારક ઉજવાશે. રાજકોટ-જસદણ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરો-ગામોમાંથી ઈજાર સાયા કુર્તા અને જાતજાતની ભાતભાતની રંગબેરંગી રીદાઓ જેવા ફાતેમી સ્ટાઈલ ડિઝાઈનવાળા વસ્ત્રોમાં બહોળી સંખ્યામાં દાઉદી વ્હોરા ભાઈ-બહેનો અને બાળકો સરધાર ગામે આવી તેમના મઝાર શરીફમાં મામુજી પીરને પુષ્પાંજલી અર્પણ કરશે. આયોજકોએ આ વર્ષે ઠંડીને ધ્યાને રાખી વિશેષ સુવિધા ઉપલબ્ધ કરી છે. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી આવનારા તમામ ભાવિકોની પાણીથી લઈ આરોગ્ય સુધીની કાળજી લેવામાં આવશે. બારેમાસ રૂમ અને ભોજનની પણ સુવિધા વિનામુલ્યે અપાઈ એવો બંદોબસ્ત કરેલ છે. આ ઉર્ષ નિમિતે બે દિવસ કુઆર્ન ખ્વાની દરેશ, મજલીશ ન્યાઝ, શંદલ શરીફ માતમ જેવા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોથી આ ઉર્ષ મુબારક અવસર ગુંથાયેલો રહેશે. જેમાં બહોળી સંખ્યામાં વ્હોરા બિરાદરો ઉમટી પડી મામુજી સાહેબને યાદ કરી આંસુની અંજલી પાઠવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.