વિશ્વ પ્રસિઘ્ધ સોમનાથ મહાદેવ મંદિર સોમનાથ ટ્રસ્ટની 1રરમી બેઠક વડાપ્રધાન અને સોમનાથ મંદિર ટ્રસ્ટના અઘ્યક્ષ નરેન્દ્ર મોદીની અઘ્યક્ષતામાં આજે ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે સાંજે પાંચ કલાકે યોજાશે.

ટ્રસ્ટની આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ટ્રસ્ટી તેમજ ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, ટ્રસ્ટી પ્રવિણભાઇ લહેરી, હર્ષવર્ધન નિવેટીયા,  જે.ડી. પરમાર સહિતના ટ્રસ્ટીઓ ઉ5સ્થિત રહેશે.

અમિત શાહ અને લાલકૃષ્ણ અડવાણી પણ બેઠકમાં રહેશે હાજર

અડવાણીજીને નિમંત્રીત કરાયા છે પરંતુ ઉ5સ્થિતિ અંગે કંઇ ક્ધર્ફમ અહેવાલ નથી.મીટીંગ સંકલન સોમનાથ ટ્રસ્ટ સચિવ યોગેન્દ્ર દેસાઇ અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા આ અંગે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.

સોમનાથ મંદિર નિર્માણ માટેના સોમનાથ ટ્રસ્ટની રચના થયા બાદ 18 ઓકટો. 1949ના રોજ ટ્રસ્ટી મંડળની પ્રથમ બેઠક મળી હતી અને જેના પહેલા ચેરમેન નવનગરના મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહ પ્રથમ ચેરમેન બન્યા હતા. જેઓ 1950 થી 1967 સુધી કાર્યરત હતા.

નરેન્દ્ર મોદી ટ્રસ્ટીમાંથી 18 જાન્યુઆરી 2021 થી સોમનાથ ટ્રસ્ટ અઘ્યક્ષ બન્યા મીટીંગમાં સોમનાથના વિકાસ કાર્યોની મંજુરી નવા પ્રોેજેકટો અને વિશેષ કરીને ખુબ જ સરળ આસ્થા સાથે વ્યવસ્થાઓ ગોઠવવા સોમનાથની આસપાસના વિસ્તારને કાશી બનારસ કોરીડોર અને મહાકાલ ઉજજૈનની જેમ વિકાસની ઉંચાઇ લઇ જવાય તેની ચર્ચાઓ, નિર્ણય કે મંજુરી થાય તેવી શકયતા છે.

ભારતના પ્રથમ જયોતિલિંગ પરિસરનો દિવ્ય ભવ્ય વિકાસ નિર્ણયની શું મીટીંગમાં થયું તે જાણવા સર્વમાં જીજ્ઞાસા અને રાજીપા માટે સાંજ સુધી રાહ જોવાઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.