દેશી વસ્તુઓનું પ્રદર્શન વિદેશી સ્ટાઈલમાં
વિવિધ મોડેલ અને કારીગરો પોતે રેમ્પ વોક કરીને કલોથ, પર્સ તેમજ એસેસરીઝનું અનોખી રીતે પ્રદર્શન કરશે
રાજકોટ ખાતે શાસ્ત્રી મેદાનમાં ઈન્ડેક્ષ્ટ સી અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત હસ્તકલા પર્વ ૨૦૨૦ અનેક રીતે ખાસ છે. જેમાં ગુજરાતના ખૂણે ખૂણેથી હસ્તકલાના કારીગરો આવ્યા છે. અહીં તમને માટી કામ, અજરખ, બાટીક, અકીક, જરીવર્ક, બાંધણી, પટોળા, એમ્બ્રોઈડરી સહિતની હસ્તકલાઓ જોવા મળે છે. સાથે જ અહીં એક અનોખો ફેશન શો આજરોજ સાંજે ૬-૩૦ કલાકે યોજાઈ રહ્યો છે, જેમાં મોડેલની સાથે જેમણે એ કલાકૃતિ (વસ્ત્રો, પર્સ, એસેસરીઝ) બનાવી છે તે કારીગરો પણ રેમ્પ વોક કરશે. આ પ્રયાસ છે હંમેશા પડદા પાછળ રહેતા કલાકારોને લોકોની સામે લાવવાનો અને તેમને પ્લેટફોર્મ પુરું પાડવાનો છે. આ ફેશન શો નિહાળવા જિલ્લા વહીવટી તંત્ર અને ઈન્ડેક્ષ્સ સી દ્વારા જાહેર જનતા ને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.